Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

World Cup પહેલા પાકિસ્તાની કેપ્ટન Babar Azam પર પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી, જાણો સમગ્ર મામલો

Babar Azam : પાકિસ્તાન ક્રિકેટ ટીમ લગભગ 7 વર્ષ બાદ કેપ્ટન બાબર આઝમના નેતૃત્વમાં વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા ભારત આવી રહી છે. છેલ્લી વખત પાકિસ્તાન ભારતની ધરતી પર 2016 T20 વર્લ્ડ કપમાં રમતું જોવા મળ્યું હતું. 2023 માં ફરી...
08:43 AM Sep 26, 2023 IST | Hardik Shah

Babar Azam : પાકિસ્તાન ક્રિકેટ ટીમ લગભગ 7 વર્ષ બાદ કેપ્ટન બાબર આઝમના નેતૃત્વમાં વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા ભારત આવી રહી છે. છેલ્લી વખત પાકિસ્તાન ભારતની ધરતી પર 2016 T20 વર્લ્ડ કપમાં રમતું જોવા મળ્યું હતું. 2023 માં ફરી એકવાર, ભારત અને પાકિસ્તાન (IND vs PAK) ની ટીમો એકબીજા સામે ટકરાશે. પરંતુ આ પહેલા બાબર આઝમે એક ઘટનાને અંજામ આપ્યો છે. જેના કારણે પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી પડી હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર કેપ્ટન સાહેબની ખૂબ ટીકા થઈ રહી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?

બાબાર આઝમને પોલીસે ઇશ્યું કર્યું ચલણ

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ છેલ્લા ચાર મહિનામાં બીજી વખત પોલીસના હાથે ઝડપાયો છે. મળતી માહિતી અનુસાર બાબર આઝમે ફરી એકવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન ટ્રાફિક પોલીસે બાબરને પકડીને ચલણ જારી કર્યું, જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બાબરને ઓવર સ્પીડિંગ માટે ચલણ જારી કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાબરે લાહોરમાં ઓડી કારમાં હાઈવે પર ઓવર સ્પીડ કરી હતી. જોકે, વર્લ્ડ કપ 2023 માટે ભારત આવતા પહેલા બાબરે તેની કારનું ચલણ રદ કરાવવું પડ્યું હતું. વાસ્તવમાં બાબરને નેશનલ હાઈવે અને મોટરવે પોલીસ દ્વારા ઓવર સ્પીડિંગના ગુનામાં પકડવામાં આવ્યો છે અને તેનું ચલણ પણ ઈશ્યુ કરવામાં આવ્યું છે. બાબરનો પોલીસકર્મી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઓવર સ્પીડના કારણે પોલીસે ચલણ જારી કર્યું

ચાર મહિનામાં બીજી વખત બાબર પોલીસના હાથે ઝડપાયો છે. મે મહિનામાં, બાબરને લાહોર પોલીસે અટકાવ્યો હતો કારણ કે તેની કારની નંબર પ્લેટ નાની હતી. ત્યારબાદ અધિકારીએ બાબરને નંબર પ્લેટની સાઈઝ સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવવા કહ્યું. આ પછી અધિકારીએ બાબર સાથે સેલ્ફી પણ લીધી, જે વાયરલ થઈ. જો કે ત્યાર બાદ બાબરે સોશિયલ મીડિયા પર આ મામલે પોતાનો ખુલાસો રજૂ કર્યો હતો. પાકિસ્તાન મીડિયા અનુસાર, બાબર આઝમે તેની સફેદ ઓડી કારમાં હાઇવે પર ઓવર સ્પીડ કરી હતી, જેના કારણે પોલીસે તેનું ચલણ જારી કર્યું છે. સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાબર તેની ઓડી કાર અને એક પોલીસકર્મી સાથે જોવા મળી રહ્યો છે. જોકે બાબરનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

યુઝર્સ પોતપોતાની શૈલીમાં પ્રતિક્રિયા આપી

બાબરને પોલીસના હાથે પકડવા અંગે યુઝર્સ પોતપોતાની શૈલીમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "બાબર આઝમ ઔર ચલણ - લવ સ્ટોર ચાલુ છે." બીજાએ કહ્યું, "એવું લાગે છે કે બાબર વર્લ્ડ કપ 2023માં રમવા માટે તેની કારમાં અટારી-વાઘા બોર્ડર પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો." જણાવી દઈએ કે ICC ODI ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. પાકિસ્તાન તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે રમવાનું છે.

આ પણ વાંચો - World Cup પહેલા આવ્યું મોટું અપડેટ, પાકિસ્તાનની મેચમાં દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Babar AzamCricket NewsLegal ActionOver SpeedingPakistan Cricket TeamPakistan CricketerSocial Mediaworld cup 2023
Next Article