Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતમાં જ નહીં જાપાનમાં પણ વરસાદ બન્યો મુસિબત

ભારતમાં ચોમાસાની શરૂઆત ખૂબ જ તેજ વરસાદ સાથે થઇ છે. ભારે વરસાદ દેશના ઘણા રાજ્યોમાં મોટી મુસીબત લઇને આવ્યો છે. આ મુસીબત માત્ર ભારતમાં જ નહીં પણ જાપાનમાં પણ જોવા મળી રહી છે. Japan માં સતત ભારે વરસાદને કારણે જનજીવન...
ભારતમાં જ નહીં જાપાનમાં પણ વરસાદ બન્યો મુસિબત

ભારતમાં ચોમાસાની શરૂઆત ખૂબ જ તેજ વરસાદ સાથે થઇ છે. ભારે વરસાદ દેશના ઘણા રાજ્યોમાં મોટી મુસીબત લઇને આવ્યો છે. આ મુસીબત માત્ર ભારતમાં જ નહીં પણ જાપાનમાં પણ જોવા મળી રહી છે. Japan માં સતત ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિક મીડિયાની માહિતી અનુસાર, શનિવારે પશ્ચિમ જાપાનમાં શિમાને પ્રાંત અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે સ્થાનિક તંત્રએ બે શહેરોના 3,70,000 રહેવાસીઓને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે.

Advertisement

Japan માં વરસાદ અને ભૂસ્ખલનને વધારી મુસીબત

માત્ર ભારતમાં જ નહીં પણ જાપાનમાં પણ ભારે અને મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. પૂરના પ્રકોપને કારણે Landslides પણ ઝડપથી થઇ રહ્યો છે. જેના કારણે જાપાનમાં ખળભળાટ મચી ગયો છે. લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તાજેતરની ઘટનામાં, દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં મુશળધાર વરસાદ (Heavy Rain) ને કારણે પૂર અને ભૂસ્ખલન થયા બાદ સોમવારે ઓછામાં ઓછા 6 લોકો ગુમ થયા હતા. આ લોકોની શોધખોળ ચાલુ છે. પરંતુ હજુ સુધી કંઈ મળ્યું નથી. આ દરમિયાન આ વિસ્તારમાં ફસાયેલા 17 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ જવા માટે અપીલ કરવામાં આવી છે.

સુરક્ષિત સ્થળોએ ખસી જવા કહેવાયું

સત્તાવાર માહિતી અનુસાર, ક્યૂશુ અને ચુગોકુ પ્રદેશોમાં, સપ્તાહના અંતથી વરસાદને કારણે ઘણી નદીઓમાં ભારે પૂર અને ભૂસ્ખલન થયું છે. તેણે રસ્તાઓ અવરોધિત કર્યા છે, ટ્રેનની અવરજવરને અસર કરી છે અને કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠામાં વિક્ષેપ પાડ્યો છે. જેનાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. જાપાનની હવામાન એજન્સીએ ફુકુઓકા અને ઓઇટા પ્રાંતો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. લોકોને વહેલી તકે સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે કહેવામાં આવ્યું છે.

Advertisement

નદીઓ વહેતી દેખાઈ, જનજીવન મુશ્કેલીમાં મુકાયું

જાપાનમાં વરસાદની સ્થિતિ એવી છે કે તમામ મોટી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેના કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. નદી કિનારે અને પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા 1.7 મિલિયનથી વધુ રહેવાસીઓને સલામત સ્થળે ખસી જવા તાકીદ કરવામાં આવી છે. ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 6 લોકો ગુમ છે.

આ પણ વાંચો - દેશની રાજધાની Delhi માં વરસાદે તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, રસ્તા બન્યા દરિયો, Video

Advertisement

આ પણ વાંચો - નદીઓ બની ગાંડીતૂર, રસ્તાઓ પર ‘પૂર…’, પહાડોથી લઈને મેદાની પ્રદેશો સુધી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.