Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rain in Gujarat : હજુ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા! સપ્ટેમ્બરમાં આ તારીખે ખાબકશે ધોધમાર વરસાદ!

રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સપ્ટેમ્બરનાં છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતા સપ્ટેમ્બરનાં બીજા સપ્તાહમાં પાકિસ્તાનમાં એન્ટિસાયક્લોન બન્યું બંગાળની ખાડીમાં છેલ્લા સપ્તાહમાં એક વરસાદી સિસ્ટમ બનશે Rain in Gujarat : રાજ્યમાંથી હજુ પણ ચોમાસાની વિદાય થઈ નથી....
rain in gujarat   હજુ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા  સપ્ટેમ્બરમાં આ તારીખે ખાબકશે ધોધમાર વરસાદ
  1. રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી
  2. સપ્ટેમ્બરનાં છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતા
  3. સપ્ટેમ્બરનાં બીજા સપ્તાહમાં પાકિસ્તાનમાં એન્ટિસાયક્લોન બન્યું
  4. બંગાળની ખાડીમાં છેલ્લા સપ્તાહમાં એક વરસાદી સિસ્ટમ બનશે

Rain in Gujarat : રાજ્યમાંથી હજુ પણ ચોમાસાની વિદાય થઈ નથી. સપ્ટેમ્બરનાં છેલ્લાં અઠવાડિયા દરમિયાન એક વરસાદનો રાઉન્ડ આવશે એવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી (Paresh Goswami) દ્વારા કરવામાં આવી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, 4 થી 5 દિવસ રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તેમણે કહ્યું કે, પવનની ગતિ 10 થી 14 કિમી પ્રતિ કલાક રહે તેવી સંભાવના છે.

Advertisement

 આ પણ વાંચો - Gujarat માં વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યા આવશે ઝાપટા

Advertisement

સપ્ટેમ્બરનાં છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડી શકે છે : પરેશ ગોસ્વામી

રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ, ગુજરાતમાંથી ચોમાસાની વિદાય (Rain in Gujarat) થઈ હોય એવું નથી. કારણ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદનાં વધુ એક રાઉન્ડની શક્યતાઓ દર્શાવી છે. તેમણે આગાહી કરતા કહ્યું કે, સપ્ટેમ્બરનાં છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડી શકે છે. જ્યારે આગામી 4 થી 5 દિવસ દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તેમણે કહ્યું કે, સપ્ટેમ્બરનાં બીજા અઠવાડિયામાં પાકિસ્તાનમાં (Pakistan) એન્ટિસાયક્લોન બન્યું છે. જ્યારે, બંગાળની ખાડીમાં છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બનશે.

 આ પણ વાંચો - PM Modi ના જન્મદિવસ પર આ શહેરમાં ખરીદી પર 10 થી 100 % સુધીનું ભારે ડિસ્કાઉન્ટ! રિક્ષામાં પણ ફ્રી સવારી

Advertisement

'બીજા અને ત્રીજા અઠવાડિયામાં વરસાદની સંભાવના નથી'

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, હાલ બંગાળની ખાડીની (Bay of Benga) સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી નહીં. આથી, બીજા અને ત્રીજા અઠવાડિયામાં રાજ્યમાં વરસાદની સંભાવના નથી. જ્યારે, તાપમાનમાં પણ 10 સપ્ટેમ્બરથી સતત વધારો થયો છે, જે 20 સપ્ટેમ્બર સુધી યથાવત રહી શકે છે. તેમણે કહ્યું કે, પવનની ગતિ 10 થી 14 કિમી પ્રતિ કલાક રહે તેવી સંભાવનાઓ છે. રાજ્યમાં 24 સપ્ટેમ્બર બાદ વરસાદ પડી શકે છે. રાજ્યનાં 60 થી 70 ટકા વિસ્તામાં વરસાદની શક્યતા જોવાઇ રહી છે.

 આ પણ વાંચો - PM Modi in Gujarat : સત્તાનાં ભૂખ્યા અને લાલચુ લોકો દેશનાં ટુકડા ઈચ્છે છે : PM મોદી

Tags :
Advertisement

.