Raj Shekhawat નો નવો વીડિયો આવ્યો સામે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અંગે કરી નવી જાહેરાત!
- ક્ષત્રિય કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ Raj Shekhawat નો વધુ એક Video આવ્યો સામે
- તેમના વિશે ભ્રામક સમાચાર ફેલાવનારાઓને આપ્યો જવાબ
- વીડિયોમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને લઈ કરી નવી જાહેરાત!
કરણી સેનાનાં અગ્રણી રાજ શેખાવત (Raj Shekhawat) નો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ તેમના વિશે ભ્રામક ન્યૂઝ ફેલાવનારાઓને જવાબ આપી રહ્યા છે અને સાથે જ નવી ઘોષણા કરતા કહે છે કે સાબરમતી જેલમાં બંધ કેદીઓ દ્વારા જો ગેંગસ્ટર લોરેંસ લોરેન્સ બિશ્નોઈનો (Lawrence Bishnoi) ખાત્મો કરાશે તો તેને પણ ઈનામની રાશિ ક્ષત્રિય કરણી સેના (Karni Sena) દ્વારા આપવામાં આવશે.
આ પણ વાંચો - લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારને 1 કરોડનું ઈનામ, જાણો કોણે કરી જાહેરાત
રાજ શેખાવતનો વધુ એક વીડિયો આવ્યો સામે
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા ક્ષત્રિય કરણી સેનાનાં (Kshatriya Karni Sena) રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં તેઓ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું (Lawrence Bishnoi) એન્કાઉન્ટર કરનારા પોલીસકર્મીને કરણી સેના દ્વારા 1 કરોડ, 11 લાખ, 11 હજાર અને 111 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે, તેવી જાહેરાત કરતા નજરે પડે છે. ત્યારે હવે, રાજ શેખાવતનો (Raj Shekhawat) વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ નવી જાહેરાત કરતા જોવા મળે છે. આ વાઇરલ વીડિયોમાં રાજ શેખાવત તેમના વિશે ભ્રામક ન્યૂઝ ફેલાવનારાઓને પણ જવાબ આપે છે.
આ પણ વાંચો - Surat : હોટેલ બાદ હવે ફરી એકવાર flight ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી!
વીડિયોમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને લઈ કરી નવી જાહેરાત!
વાઇરલ વીડિયોમાં રાજ શેખાવત દેશવાસીઓને અપીલ કરે છે કે તેમના વિશે ફેલાવવામાં આવતા ભ્રામક સમાચારો પર લોકો ધ્યાન ના આપે. સાથે જ તેઓ એવી પણ જાહેરાત કરે છે કે સાબરમતી જેલમાં (Sabarmati Jail) બંધ કેદીઓ દ્વારા જો ગેંગસ્ટર લોરેંસ લોરેન્સ બિશ્નોઈનો (Lawrence Bishnoi) ખાત્મો કરાશે તો તેને પણ ઈનામની રકમ ક્ષત્રિય કરણી સેના (Karni Sena) દ્વારા આપવામાં આવશે.
આ પણ વાંચો - Gir Somnath : BJP નાં નેતાના પુત્રનું અકસ્માતમાં મોત, બુલેટ લઈને રાજકોટ જતો હતો યુવાન