ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દાહોદમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે મોતની સવારી, જુઓ video

દાહોદ જિલ્લામાં વિદ્યાર્થીઓની મોતની સવારી વિદ્યાર્થીઓના મોતની સવારીનો વીડિયો વાયરલ ઝાલોદના વિધાર્થીઓનું ભવિષ્ય જોખમમાં બોલેરોની બહાર અને ગાડી પર બેસીને જતા વિદ્યાર્થીઓ એક તરફ તો ગુજરાત સરકાર શિક્ષણની મોટી મોટી વાતો કરે છે તો બીજી બાજુ તાજેતરમાં જ કેન્દ્રીય...
09:12 AM Jul 15, 2023 IST | Hiren Dave

એક તરફ તો ગુજરાત સરકાર શિક્ષણની મોટી મોટી વાતો કરે છે તો બીજી બાજુ તાજેતરમાં જ કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટમાં ગુજરાતને છેક સાતમી કેટેગરીમાં સ્થાન મળ્યું હતું. જેના પરથી સમજી શકાય છે કે ગુજરાતમાં શિક્ષણની કહેવાતી ડાહી ડાહી વાતો માત્ર વાતો જ છે. વાસ્તવિકતા ઘણી જ જુદી છે. તો, આ જ વાતનો સાક્ષી પૂરતો એક કિસ્સો દાહોદથી સામે આવ્યો છે. જેણે, ગુજરાતના અને ખાસ કરીને જિલ્લાના શિક્ષણ જગત સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

 

વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરતાં જોવા મળ્યા

વાત જાણે એમ છે કે દાહોદ જિલ્લાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં, શાળાએ જતાં વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરતાં જોવા મળી રહ્યા છે. વાયરલ થઈ રહેલો વિડીયો ઝાલોદ તાલુકાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે શાળાના લગભગ 35 જેટલા બાળકો એક જીપમાં મુસાફરી કરી રહ્યા છે. વિડિયોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ માત્ર જીપની અંદર નથી બેઠા પરંતુ જીપની પાછળ લટકેલા પણ અને જીપની છત પર પણ બેઠા છે તો અધૂરામાં પૂરું જીપના બોનેટ પર પણ વિદ્યાર્થીઓ બેસીને મુસાફરી કરી રહ્યા છે. જીપની અંદર પણ કેટલાંક મુસાફરોની સાથે શાળાના વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/07/WhatsApp-Video-2023-07-14-at-6.09.45-PM.mp4
આ પ્રકારની જોખમી મુસાફરી દરમિયાન અકસ્માત થાય

ત્યારે, આ વિડીયો જોઈએને એક સવાલ તો ચોક્કસ થાય કે જો ન કરે નારાયણ અને આ પ્રકારની જોખમી મુસાફરી દરમિયાન અકસ્માત થાય તો આ વિદ્યાર્થીઓનુ શું થાય અને જો કોઈ દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ? આપણે કોને આ પ્રકારની સ્થિતિને કારણે સર્જાયેલી દુર્ઘટના માટે જવાબદાર ઠેરવી શકીએ?

એક તરફ તો રાજય અને કેન્દ્ર સરકાર ભણશે ગુજરાતના મોટા મોટા સૂત્રો આપે તો બીજી તરફ દાહોદ જેવા વિસ્તારોમાં શાળાના વિદ્યાર્થીઓ આ રીતે જીવના જોખમે અભ્યાસ માટે જતા જોવા મળે છે. ત્યારે, શુ માનવુ? ભણશે ગુજરાત? કે પછી અકસ્માત થાય તો જીવ ગુમાવશે? તેવા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

આ પણ વાંચો-RAIN FORECAST :ક્યારથી શરૂ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ, હવામાન વિભાગે આપી માહિતી

Tags :
Dahoddeath ridestudentvideo went viralZalod
Next Article