Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકીય હુંસાતુંસીમાં ફસાય છે ખોડલધામ: જયેશ રાદડિયા અને નરેશ પટેલ સામસામે

Rajkot: ખોડલધામના ચેરમેન (Khodaldham Chairman) નરેશ પટેલ (Naresh Patel)ના જન્મ દિવસને લઈને આજે ખોડલધાન રાજકોટ (Rajkot)ખાતે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ દરમિયાન નરેશ પટેલ (Naresh Patel)એ જયેશ રાદડિયા (Jayesh Radadiya)ને ધારદાર જવાબ આપ્યો છે. નરેશ પટેલ (Naresh Patel)એ...
રાજકીય હુંસાતુંસીમાં ફસાય છે ખોડલધામ  જયેશ રાદડિયા અને નરેશ પટેલ સામસામે

Rajkot: ખોડલધામના ચેરમેન (Khodaldham Chairman) નરેશ પટેલ (Naresh Patel)ના જન્મ દિવસને લઈને આજે ખોડલધાન રાજકોટ (Rajkot)ખાતે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ દરમિયાન નરેશ પટેલ (Naresh Patel)એ જયેશ રાદડિયા (Jayesh Radadiya)ને ધારદાર જવાબ આપ્યો છે. નરેશ પટેલ (Naresh Patel)એ નિવેદન આપતા કહ્યું કે,એક પત્રિકા દ્વારા સવા મહિના પછી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે.’ તેમણે કહ્યું કે, ‘વાસ્તવામાં આ મુદ્દો મૂળ સવા મહિના જૂનો છે. એક પત્રિકામાં આ જે પ્રેસનોટ બહાર પાડવામાં આવી છે. તેમાં ક્યાકને ક્યાક રાજકિય રીતે ખોડલધાન (Khodaldham) ડિસ્ટર્બ થાય તેવું મને લાગી રહ્યું છે.’

Advertisement

ક્યાકને ક્યાક અમને ટાર્ગેટ કરવામાં આવે છે

નરેશ પટેલે વધુમાં કહ્યું કે, ‘જ્યારે પાટિદાર સમાજની વાત આવે ત્યારે, આમાં પણ ઘણાં બધા આગેવાનો છે જે ઘણું બધુ કામ કરી રહ્યા છે. આ લોકો રાજકીય અને સામાજિક એમ બન્ને રીતે કામ કરી રહ્યા છે. પાટિદાર સમાજ એક એવો સમાજ છે જે દરેક સમાજને સાથે લઈને ચાલનારો સમાજ છે. બીજા સમાજના સારા નેતા જે સમાજનું હિત જોઈને કામ કરે છે, તેમાં પાટિદાર સમાજ અમે ખુશ હોઈએ છીએ. પરંતુ આજની પરિસ્થિત સૌ કોઈ જાણે છે, જો રાજકીય રીતે અમે એક્ટિવ ના રહીએ તો સમાજના કામ પણ ના થાય!ક્યાકને ક્યાક અમને ટાર્ગેટ કરવામાં આવે છે.’

જાણો શું કહ્યું હતું જયેશ રાદડિયાએ...

નોંધનીય છે કે, થોડા સમય પહેલા જયેશ રાદડિયાએ એવું નિવેદન આપ્યું હતું કે, રાજકીય બાબતોમાં સામાજિક સંસ્થાઓએ ના આવવું જોઈએ.તેમણે ખાસ કરીને એવું કહ્યું હતું કે, સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ના આવવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘રાજકારણમાં સામાજિક સંસ્થાઓએ ઝંપલાવું ના જોઈએ. અને જો જો સમાજમાં રાજકારણ કરવું હોય તો પછી રાજકારણમાં આવી જવું જોઈએ.’ ઉલ્લેખનીય છે કે, જયેશ રાદડિયાએ સામાજિક સંસ્થાઓના વડાઓને અનુલક્ષીને આ વાત કરી હતી.

Advertisement

આ પણ વાંચો: Bhavnagar: એએએ…ગઈ! જોત જોતામાં નદીનો તેજ પ્રવાહ કારને તાણી ગયો

આ પણ વાંચો: Ahmedabad: કાચાપોચા હ્રદયના લોકો રહેજો દૂર! વાંદરાએ એક બાળકીને ચૂંથી નાખી

આ પણ વાંચો: Surat: એસટી બસે રાહદારીને લીધો અડફેટે, યુવકનું ઘટના સ્થળે જ મોત

Advertisement
Tags :
Advertisement

.