Rain Alert:હવામાન વિભાગની મોટી આગાહી,20 રાજ્યોમાં પડશે મુશળધાર વરસાદ
- દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદે તબાહી મચાવી
- દિલ્હીથી હિમાચલ પ્રદેશ સુધી મેઘ મંડાણ
- IMDએ 20 રાજ્યોમાં સારા વરસાદનું એલર્ટ જાહેર કર્યું
Rain Alert: દેશમાં ચોમાસું (RainyMonsoon)સક્રિય છે. આ સાથે જ દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે. આસામ અને ગુજરાત બાદ દક્ષિણ ભારતના ઘણા રાજ્યો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. 2 રાજ્યોમાં 30 થી વધુ લોકોના મોત થયા છે. છેલ્લા એક મહિનાથી દિલ્હીથી હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)સુધી વરસાદ ચાલુ છે.
20 રાજ્યોમાં સારા વરસાદનું એલર્ટ
વરસાદના કારણે મેદાની વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બની ગયું હોવા છતાં ભેજના કારણે પણ લોકો પરેશાન થયા છે. આજે પણ હવામાન વિભાગે દિલ્હી-NCR સહિત 20 રાજ્યોમાં સારા વરસાદનું એલર્ટ (Rain Alert)જાહેર કર્યું છે. આગામી 7 દિવસમાં વરસાદથી રાહત મળવાની કોઈ શક્યતા નથી, આ હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર, ચોમાસાના પવનોએ અરબી સમુદ્રના ઉત્તર-પશ્ચિમમાં દબાણ ક્ષેત્ર બનાવ્યું છે. તેથી, સમગ્ર દેશમાં હવામાન કઠોર છે અને મેદાનોથી પર્વતો સુધી ભારે વરસાદ પડી રહ્યો છે.
Rainfall Warning : 03rd September 2024
वर्षा की चेतावनी : 03rd सितंबर 2024#rainfallwarning #IMDWeatherUpdate #gujarat #saurashtra #kutch #madhyapradesh @moesgoi @ndmaindia @airnewsalerts @DDNewslive @mpsdma @BhopalMausam @PIBBhopal @IMDAHMEDABAD @PIBAhmedabad pic.twitter.com/VRJHsOkENI— India Meteorological Department (@Indiametdept) September 2, 2024
આ પણ વાંચો -Road Accident: ચંદીગઢ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સાતના મોત
કયા કયા રાજ્યોમાં વરસાદની આગાહી?
આજે દિલ્હી,ઉત્તર પ્રદેશ, રાજસ્થાન,બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આંદામાન નિકોબાર, કર્ણાટક, કેરળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ,છત્તીસગઢ, ઓડિશા, ગોવા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ઝારખંડમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઘણા રાજ્યોમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. દિલ્હી, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, ઝારખંડમાં આગામી 3 દિવસ સારો વરસાદ પડશે.
Depression over East Vidarbha and adj Telangana moved WNW and weakened into WML over central parts of Vidarbha and neighbourhood at 1730 IST of 2 Sept, 2024. Likely to move nearly NW across Vidarbha and adjoining west MP and weaken into a low pressure area during next 24 hrs pic.twitter.com/qD7hKBn5we
— India Meteorological Department (@Indiametdept) September 2, 2024
આ પણ વાંચો -UP: સરકારે રાજ્યના 2.44 લાખ કર્મચારીઓનો પગાર અટકાવ્યો, જાણો સમગ્ર મામલો
દિલ્હી-NCRમાં વરસાદ માટે યલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હી-NCRમાં વરસાદ માટે યલો એલર્ટ રહેશે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આકાશમાં ગાઢ ઘેરા વાદળો રહેશે અને પવન ફૂંકાઈ શકે છે. આજે પાટનગરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાઈ શકે છે.