Cyclone: કચ્છમાં ભારે પવન સાથે વરસાદ, લોકોને ઘરની બહાર ના નીકળવા અપીલ
- ડીપ્રેશન આજે વાવાઝોડામાં પરિવર્તિ થશે
- હાલ ડિપ્રેશન કચ્છના નલીયા પાસે સ્થિર
- ડિપ્રેશનની અસરના કારણે માંડવીમાં રાત્રે 15 ઇંચ વરસાદ
- કચ્છમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ
- કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાનો પ્રજાજોગ સંદેશ
- તારીખ 30 ઓગસ્ટના વહેલી સવારે 4 કલાકથી લોકો ઘરમાં રહે
- કચ્છ જિલ્લામાં વાવાઝોડાની આગાહીને પગલે લોકો સાવચેતી રાખે
- માંડવીમાં છેલ્લાં 24 કલાકમાં સાડા 15 ઈંચ વરસાદ
- મુંદરામાં 9 ઈંચ, અબડાસામાં સાડા 6 ઈંચ વરસાદ
- વાવાઝોડાં સાથે વરસાદની સંભાવનાના પગલે લખપત, અબડાસા, માંડવી તાલુકાના કાંઠાળ ગામોમાં કાચાં મકાનો કે ઝૂંપડામાં વસતાં લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્રનો અનુરોધ
Cyclone : ગુજરાત પરથી પસાર થઇ ચુકેલું ડીપ ડીપ્રેશન હવે કચ્છ ઉપર સ્થિર છે અને 10થી 12 કલાક બાદ તે અરબી સમુદ્ર તરફ વળી જશે. આ સિસ્ટમ શુક્રવારે વાવાઝોડું (Cyclone) બનશે.આ વાવાઝોડાને 'આશના' નામ આપવામાં આવ્યું છે. આજે 30 ઓગસ્ટે કચ્છમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડિપ્રેશનની અસરના કારણે કચ્છના માંડવીમાં રાત્રે 12 વાગ્યા સુધી અંદાજે 15 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળે છે.
હાલ ડિપ્રેશન કચ્છના નલીયા પાસે સ્થિર
ડીપ્રેશન આજે વાવાઝોડામાં પરિવર્તિ થશે અને હાલ ડિપ્રેશન કચ્છના નલીયા પાસે સ્થિર થયેલું છે જે ધીમે ધીમે અરબ સાગર તરફ જશે.
ડિપ્રેશનની અસરના કારણે કચ્છના વિવિધ વિસ્તારમાં ગુરુવારે રાતથી જ વરસાદ શરુ થઇ ગયો છે. કચ્છના માંડવીમાં રાત્રે 15 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો--- Depression હવે બનશે વાવાઝોડું..ગુજરાત પર બેવડી આફત..
કચ્છ કલેક્ટરે લોકોને ઘરમાં રહેવા અપીલ કરી
કચ્છમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ હોવાના અહેવાલ છે. દરમિયાન કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પ્રજાજોગ સંદેશ આપી
તારીખ 30 ઓગસ્ટના વહેલી સવારે 4 કલાકથી લોકો ઘરમાં રહે તેવી અપીલ કરી છે. કચ્છ જિલ્લામાં વાવાઝોડાની આગાહીને પગલે લોકો સાવચેતી રાખે તેવી અપીલ પણ તેમના દ્વારા કરાઇ છે.
48 વર્ષ બાદ ફરીથી વાવાઝોડાનો અનોખો સંયોગ । Gujarat First@GujaratFirst @IMDAHMEDABAD #Ashna #Cyclon #GujaratFirst #Gujarat #Rain #Monsoon #Monsoon2024 pic.twitter.com/2zutfN0ZCI
— Gujarat First (@GujaratFirst) August 29, 2024
નવલખી બંદર ખાતે ૯ નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું
વાવાઝોડાના કારણે નવલખી બંદર ખાતે ૯ નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડું જ્યારે પોર્ટની જમણી બાજુથી પસાર થવાનું હોય ત્યારે ૯ નંબર નું સિગ્નલ લગાવવામાં આવે છે. નવલખી પોર્ટ ખાતે રાત્રે ૮ વાગ્યાથી જ તમામ કામગીરી બંધ કરી દેવામાં આવી છે...
કચ્છ ,પોરબંદર ,દ્વારકા, પોરબંદરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
બીજી તરફ રાજ્યમાં વાવાઝોડાની અસરને પગલે હવામાન વિભાગે સવારે 8 થી 11 વાગ્યા સુધીનું વેધર બુલેટિન જાહેર કર્યું છે. આગાહી મુજબ કચ્છ ,પોરબંદર ,દ્વારકા, પોરબંદરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે સાબરકાંઠા, અરવલ્લી,જૂનાગઢ ,ગીર સોમનાથ સહિત પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભરૂચ, અમદાવાદ , ગાંધીનગર , વડોદરા , નર્મદા, સુરતમાં વરસાદની આગાહી કરાઇ છે.
વાવાઝોડાથી બચવાના ઉપાય
- લાકડી, ફાનસ, બેટરી અને દોરડા હાથવગા રાખો
- છાપરા, નિર્માણ પામતી ઈમારતો, મકાનોથી દૂર રહો
- પૂરના પાણી, વૃક્ષો, વીજ થાંભલા અને વીજ તારથી દૂર રહો
- તંત્રની વખતોવખતની સૂચનાનું પાલન કરતા રહો
- તમારી અને આસપાસના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો
ઉતરપૂર્વીય અરબસાગરમાં વાવાઝોડું સક્રિય
હવામાન વિભાગની આગાહી મુજબ ઉતરપૂર્વીય અરબસાગરમાં વાવાઝોડું સક્રિય થયું છે. ડીપ ડિપ્રેશનમાં વાવાઝોડું આગળ વધ્યું છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની અસર વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદ રહેશે અને અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ રહેશે. આજે કચ્છ, મોરબી ,જામનગર, દ્વારકા પોરબંદર, જૂનાગઢ , રાજકોટમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ રહેશે અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ રહેશે તથા અમદાવાદ ,ગાંધીનગર , વડોદરા , પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર ભારે વરસાદ સાથે યલો એલર્ટ અપાયું છે. બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી , મહેસાણા, પાટણ , સુરત , ડાંગ , તાપી , ભરૂચ , દાદારનાગર હવેલી નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.
આ પણ વાંચો---Dwarka ના અનેક પૂરગ્રસ્ત વિસ્તારોનું CM એ હવાઈ નિરીક્ષણ કર્યું