ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તંત્રના પોકળ દાવા! ગટરના પાણી ઘરમાં ધૂસ્યા, સમગ્ર વિસ્તારમાં રોગચાળો

પાલનપુરના એક વિસ્તારમાં તંત્રની પોલ ખુલી આવી ગંદા પાણીથી બીમારીનો ફેલાવો થયો ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા Palanpur News : આ ચોમાસુંની ઋતુમાં ફરી એકવાર વહીવટીતંત્ર અને સરકારી નેતાઓના ચૂંટણી સમયે કરવામાં આવતા વાયદોની પોલ ખુલી હતી. આ વર્ષે...
10:44 PM Oct 09, 2024 IST | Vipul Sen
Palanpur News

Palanpur News : આ ચોમાસુંની ઋતુમાં ફરી એકવાર વહીવટીતંત્ર અને સરકારી નેતાઓના ચૂંટણી સમયે કરવામાં આવતા વાયદોની પોલ ખુલી હતી. આ વર્ષે ગુજરાતમાં જ્યારે મેઘ કહેર થયો હતો, ત્યારે સૌથી વધુ ઈન્દ્ર દેવનો પ્રકોપ વડોદરા અને જૂનાગઢ ઉપર વરસ્યો હતો. ત્યારે આ રાજ્યોમાં ગોઠણ સમા પાણી ભરાયા હતાં. ત્યારે વધુ એકવાર વહીવટીતંત્રના પોકળ દાવાઓ સામે આવ્યા છે.

ગંદા પાણીથી બીમારીનો ફેલાવો થયો

હાલમાં, બનાસકાંઠા જિલ્લામાં આવેલા પાલનપુરના મફતપુરા લોકો કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં ચોમાસાની ઋતુ ઉપરાંત પણ ગટરના પાણી ભરાયેલા રહે છે. તેના કારણે રોગચાળો ભારેમાત્રામાં ફેલાય છે. તેના કારણે લોકો બીમારીઓનો તો ભોગ બન્યા છે, તેની સાથે-સાથે ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. જોકે આ વિસ્તારમાં વહીવટીતંત્રના એ પ્રકારની કામગીરી જોવા મળે છે કે, કારણ કે... ગટરના પાણી પણ વિસ્તારમાં 1 ઈંચ વરસાદ થયો હોય. તે રીતે ફરી વળ્યા હોય છે.

આ પણ વાંચો: Surat Gangrape ના આરોપીઓ ઉપર સુરત પોલીસે કર્યું ફાયરિંગ

ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા

બીજી તરફ આ ગટરના ગંદા પાણી એટલી હદે ઉભરાય છે કે, લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જાય છે. સ્થાનિક રોષે ભરાયેલા લોકો કહે છે કે, ચૂંટાયેલા કોર્પોરેટરો જવાબદારીમાંથી નિષ્ફળ નીકળ્યા છે. છેલ્લા બાર માસથી રજૂઆત કરવાં છતાં કોઇને વાત સંભળાતી નથી અથવા તો પાલિકા કોઈ કામગીરી કરતી નથી. ત્યારે લોકો પરેશાન છે સાથે સાથે લોકોમાં ભારોભાર અને પાલનપુર નગરપાલિકા પ્રત્યે રોષ પણ છે.

આ પણ વાંચો: સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દેહવ્યાપારના સકંજામાંથી મહિલાઓને આઝાદી અપાવી

Tags :
BanaskanthaBanaskantha districtGujaratGujarat NewsGujarat TrendingPalanpur Newspalanpur trending newsRain
Next Article