Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat rain Updet : રાજ્યમાં ભારે મેઘની આગાહી, આ વિસ્તારોમાં થશે ગાજવીજ સાથે વરસાદ

  ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. મહેસાણા, મહીસાગર, દાહોદમાં મધ્યમ વરસાદની આગાહી મહેસાણા, મહીસાગર,...
gujarat rain updet   રાજ્યમાં ભારે મેઘની આગાહી  આ વિસ્તારોમાં થશે ગાજવીજ સાથે વરસાદ

Advertisement

ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

મહેસાણા, મહીસાગર, દાહોદમાં મધ્યમ વરસાદની આગાહી

Advertisement

મહેસાણા, મહીસાગર, દાહોદમાં મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારે પંચમહાલ, સુરત, તાપીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાતા લોકોની હાલાકી વધશે. કારણ કે હજુ સુધી પડેલા વરસાદના પાણી કેટલાક વિસ્તારોમાંથી ઓસર્યા નથી. તેમજ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં સામાન્ય વરસાદ રહેશે.

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 43.77 ટકા નોંધાયો

રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 43.77 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 112.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 63.14 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 45.24 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 32.36 ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં 30.16 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

Advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો છે. નવ તાલુકામાં દોઢ ઈંચથી વધુ અને 21 તાલુકામાં એકથી વધુ વરસાદ પડ્યો છે. તથા તલોદમાં 5.5 ઇંચ, મોડાસામાં 5.5 ઇંચ સાથે લુણાવડામાં 5 ઇંચ, વિરપુરમાં 5 ઇંચ વરસાદ આવ્યો છે.

આ પણ  વાંચો -અમદાવાદમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, પોલીસે કરી આરોપીની ધરપકડ

Tags :
Advertisement

.