Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : લાંચિયા અને સસ્પેન્ડ ફાયર અધિકારી સામે 4500 પાનાંની ચાર્જશીટ, તપાસમાં ચોંકાવનારા ખુલાસા

રાજકોટનાં લાંચિયા પૂર્વ ફાયર અધિકારી સામે ચાર્જશીટ ACB એ બી.જે. ઠેબા સામે 4500 પાનાંની ચાર્જશીટ રજૂ કરી 13 વર્ષમાં આવક કરતા 80 લાખની વધુ મિલકત વસાવી હોવાનો ખુલાસો દસ્તાવેજી પુરાવા સાથે પરિવાર અને સ્ટાફનાં નિવેદન જોડાયા રાજકોટ TRP ગેમઝોન...
12:09 PM Aug 08, 2024 IST | Vipul Sen
  1. રાજકોટનાં લાંચિયા પૂર્વ ફાયર અધિકારી સામે ચાર્જશીટ
  2. ACB એ બી.જે. ઠેબા સામે 4500 પાનાંની ચાર્જશીટ રજૂ કરી
  3. 13 વર્ષમાં આવક કરતા 80 લાખની વધુ મિલકત વસાવી હોવાનો ખુલાસો
  4. દસ્તાવેજી પુરાવા સાથે પરિવાર અને સ્ટાફનાં નિવેદન જોડાયા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamzone Tragedy) અને લાંચ મામલે RMC સસ્પેન્ડ નાયબ ફાયર ઓફિસર બી.જે. ઠેબા વિરુદ્ધ ACB દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એસીબીએ 4500 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે. 13 વર્ષમાં આવક કરતા 80 લાખની વધુ મિલકતો સસ્પેન્ડેડ નાયબ ઓફિસરે (B.J. Theba) વસાવી હોવાનું જાણવા મળ્યું છે. ACB દ્વારા ચાર્જશીટમાં દસ્તાવેજી પુરાવા સાથે અધિકારીના પત્ની, પુત્ર, પુત્રી અને સ્ટાફનાં નિવેદનો પણ જોડવામાં આવ્યા છે.

આ પણ વાંચો -Alpana Mitra Case : કેટલાક ઇજનેરોને નોકરી ગુમાવવાનો આવી શકે છે વારો! ગોળગોળ જવાબોએ શંકા વધારી

13 વર્ષમાં આવક કરતા 80 લાખની વધુ મિલકતો

રાજકોટ (Rajkot) ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ ડે. ફાયર ઓફિસર બી.જે. ઠેબાની (B.J. Theba) પૂછપરછમાં અનેક રાઝ ખુલ્યા હતા. તપાસમાં બી.જે. ઠેબાએ અનેક બેંક લોકર રાખ્યા હોવાનું સામે આવતા ACB એ અધિકારીનાં બેંક એકાઉન્ટ સહિત મિલકતોની તપાસ હાથ ધરી હતી. ACB ની તપાસમાં પૂર્વ ડે. ફાયર ઓફિસર પાસે 67.27 ટકા અપ્રમાણસર મિલકત મળી આવી હતી. સાથે કાર્યકાળના 13 વર્ષમાં આવક કરતા 80 લાખની વધુ મિલકતો અધિકારીએ વસાવી હોવાનું ખુલ્યું હતું.

આ પણ વાંચો -Surat : સોસાયટીમાં રમતાં 5 વર્ષીય માસૂમ માટે સ્કૂલવાન કાળ બની, પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો

દસ્તાવેજી પુરાવા સાથે પરિવાર અને સ્ટાફનાં નિવેદન જોડાયા

RMC નાં સસ્પેન્ડેડ ડે. ફાયર ઓફિસર જે.બી. ઠેબા સામે ACB એ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હોવાની માહિતી છે. આ ચાર્જશીટ 4500 પાનાંની છે. ચાર્જશીટમાં (Charge Sheet) અધિકારીનાં પત્ની, પુત્ર, પુત્રી અને સ્ટાફનાં લેવાયેલા નિવેદન પણ જોડવામાં આવ્યા છે. સાથે જ કેટલાક દસ્તાવેજી પુરાવા પણ એડ કર્યા છે. આ મામલે આગામી સમયમાં કોર્ટે સુનાવણી હાથ ધરશે.

આ પણ વાંચો -Surat : સુરતીઓ આનંદો... ટ્રેનનાં મુસાફરોને હવે જલદી મળશે આ ખાસ સુવિધા

Tags :
ACBB.J. Thebacharge sheetGujarat FirstGujarati NewsRajkot COURTRajkot Gamzone FireRajkot Gamzone TragedyRMCRMC Deputy Fire Officer
Next Article