Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યના આ વિસ્તારોમાં ભરઉનાળે રહેશે વરસાદી માહોલ!

એક તરફ સતત ગુજરાતમાં ગરમી વધી રહી છે. ત્યારે બીજી તરફ ભરઉનાળે કેટલાંક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી ઝાપટાથી લોકોને રાહત મળી રહ્યી છે. તાપમાન પહેલાં કરતા થોડું ઘટી રહ્યું છે. જો...
09:24 AM Apr 27, 2023 IST | Hiren Dave

એક તરફ સતત ગુજરાતમાં ગરમી વધી રહી છે. ત્યારે બીજી તરફ ભરઉનાળે કેટલાંક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી ઝાપટાથી લોકોને રાહત મળી રહ્યી છે. તાપમાન પહેલાં કરતા થોડું ઘટી રહ્યું છે. જો આ કમોસમી વરસાદ ખેડૂતોને પરેશાન કરી રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની એટલેકે, માવઠાની આગાહી કરી છે.

આટલી આકરી ગરમી વચ્ચે વરસાદ થતા લોકોને ગરમીથી મોટી રાહત મળી રહી છે. ખાસ કરીને આજે અને આવતી કાલે ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. એમાંય રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પવનની ગતિ વધારે રહેશે તેવું પણ અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વાત કરીએ તો બુધવારે રાજ્યના 7 જિલ્લામાં માવઠું પડ્યું હતુ... ત્યારે મહેસાણાના કડીમાં ભારે વરસાદના કારણે યાર્ડમાં પડેલો એરંડા અને ઘઉંનો પાક પણ પલળ્યો છે. જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને મોટાપાયે નુકસાન પણ થયુ છે.

રાજ્યમાં 39થી 40 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે.

હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતનાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર છે. રાજ્યમાં આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરી ને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હોવાનું જણાવ્યું છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પવનની ગતિ તેજ રહેવાની આગાહી છે. આ સાથે વરસાદ સાથે રાજ્યમાં 39થી 40 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. આ તરફ હવામાનની આગાહી પ્રમાણે તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા નહિવત્ છે. જોકે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી વાતાવરણ પલટાયુ હતુ

ઉલ્લેખનીછેકે, 26 એપ્રિલનાને બુધવારના રોજ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ ભારે પવન અને ગાજવીજસાથે અમદાવાદ,ગાંધીનગર, રાજકોટ આજે ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી વાતાવરણ પલટાયુ હતુ અને ફરી એકવાર માવઠાની રાઉન્ડ શરૂ થયો હતો. આજે અને આવતીકાલે બે દિવસ ફરી રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરાઈ છે

આગામી પાંચ દિવસ સુધી દેશના વિવિધ ભાગોમાં વરસાદ જોવા મળશે
હવામાન વિભાગ દ્વારા ઉનાળાની ગરમીથી પરેશાન લોકો માટે સારા સમાચાર આપ્યા છે. વાત જાણે એમ છે કે, IMDએ તેના લેટેસ્ટ બુલેટિનમાં કહ્યું છે કે, આગામી પાંચ દિવસ સુધી દેશના વિવિધ ભાગોમાં વરસાદ જોવા મળશે. જુદા જુદા ભાગોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 45ની નજીક પહોંચી ગયું હતું. પરંતુ હાલમાં મહત્તમ તાપમાન સરેરાશથી નીચે રહેવાની શક્યતા છે.

 

આ પણ  વાંચો- રાજ્યમાં આગામી બે દિવસ પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarat Weather ReportIMDRainfallSummerweather forecast
Next Article