Porbandar : પૈસાની જરૂર હોવાથી પ્રેમીએ પ્રેમિકા સાથે મળી બનાવ્યો એવો માસ્ટર પ્લાન, જાણી તમે પણ ચોંકી જશો!
- પોરબંદરમાં (Porbandar) પ્રેમીએ પ્રેમિકાનાં ઘરે જ કરી ચોરી
- બંધ મકાનમાં સોના-ચાંદીના દાગીનાની કરી હતી ચોરી
- પોલીસે 1.70 લાખનાં મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી
પોરબંદરનાં (Porbandar) લક્ષ્મીનગર સોસાયટીમાં રવિવારે બંધ મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. પરિવાર ફરવા માટે બહાર ગયો હતો તે દરમિયાન બંધ મકાનમાંથી સોના-ચાંદીનાં દાગીના અને રોકડ રકમ મળી કુલ 1,66,510 લાખનાં મુદ્દામાલની ચોરી થઇ હતી. આ ચોરીનો ભેદ પોરબંદર LCB એ ગણતરીની કલાકોમાં ઉકલ્યો હતો, જેમાં ફરિયાદી મહિલાની દીકરીનાં પ્રેમીએ ચોરી કરી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.
આ પણ વાંચો - Banaskantha : જૈન સાધ્વીજીની છેડતીનાં પ્રયાસનો મામલો, 24 કલાક પછી પણ આરોપીઓની નહીં મળી ભાળ
ભેદ ઉકેલવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી
પોરબંદરનાં (Porbandar) હાઉસિંગ બોર્ડ કોલોની નજીક આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા મહિલાનાં બંધ મકાનમાંથી સોના-ચાંદીનાં ઘરેણા અને રોકડ રકમ સહિત કુલ. રૂ.1.70 લાખની ચોરીની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા મળી હતી એલસીબીનાં ઇન્ચાર્જ PI આર.કે. કાંબરિયાની સૂચના અને રાહબરી હેઠળ LCB સ્ટાફની અલગ- અલગ ટીમો બનાવી લોકલ CCTV કેમેરા તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલનાં CCTV કેમેરા તથા હ્યુમન સોર્સિસ (Human Sources) મારફતે ગુનાનો ભેદ ઉકેલવા પ્રયત્નશીલ હતા. HC સલીમભાઇ પઠાણ તથા મુકેશભાઇ માવદિયા તથા PC દુલાભાઈ ઓડેદરાએ સંયુકત તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે એક શખ્સ સોનાની બંગડી વેચવા માટે નિકળ્યો છે. આથી, પોલીસે વોચ ગોઠવી અને ઉદય દિલીપ જેઠવા નામના શખ્સને શંકાના આધારે રોકી અને તલાશી લેતા તેની પાસેથી સોનાની 4 બંગડી, સોનાની ચેઇન, ચાંદીની લગડી નંગ -5 અને રોકડા રકમ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ પણ વાંચો - Gandhinagar : તાંત્રિકો-ભુવાઓ પર સકંજો કસવા તૈયારી, કડક સજાની જોગવાઈ સાથે સરકાર લાવશે બિલ!
પૈસા જરૂરિયાત હોવાથી પ્રેમીએ કરી પ્રેમિકાનાં ઘરમાં ચોરી
પોલીસે (Porbandar LCB) ઓરોપીની અટકાયત કરી પૂછપરછ કરતાં તેને રૂપિયાની જરૂરિયાત હોવાથી ફરિયાદીની દીકરી સાથે પ્રેમ હોય તેની સાથે મળી ઘરમાંથી ચોરી કરી હતી. પોતાની પ્રેમિકા (ફરિયાદીની દીકરી) સાથે મળી પ્લાન કરી ઘરમાં ચોરી કરવાનું નક્કી કર્યું હતું. ઘરે કોઇ હાજર ન હોય તે દરમિયાન પ્રેમિકા સાથે ઘરે જઇ દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ. 1.70 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ મામલે પોલીસે આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : કિશન ચૌહાણ, પોરબંદર
આ પણ વાંચો - Banaskantha : જૈન સાધ્વીજી સાથે છેડતીનાં પ્રયાસ મામલે ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા, કહ્યું- જરૂર પડશે તો..!