જીત બાદ મિત્ર Donald ને ફોન કરતા PM Modi
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી
- મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખૂબ જ સારી વાતચીત થઈ
- અમે ટેકનોલોજી, સંરક્ષણ, ઉર્જા, અવકાશ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં સાથે કામ કરીશું
PM Modi calls Donald Trump : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી (PM Modi calls Donald Trump) છે. આ દરમિયાન પીએમ મોદીએ ટ્રમ્પને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપતા પીએમ મોદીએ લખ્યું, 'મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખૂબ જ સારી વાતચીત થઈ, તેમની મહાન જીત પર તેમને અભિનંદન. અમે ટેકનોલોજી, સંરક્ષણ, ઉર્જા, અવકાશ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ભારત-યુએસ સંબંધોને વધુ મજબૂત કરવા માટે ફરી એકવાર સાથે મળીને કામ કરવાની અપેક્ષા રાખીએ છીએ.
બંને નેતાઓએ વિશ્વ શાંતિ માટે સાથે મળીને કામ કરવાની વાત કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર બંને નેતાઓએ વિશ્વ શાંતિ માટે સાથે મળીને કામ કરવાની વાત કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આખી દુનિયા પીએમ મોદીને પ્રેમ કરે છે. તેમણે કહ્યું કે ભારત એક અદ્ભુત દેશ છે અને પીએમ મોદી એક અદ્ભુત વ્યક્તિ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે તેઓ તેમને અને ભારતને તેમના સાચા મિત્રો માને છે. તેમણે કહ્યું કે પીએમ મોદી પ્રથમ વિશ્વ નેતાઓમાંના એક હતા જેમની સાથે તેમણે તેમની જીત બાદ વાત કરી હતી.
આ પણ વાંચો----હવે કમલા નહીં....Usha ની વિશ્વભરમાં થઇ રહી છે ચર્ચા....
પીએમ મોદીએ ટ્રમ્પ સાથેની તસવીરો શેર કરી હતી
આ પહેલા પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તસવીરો શેર કરી હતી. પીએમ મોદીએ X પર લખ્યું હતું કે, મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને તેમની ઐતિહાસિક ચૂંટણી જીત પર હાર્દિક અભિનંદન. તમારા પાછલા કાર્યકાળની સફળતાઓને આધારે, હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સહકારને નવીકરણ કરવા આતુર છું. ચાલો આપણે આપણા લોકોના ભલા માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરીએ. મોદીએ આ પોસ્ટ સાથે ટ્રમ્પ સાથેની તેમની મુલાકાતની કેટલીક જૂની તસવીરો પણ શેર કરી છે. આવી જ એક તસવીરમાં તેઓ ટ્રમ્પને ગળે લગાવતા જોવા મળે છે અને બીજી તસવીરમાં બંને એકબીજાનો હાથ પકડીને હસતા જોવા મળે છે.
આ પણ વાંચો---Trump ના ખાસ ગણાતા કાશ પટેલ બની શકે CIA ચીફ