Deepika Patel Suicide Case:ચિરાગ સોલંકીનો ચોંકાવનારો ખુલાસો
- સુરતમાં ભાજપ નેતાના આપઘાતના કેસમાં તપાસ તેજ
- ચિરાગ સોલંકીની ત્રણ કલાક સુધી કરાઇ પૂછપરછ
- કોર્પોરેટર ચિરાગની વીડિયોગ્રાફી સાથે કરાઇ પૂછતાછ
- ચિરાગ સોલંકીના નિવેદનનું કરાયું ક્રોસ વેરિફિકેશન
- આપઘાતના ચાર દિવસ બાદ પણ કોઇ પુરાવા હાથ નથી લાગ્યા
- પરિવાર અને બાળકોએ પણ કોઇ ખાસ માહિતી નથી આપી
- શરૂઆતથી ચિરાગ સોલંકી પર છે શંકાની સોઇ
- ચિરાગના બેંક સ્ટેટમેન્ટ પણ તપાસ્યા હોવાની માહિતી
- સમગ્ર મામલે પોલીસ કરી રહી છે તપાસ
Deepika Patel Suicide Case : સુરતમાં (Surat) BJP મહિલા મોરચા વોર્ડ પ્રમુખ દીપિકા પટેલ આપઘાત કેસમાં (Dipika Patel Suicide Case) ચોંકાવનારા ખુલાસો થયો છે. આ કેસમાં કોર્પોરેટર ચિરાગ સોલંકીની પોલીસે ત્રણ કલાક સુધી પુછપરછ કરી હતી જેમાં ચિરાગ સોલંકીના નિવેદનનું ક્રોસ વેરિફીકેશન કરાયુ હતું. પોલીસ તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે ઘટના સમયે ચિરાગ ઉતાવળમાં દીપિકાના ઘરે ગયો હતો અને પાડોશીએ પૂછતા દીપિકાને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવ્યું હતું પરંતુ અત્યાર સુધીના નિવેદનમાં હાર્ટ એટેકનો ક્યાંય ઉલ્લેખ જ નથી.
પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી
સુરતમાં (Surat) BJP મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકા પટેલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. દીપિકા પટેલની આત્મહત્યાનું (Dipika Patel Suicide Case) કારણ હાલ પણ અકબંધ છે, પરંતુ પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. દીપિકાનાં નજીકના સંબંધીઓએ હત્યાનો આક્ષેપ કર્યો છે અને કોર્પોરેટર ચિરાગ સોલંકી (Chirag Solanki) સામે ગંભીર આરોપ લગાવ્યા છે. જ્યારે, આત્મહત્યા કરતા પહેલા દીપિકાએ છેલ્લો ફોન ચિરાગને કર્યો હોવાનું અને ઘટના દરમિયાન ચિરાગ સોલંકીને મૃતક દીપિકા પટેલનાં ઘરે જતાંનાં CCTV ફૂટેજ સામે આવતા પોલીસે ચિરાગ સોલંકી સામે તપાસ તેજ કરી તેની પૂછપરછ આદરી હતી.
ચિરાગ સોલંકીની વિડિયોગ્રાફી સાથે ત્રણ કલાક પૂછપરછ
દરમિયાન પોલીસે ચિરાગ સોલંકીની વિડિયોગ્રાફી સાથે ત્રણ કલાક પૂછપરછ કરાઈ હતી અને ચિરાગ સોલંકીના નિવેદનનું ક્રોસ વેરીફીકેશન કરાયું હતું. જો કે પરિવાર અને બાળકોએ પણ પૂછપરછમાં ચિરાગ વિશે કોઈ ખાસ વાત જણાવી નથી અને તેથી ચાર દિવસ બાદ પણ પોલીસને આત્મહત્યા પાછળ કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી.
આ પણ વાંચો---Dipika Patel Suicide : કોર્પોરેટર ચિરાગ સોલંકી સામેની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા!
દીપિકાને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવ્યું
દીપિકાના ઘરના બાળકો પણ ચિરાગને મામાં કહી બોલાવતા હતા. પોલીસ તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે ઘટના સમયે ચિરાગ ઉતાવળમાં દીપિકાના ઘરે ગયો હતો અને પાડોશીએ પૂછતા દીપિકાને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવ્યું હતું પરંતુ અત્યાર સુધીના નિવેદનમાં હાર્ટ એટેકનો ક્યાંય ઉલ્લેખ જ નથી.
ચિરાગે હાથમાં ગ્લોવ્ઝ પહેર્યા હોવાની વાત ખટોદરા પી આઈ એ નકારી
જો કે ચિરાગે હાથમાં ગ્લોવ્ઝ પહેર્યા હોવાની વાત ખટોદરા પી આઈ એ નકારી હતી અને કહ્યું કે સીસીટીવીમાં સ્પોટને કારણે ગ્લોવ્ઝ જેવું દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે આ કેસમાં શરુઆતથી જ શંકાની સોય ચિરાગ સોલંકી પર તકાઇ છે અને તે દિશામાં હાલ પોલીસ તપાસ પણ ચાલુ છે. પોલીસે ચિરાગના બેંક સ્ટેટમેન્ટ પણ તપાસ્યા છે. ઉલ્લેખનિય છે કે અલથાણ વોર્ડ નં-30માં ભાજપની મહિલા મોરચાની પ્રમુખ દિપીકા પટેલે આત્મહત્યા કરી લેવાના પ્રકરણમાં પોલીસ તપાસ દિપીકા પટેલના નજીકના મનાતા અને સચીન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે શંકાની સોંય તાકવા સાથે તેની સઘન પૂછપરછ કરી હતી. DCP વિજયસિંહ ગુર્જર પણ આ કેસમાં તપાસ કરી રહ્યા છે ત્યારે કોલ ડીટેઈલ રેકોર્ડમાં દિપીકા પટેલ પ્રતિદિવસ ચિરાગ સોલંકી સાથે સતત સંપર્કમાં રહેતી હોવાની વિગતો સામે આવી છે.
આ પણ વાંચો---Dipika Patel Suicide : કોર્પોરેટર ચિરાગ સોલંકીની કલાકો સુધી પૂછપરછ, ચોંકાવનારા ખુલાસા થવાની વકી