Gujarat ના રાજકારણ માટે કોળી સમાજનું સૌથી મોટું અલ્ટીમેટમ
- દીપિકા પટેલે ભીમરાડ કોળી સમાજમાંથી આવતી હતી
- તેઓને રાજનીતિથી દૂર રહેવાનું આહ્વાન કરવામાં આવ્યું છે
- સમાજની મહિલાઓનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો
Deepika Patel Suicide Case : રાજ્યમાં ભાજપ નેતા દીપિકા પટેલના આપઘાત પછી અનેક રાનૈતિક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જોકે દીપિકા પટેલના આપઘાતમાં બે આરોપીઓના નામે સામે આવ્યા હતા. કારણ કે... આ બંને વ્યક્તિઓ સાથે દીપિકા પટેલ લાંબાગાળાથી સંબંધામાં હતી. તે ઉપરાંત દીપિકા સોલંકીએ આત્મહત્યા કરતા પહેલા લાસ્ટ કોલ કોર્પોરેટર ચિરાગ સોલંકીને કર્યો હતો. તે ઉપરાંત ચિરાગ સોલંકી સાથે દીપિકા પટેલાના પતિના પણ ખાસ સંબંધો હતા. પરંતુ તાજેતરમાં જ ચિરાગ સોલંકીની પોલીસ દ્વારા વીડિયોગ્રાફીમાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
દીપિકા પટેલે ભીમરાડ કોળી સમાજમાંથી આવતી હતી
તો બીજી તરફ સુરતમાં મહિલાઓએ રાજનીતિ અને મહિલાઓને લઈ એક મોટો નિર્ણય કર્યો છે. જોકે ભાજપ નેતા દીપિકા પટેલે સુરતમાં આવેલા ભીમરાડ કોળી સમાજમાંથી આવતી હતી. ત્યારે દીપિકા પટેલ સાથે અગમ્ય ઘટના બની હતી, તેને જોઈને તુરંત ભીમરાડ કોળી સમાજના આગેવાનો દ્વારા એક ખાસ બેઠક તૈયાર કરવામાં આવી હતી. આ બેઠકમાં કોળી સમાજના મહિલાઓ અને મહિલા આગેવાનો પણ હાજર હતી. ત્યારે આ બેઠકમાં મહિલાઓ માટે એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Khyati Hospital મામલે અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ આવી સામે
તેઓને રાજનીતિથી દૂર રહેવાનું આહ્વાન કરવામાં આવ્યું છે
તો ભીમરાડ કોળી સમાજની મહિલાઓ અને અગ્રણીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, દીપિકા પટેલ સાથે જે કરુણ ઘટના બની છે, તે ઘટના અન્ય કોઈ કોળી સમાજની મા, બહેન, દીકરી કે બહેન સાથે ના બને, તે માટે તેઓને રાજનીતિથી દૂર રહેવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. તેથી એવું કહી શકાય કે, ભીમરાડ કોળી સમાજની મહિલાઓ આગામી સમયમાં રાજનીતિમાં ભાગ લેતી જોવા મળશે નહીં.
સમાજની મહિલાઓનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો
તે ઉપરાંત સુરતમાં ભીમરાડ કોળી સમાજને ગામના લોકો દ્વારા પણ સહકાર આપવામાં આવ્યો છે. અને ગામ લોકો દ્વારા આ નિર્ણયને સમર્થન આપવામાં આવ્યું છે. કારણ કે... તમામ લોકોનું માનવું અને કહેવું છે કે, રાજકારણમાં ભીમરાડ કોળી સમાજની મહિલાઓનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: તાંત્રિકના મોતના ચક્રવ્યૂહમાંથી પોલીસે આ રીતે ઉદ્યોગપતિને હેમખેમ બચાવ્યો