Rajasthan : રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ શિવ સિંહ શેખાવત પર જીવલેણ હુમલો
રાજસ્થાનમાં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ (National President of Rashtriya Karni Sena) શિવ સિંહ શેખાવત (Shiv Singh Shekhawat) પર જીવલેણ હુમલો થયો હતો. શુક્રવારે કેટલાક લોકોએ અચાનક ગોળીબાર કર્યો હતો, પરંતુ શેખાવત નાસી છૂટ્યા હતા. આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. શિવ સિંહ શેખાવતે મહિપાલ સિંહ મકરાણા (Mahipal Singh Makrana) પર ફાયરિંગ (Firing) નો આરોપ લગાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગોગામેડી હત્યાકાંડ બાદ શેખાવતને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.
શિવ સિંહ શેખાવત પર જીવલેણ હુમલો
રાષ્ટ્રીય કરણી સેવા અને શ્રી રાજપૂત સેના વચ્ચે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે. જયપુરના ચિત્રકૂટ વિસ્તારમાં શિવ સિંહ શેખાવત (Shiv Singh Shekhawat) ની ઓફિસ છે, જ્યાં શેખાવત અને મહિપાલ સિંહ મકરાણા આમને-સામને આવ્યા હતા અને બંને વચ્ચે કોઈ વાતને લઈને દલીલ થઈ હતી. બંને વચ્ચે ઝઘડો થયા બાદ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાં શેખાવત બચી જવાના અને મહિપાલના ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટના બાદ શિવ સિંહ શેખાવત (Shiv Singh Shekhawat) અને મહિપાલ સિંહ મકરાણા એકબીજા પર ફાયરિંગનો આરોપ લગાવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શેખાવતના બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. બીજી બાજુથી પણ ગોળીબાર થયો હતો. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે.
ફાયરિંગ પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી
ઘટનાની માહિતી મળતા જ ચિત્રકૂટ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને શિવ સિંહ શેખાવતની ઓફિસમાં લાગેલા CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. શિવ સિંહ શેખાવત અને મહિપાલસિંહ મકરાણા વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન શિવ સિંહના બંદૂકધારીએ મહિપાલ સિંહ મકરાણા પર હુમલો કર્યો, જેના કારણે તેઓ ઘાયલ થયા, ફાયરિંગ પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
આ પણ વાંચો - Pooja Khedkar : દિકરી એક નંબરી, માતા 10 નંબરી, પૂજા ખેડકરની માતાનો વીડિયો વાયરલ
આ પણ વાંચો - Lakhimpur Viral Video: દેશમાં એવો તે કેવો વિકાસ, ભાઈ બહેનના મૃતદેહને ખંભા પર લઈ 5 કિમી સુધી ચાલ્યો!