Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMC Pre-Monsoon : અમદાવાદમાં વરસાદ પડતાની સાથે તંત્રની પોલ ખુલી, National Highway 8 પર ભરાયા પાણી

AMC Pre-Monsoon:  ગુજરાતમાં અત્યારે જોરદાર વરસાદ થયો છે. આ દરમિયાન ઠેર-ઠેર પાણી ભરાવાની ઘટનાઓ પણ બનવા પામી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદમાં નેશનલ હાઈવે 8 પર પાણી ભરાયા હોવાની વિગતો સામે આવી છે. આ સાથે વરસાદના કારણે...
amc pre monsoon   અમદાવાદમાં વરસાદ પડતાની સાથે તંત્રની પોલ ખુલી  national highway 8 પર ભરાયા પાણી

AMC Pre-Monsoon: ગુજરાતમાં અત્યારે જોરદાર વરસાદ થયો છે. આ દરમિયાન ઠેર-ઠેર પાણી ભરાવાની ઘટનાઓ પણ બનવા પામી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદમાં નેશનલ હાઈવે 8 પર પાણી ભરાયા હોવાની વિગતો સામે આવી છે. આ સાથે વરસાદના કારણે નરોડા નજીક ભરાયા પાણી હતા. નોંધનીય છે કે, પાણી ભરાતા સર્કલ નજીક ટ્રાફિક જામ થયો હતો. અહીં રોડ પર ટ્રાફિક જામ થતાં લોકોને ભારે હાલાકી પડી હતી. મહત્વની વાત એ છે કે, હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી (AMC Pre-Monsoon) કરવામાં આવી નથી. નોંધનીય છે કે, છેલ્લા અનેક વર્ષોથી અહીંયા પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. અહીં દુકાનો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ભરાયા છે. પણ તંત્રએ પોતાની આંખે પાટા બાંધ્યા હોવ તેવું લાગી રહ્યું છે.

Advertisement

શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા

શહેરમાં વરસાદની વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ થયો છે. જેમાં શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોવાની વિગતો સામે આવી છે. આ સાથે મેમ્કો અને નરોડામાં સાડા 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો, તો ચકુડીયા, ઓઢવ અને વિરાટનગરમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. નોંધનીય છે કે, ઉસ્માનપુરા અને દૂધેશ્વર વિસ્તારમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાણીપમાં પોણા 2 ઈંચ વરસાદથી પાણી ભરાયા હોવાની ઘટના સામે આવી છે. આ સાથે સાથે પાલડી અને ચાંદખેડામાં દોઢ ઈંચ, નિકોલમાં 1 ઈંચ વરસાદ થયો છે.

રાજ્યમાં પણ અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો

નોંધનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે અત્યારે ઠેર ઠેર વરસાદની જોરદાર બેટિંગ થઈ રહીં છે. અમદાવાદમાં તો મોડી રાત્રે જોરદાર વરસાદ આવ્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં પણ અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વિગતે વાત કરવામાં આવે તો, અરવલ્લી, પંચમહાલ, ખેડા, વલસાડ અને અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે. અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. અરવલ્લી જિલ્લાના અનેક સ્થળોએ રાત્રી દરમિયાન વરસાદ થયો હતો. વિગતે વાત કરીએ તો મોડાસા, માલપુર, ભિલોડા તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે સાથે શામળાજી, ઈસરોલ અને ઉમેદપુર સહિત ગ્રામીણ પંથકમાં પણ વરસાદ થયો છે.

Advertisement

આ પણ વાંચો: Rain Update: ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું, ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં છવાઈ ખુશી

આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં મોડી રાત્રે મેઘ થયા મહેરબાન, ઠેર-ઠેર વરસાદની જોરદાર બેટિંગ

આ પણ વાંચો: Ahmedabad: બેંકના લોકર પણ સુરક્ષિત નથી, મહિલાના 34.18 લાખના દાગીના સહિત રોકડની ચોરી

Tags :
Advertisement

.