Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી રાહુલ રાઠોડની ધરપકડ

Rajkot Arrest : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના એક આરોપી રાહુલ રાઠોડની ધરપકડ (Arrest) કરાઇ છે. રાહુલ રાઠોડ આજે સવારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો છે. રાહુલ રાઠોડ ગોંડલનો છે અને ઘટના બાદ તે અને તેનો પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો....
રાજકોટ trp ગેમઝોન અગ્નિકાંડના આરોપી રાહુલ રાઠોડની ધરપકડ

Rajkot Arrest : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના એક આરોપી રાહુલ રાઠોડની ધરપકડ (Arrest) કરાઇ છે. રાહુલ રાઠોડ આજે સવારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો છે. રાહુલ રાઠોડ ગોંડલનો છે અને ઘટના બાદ તે અને તેનો પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

Advertisement

2 આરોપીની ધરપકડ કરી

રાજકોટ શહેરના TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 33 લોકોના મોત થયા હતા. પોલીસે આ મામલે ધવલ ભરત ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીત રાઠોડ સહિતના શખ્સો સામે ગુનો નોંધ્યો હતો અને 2 આરોપીની ધરપકડ કરી હતી.

Advertisement

રાહુલ રાઠોડની ધરપકડ

દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે ઘટના બાદ ફરાર થયેલા એક આરોપી રાહુલ રાઠોડની ધરપકડ કરાઇ છે. રાહુલ રાઠોડ આજે વહેલી સવારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો હતો.

રાહુલ રાઠોડ ઘરે તાળા મારી ફરાર થયો હતો

રાહુલ રાઠોડ મુળ ગોંડલનો છે અને રવિવારે ગુજરાત ફર્સ્ટ ગોંડલ મહાદેવ વાડી શેરી નં-6માં આવેલ આરોપી રાહુલ રાઠોડના ઘેર પહોંચતા તેનું ઘર બંધ હતું અને મુખ્ય દરવાજા પર અલીગઢી તાળા જોવા મળ્યા હતા. માહિતી મુજબ, હત્યાકાંડની ઘટના બની તે રાતે રાહુલના ઘરે સ્થાનિક પોલીસ ગઈ હતી. પરંતુ, પોલીસ આવે તે પહેલા જ રાહુલ રાઠોડ ઘરે તાળા મારી ફરાર થયો હતો. હાલ પણ રાહુલના ઘરે તાળા છે અને આરોપી પોલીસ પકડથી દૂર છે.

Advertisement

યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ ગાઢ મિત્રો

મળેલી માહિતી મુજબ યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ ગાઢ મિત્રો છે. રાહુલ રાઠોડને પહેલાંથી જ વાહનોનું મોડિફિકેશન કરવાનો શોખ હતો. તે પોતે વેલ્ડિંગ કામ કરતો હતો. બીજી તરફ યુવરાજસિંહ સોલંકીને પણ મોંઘી અને મોડિફાઇ થયેલી બાઇક અને કાર ચલાવવાનો શોખ હતો. એટલે આગળ જતા બન્નેની મિત્રતા વધુ ગાઢ બની હતી.

આ પણ વાંચો---- રાજકોટ અગ્નિકાંડમાં IAS અને IPS અધિકારીનું કલાકો સુધી Interrogation

આ પણ વાંચો---- રાજકોટ TRP અગ્નિકાંડ મુદ્દે 6 અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચો---- Rajkot: વેપારીઓ બંધ પાળશે, બાર એસોશિયનના વકીલો કોર્ટ કાર્યવાહીથી રહેશે અળગા

આ પણ વાંચો---- Rajkot TRP Game Zone : અત્યાર સુધી શું થયું તે જાણો એક ક્લિક પર…!

Tags :
Advertisement

.