Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pooja Khedkar : દિકરી એક નંબરી, માતા 10 નંબરી, પૂજા ખેડકરની માતાનો વીડિયો વાયરલ

Pooja Khedkar : દિકરી એક નંબરી તો માતા 10 નંબરી, જીહા આ વાત પૂજા ખેડકરની માતા પર ઠીક બેસે છે. અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે મહારાષ્ટ્ર કેડરની ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર વિવાદ (Controversy) માં આવી છે. કહેવાય છે...
05:58 PM Jul 12, 2024 IST | Hardik Shah
Pooja Khedkars Mother Viral Video

Pooja Khedkar : દિકરી એક નંબરી તો માતા 10 નંબરી, જીહા આ વાત પૂજા ખેડકરની માતા પર ઠીક બેસે છે. અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે મહારાષ્ટ્ર કેડરની ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર વિવાદ (Controversy) માં આવી છે. કહેવાય છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે. પૂજા ખેડકરના વિવાદ વચ્ચે તાજેતરમાં તેમની માતાનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે પૂજાની અને તેમની માતાની મુસિબત વધારી શકે છે.

હાથમાં પિસ્તોલ લઇને દંબગાઈ કરતી મનોરમ ખેડકર

મહારાષ્ટ્રની ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર હાલમાં તેના વિવાદોને કારણે હેડલાઇન્સમાં છે. તેની ઓડીમાં લાલ બત્તી અને VIP નંબર પ્લેટની માંગણીને કારણે તેની પુણેથી વાશિમ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. પૂજા ખેડકરની મુસીબતો હજુ શમી નહોતી ત્યારે IAS ઓફિસ પૂજા ખેડકરના પરિવારને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. તેની માતા મનોરમ ખેડકરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હાથમાં પિસ્તોલ લઈને દબંગાઈ કરતી જોવા મળી રહી છે. તેમની માતા મનોરમા ખેડકર અહેમદનગર જિલ્લાના ભાલગાંવ ગામના સરપંચ છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂજાના પિતા દિલીપ ખેડકરે પુણેના મૂળશીમાં 25 એકર જમીન ખરીદી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મનોરમા ખેડકર હાથમાં પિસ્તોલ લઈને ખેડૂતને ધમકાવતી જોવા મળી રહી છે.

મહિલા હાથમાં પિસ્તોલ લઈને ખેડૂતોને ધમકાવી રહી હતી

પૂજાની માતા મનોરમા ખેડકર ફોર્ચ્યુનરમાં સ્થળ પર પહોંચી હતી અને બાઉન્સર પણ તેની સાથે હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, તે મરાઠી ભાષામાં વાત કરી રહી હતી. દબંગ મહિલાએ ખેડૂતને ધમકી આપી અને કહ્યું કે જો તે ગેટમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે, તો તે તેને જેલમાં ધકેલી દેશે. આ દરમિયાન બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી. આરોપ છે કે ખેડકર પરિવાર પડોશી ખેડૂતોની જમીન હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે ખેડૂતોએ મનોરમા ખેડકરનો વિરોધ કર્યો તો તેમના બાઉન્સરોએ તેમના પર હુમલો કર્યો. દબંગ મહિલા પણ વારંવાર પિસ્તોલ બતાવી રહી હતી. પીડિતોએ આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ તેમની વાત સાંભળવામાં આવી ન હતી. જોકે આ મામલો બે મહિના જુનો છે પરંતુ હવે વીડિયો સામે આવ્યા બાદ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

શું છે IAS પૂજા ખેડકરનો આખો મામલો?

પૂજા ખેડકરે વર્ષ 2019માં જનરલ કેટેગરી હેઠળ UPSC સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી, જેમાં ઓછા માર્કસને કારણે તે IASની પોસ્ટ માટે પસંદ થઈ શકી ન હતી. તેમણે ફરી વિકલાંગ કેટેગરીમાં યુપીએસસીની પરીક્ષા આપી, જેમાં તેને સફળતા મળી, પરંતુ તેમને ફેબ્રુઆરી 2022 સુધી નિમણૂક પત્ર આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ પ્રતિબંધ પછી તેમણે કોર્ટમાં કેસ દાખલ કર્યો અને દાવો કર્યો કે તે દૃષ્ટિહીન અને માનસિક રીતે બીમાર છે. આ પછી, કોર્ટે સપ્ટેમ્બર 2022 વચ્ચે ચાર વખત તેમની તબીબી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. વર્ષ 2023 માં, તે આખરે ડિસેબિલિટી રાઈટ્સ એક્ટ 2016 હેઠળ કોર્ટમાં તેની વિકલાંગતા સાબિત કરીને નિમણૂક પત્ર મેળવવામાં સફળ રહ્યા હતા. પૂજાએ UPSC પરીક્ષા ઓલ ઈન્ડિયા રેન્કમાં 841મું સ્થાન મેળવ્યું હતું.

આ પણ વાંચો - ‘ગરીબ’ IAS Pooja Khedkar ની સંપત્તિ જાણી ચોંકી જશો….

આ પણ વાંચો - Controversy : IAS ઓફિસર પૂજા ખેડકર કોણ છે ? જેના નખરાં….

Tags :
Gujarat FirstHardik ShahIAS officer Pooja KhedkarIAS officer Puja KhedkarPooja KhedkarPooja Khedkar's MotherPuja KhedkarPuja Khedkar's Mother
Next Article