Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ ભવન ખાતે થયેલા ઘર્ષણ મુદ્દે શું કહ્યું રાહુલ ગાંધીએ...?

Rahul Gandhi : અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે થયેલા ઘર્ષણને લઇને વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ટ્વિટ કર્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે ભાજપ સરકારને ગુજરાતની જનતા પાઠ ભણાવશે. બીજી તરફ આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આગામી દિવસોમાં લડી...
કોંગ્રેસ ભવન ખાતે થયેલા ઘર્ષણ મુદ્દે શું કહ્યું રાહુલ ગાંધીએ

Rahul Gandhi : અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે થયેલા ઘર્ષણને લઇને વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ટ્વિટ કર્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે ભાજપ સરકારને ગુજરાતની જનતા પાઠ ભણાવશે. બીજી તરફ આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આગામી દિવસોમાં લડી લેવાના મૂડમાં છે. દિલ્હી હાઈકમાન્ડનું પ્રતિનિધિમંડળ આગામી દિવસોમાં ગુજરાત આવશે અને આગામી દિવસોમાં રાજ્યવ્યાપી કાર્યક્રમો પણ અપાશે.

Advertisement

ગઈકાલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ભારે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું

સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા “હિંદુ” અંગેની ટિપ્પણીને લઈ ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ, VHP અને બજરંગ દળના સભ્યો દ્વારા કોંગ્રેસ ઓફિસ બહાર ભારે વિરોધ દાખવવામાં આવ્યો હતો. ગઈકાલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ભારે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. બંને પક્ષના કાર્યકર્તાઓએ એક-બીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલે હવે કુલ 2 પોલીસ ફરિયાદ થઈ છે.

કોંગ્રેસ ભવન ખાતે થયેલા ઘર્ષણને લઈને રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું

Advertisement

બીજી તરફ કોંગ્રેસ ભવન ખાતે થયેલા ઘર્ષણને લઈને રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. અમદાવાદની સમગ્ર ઘટનાને લઈને સાંસદ રાહુલ ગાંધીએ આ ટ્વીટ કર્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ભાજપ સરકારને ગુજરાતની જનતા પાઠ ભણાવશે. તેમણે કહ્યું કે INDIA ગઠબંધન ગુજરાતમાં જીતશે. ભાજપ હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાતોને જાણતું નથી.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત મુલાકાતે આવશે

ઉપરાંત કોંગ્રેસ ભવન ખાતે થયેલા ઘર્ષણના દિલ્હીમાં પણ પડઘા પડ્યા છે. ગુજરાત કોંગ્રેસ આગામી દિવસોમાં લડી લેવાના મૂડમાં છે જ્યારે દિલ્હી હાઈકમાન્ડનું પ્રતિનિધિમંડળ ગુજરાત આવે તેવી શક્યતા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત મુલાકાતે આવશે. આ સાથે કોંગ્રેસ ભવન બહાર થયેલા દેખાવો અને ઘર્ષણનો અહેવાલ તૈયાર કરાશે તથા કોંગ્રેસ સાથે થયેલા અન્યાય મુદ્દે લડત આપવા રણનીતિ ઘડાશે. આગામી દિવસોમાં કોંગ્રેસ રાજ્યમાં અનેક કાર્યક્રમો કરાશે.

Advertisement

આ પણ વાંચો----- BJP-Congress : 5 લોકોની અટકાયત, કોંગ્રેસના જાણીતા નેતાઓ સહિત 250 સામે ફરિયાદ

Tags :
Advertisement

.