Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vande Bharat Train : 11 રાજ્યોને 9 વંદે ભારત એક્સપ્રેસની PM MODI એ આપી ગિફ્ટ 

આજે 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 11 રાજ્યોને 9 વંદે ભારત એક્સપ્રેસ ( Vande Bharat Express)  ગિફ્ટ કરીને મોટી ભેટ આપી હતી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આ નવ ટ્રેનો અગિયાર રાજ્યો...
01:22 PM Sep 24, 2023 IST | Vipul Pandya
આજે 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 11 રાજ્યોને 9 વંદે ભારત એક્સપ્રેસ ( Vande Bharat Express)  ગિફ્ટ કરીને મોટી ભેટ આપી હતી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આ નવ ટ્રેનો અગિયાર રાજ્યો રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતમાં કનેક્ટિવિટી વધારશે. આ વંદે ભારત ટ્રેનો તેમના ઓપરેશનલ રૂટ પર સૌથી ઝડપી ટ્રેન હશે અને મુસાફરોનો ઘણો સમય બચાવવામાં મદદ કરશે.
 નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશને નવ વંદે ભારત એક્સપ્રેસની ભેટ આપી
રવિવાર, 24 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશને નવ વંદે ભારત એક્સપ્રેસની ભેટ આપી હતી. આ વંદે ભારત એક્સપ્રેસ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, બિહાર, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતના વિવિધ રૂટ પરથી પસાર થશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.

તહેવારોની મોસમ પહેલા મોટી ભેટ
તહેવારોની સિઝનની શરૂઆત સાથે, દેશને નવ નવા વંદે ભારતની ભેટ આપવામાં આવી છે. આ ટ્રેનો 11 રાજ્યોમાંથી પસાર થશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેંગલુરુ અને હૈદરાબાદ વચ્ચેની કાચીગુડા-યસવંતપુર ટ્રેન સેવા સૌથી ઓછા મુસાફરી સમય સાથે બંને શહેરો વચ્ચેની સૌથી ઝડપી ટ્રેન હશે. તેવી જ રીતે, વિજયવાડા-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ રૂટ પરની ટ્રેન આ રૂટ પરની પ્રથમ અને સૌથી ઝડપી ટ્રેન હશે, એમ નિવેદનમાં જણાવાયું છે. દરમિયાન, પટના-હાવડા અને રાંચી-હાવડા રૂટ પર 25 વધારાની સુવિધાઓ હશે, જેમાં ટ્રેન લગભગ 6 કલાક અને 30 મિનિટમાં 535 કિમીનું અંતર કાપશે,
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો વર્ષ 2019માં મેક ઈન ઈન્ડિયા હેઠળ શરૂ કરવામાં આવી 
નોંધનીય છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો વર્ષ 2019માં મેક ઈન ઈન્ડિયા હેઠળ શરૂ કરવામાં આવી હતી. પીએમ મોદીએ તે જ વર્ષે 15 ફેબ્રુઆરીએ દિલ્હી અને વારાણસી વચ્ચે પ્રથમ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ભારતની પ્રથમ સ્વદેશી 'સેમી હાઈ સ્પીડ' ટ્રેનો છે, જે ચેન્નાઈ, તમિલનાડુમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ખાતે ઉત્પાદિત છે.
આ પણ વાંચો-----MANN KI BAAT કાર્યક્રમના 105 માં એપિસોડમાં PM મોદીએ CHANDRAYAAN-3, G20 સમિટ વિશે જાણો શું કહ્યું
Tags :
Narendra ModiPrime Minister Narendra ModiVande Bharat ExpressVande Bharat Train
Next Article