Chhattisgarh : PM MODI નો અણિયારો સવાલ..શું હિન્દુઓએ......?
બિહાર (BIHAR) માં નીતિશ સરકારે જાતિ ગણતરી (CAST calculation)ના આંકડા જાહેર કર્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પક્ષ અને વિપક્ષ વચ્ચે સામ સામે આરોપો કરાઇ રહ્યા છે ત્યારે છત્તીસગઢમાં યોજાયેલી જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI)એ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. વડાપ્રધાને જગદલપુરપમાં સભાને સંબોધિત કરતાં કહ્યું કે જો વસતીના આધારે અધિકારોની વાત કરાય તો શું સૌથી વધુ વસતી ધરાવતા હિન્દુઓએ આગળ આવી પોતાનો અધિકાર લેવો જોઇએ ?
કોંગ્રેસ હિંદુઓમાં ભાગલા પાડીને તેમને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે
પીએમ મોદીએ સવાલ કર્યો કે શું કોંગ્રેસ લઘુમતીઓના અધિકારો ઘટાડવા માંગે છે. જો વસતીના હિસાબે નક્કી કરવામાં આવે તો પહેલો અધિકાર કોનો રહેશે? પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ હિંદુઓમાં ભાગલા પાડીને તેમને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે.તેમણે કહ્યું કે મારા માટે ગરીબો સૌથી મોટી વસ્તી છે.મારા માટે ગરીબ સૌથી મોટી જાતિ છે.
મારા માટે ગરીબો સૌથી મોટી વસ્તી છે
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ કહે છે કે જેટલી વસતી એટલી વધારે અધિકાર. હું કહું છું કે આ દેશમાં જો કોઈ સૌથી મોટી વસ્તી છે તો તે ગરીબોની છે. તેથી મારા માટે ગરીબો સૌથી મોટી વસતી છે અને ગરીબોનું કલ્યાણ એ મારું લક્ષ્ય છે.કોંગ્રેસે લોકશાહીને સરમુખત્યારશાહીમાં અને લોકશાહીને પારિવારિક તાનાશાહીમાં ફેરવી નાખી છે.વડાપ્રધાને કહ્યું કે ભાજપની સરકાર બનતાની સાથે જ પીસીએસ કૌભાંડની તપાસ કરવામાં આવશે.ગુનેગાર ગમે તેટલો શક્તિશાળી હોય,મોદી તેને હંમેશા જેલમાં પૂરશે.દરેક યુવાનો અને સરકારી કર્મચારીને સંપૂર્ણ ન્યાય મળશે.
#WATCH | Chhattisgarh: At Bastar's Jagdalpur PM Modi says, "Since yesterday, Congress leaders are saying 'jitni aabadi utna haq'... I was wondering what the former Prime Minister Manmohan Singh would be thinking. He used to say that the minority has the first right to the… pic.twitter.com/m3KqCikIS4
— ANI (@ANI) October 3, 2023
કોંગ્રેસે યુવાનોની નોકરીમાં કૌભાંડ કર્યું
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના ભ્રષ્ટાચારનો સૌથી મોટો ભોગ આપણા યુવાનો છે. કોંગ્રેસે યુવાનોને નોકરી આપવાનું વચન આપ્યું હતું,પરંતુ યુવાનોને નોકરીમાં છેતર્યા હતા.કોંગ્રેસના નેતાઓએ તેમના બાળકો અને સંબંધીઓને પીસીએસની ભરતીમાં બેસાડી દીધા.તેમની પાર્ટી પોતાના બાળકોને રાજકારણમાં અને નોકરીમાં પણ બેસાડે છે.
પીએમ મોદીએ છત્તીસગઢને 27000 કરોડ રૂપિયાની ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢને 27000 કરોડ રૂપિયાની ભેટ આપી છે.અહીં તેમણે ભારતના સૌથી આધુનિક સ્ટીલ પ્લાન્ટમાંથી એકનું ઉદ્ઘાટન કર્યું.આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે વિકસિત ભારતનું સ્વપ્ન ત્યારે સાકાર થશે જ્યારે દરેક રાજ્ય,દરેક જિલ્લા અને દરેક ગામનો વિકાસ થશે.તેમણે કહ્યું કે અહીં ઉત્પાદિત સ્ટીલ ભારતના ઓટોમોબાઈલ,એન્જિનિયરિંગ અને ઝડપથી વિકસતા સંરક્ષણ ઉત્પાદનને નવી ઉર્જા આપવા જઈ રહ્યું છે.બસ્તરમાં બનેલું સ્ટીલ આપણી સેનાને મજબૂત બનાવશે અને સંરક્ષણ નિકાસમાં પણ ભારતનો મજબૂત પ્રભાવ રહેશે.
બિહારમાં જાતિની વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા
બિહારમાં સોમવારે જાતિ ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. SC, ST, OBCની કુલ વસ્તી 84 ટકા છે. તે જ સમયે,સામાન્ય શ્રેણીની વસ્તી 15.52 ટકા છે.તમને જણાવી દઈએ કે બિહારની કુલ વસ્તી 13 કરોડથી વધુ છે.જેમાં પછાત વર્ગ 27.13 ટકા,અત્યંત પછાત વર્ગ 36.01 ટકા અને સામાન્ય વર્ગ 15.52 ટકા છે. જો બિહારમાં જાતિના આધારે વાત કરીએ તો યાદવ સમુદાયની વસ્તી સૌથી વધુ 14.26 ટકા છે.
આ પણ વાંચો----આતંકીનો લવ જેહાદ : હિન્દુ યુવતીને ધર્માંતરણ કરાવી શાહનવાઝે કર્યા નિકાહ