પોલીસે જ પોલીસ વિરૂદ્ધ કેમ ફરિયાદ નોંધી ? Advocate પણ આરોપી બન્યો
Advocate : સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈએ એક વકીલને લાત મારવાનો ચકચારી મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. આ મામલે 3લાખનો દંડ ફટકારવા સુધી ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) પહોંચી ગઈ હતી. જો કે, બાદમાં કસૂરવાર પોલીસ ઇન્સ્પેક્ટર અને ફરિયાદીવકીલ વચ્ચે સમાધાન થતાં હાઇકોર્ટે રાહત આપી દોઢ લાખનું દાન કરવા આદેશ કર્યો હતો. આ ઘટના બાદ સુરત શહેર પોલીસ (Surat City Police)માં સોંપો પડી ગયો છે. આ જ અરસામાં સુરત પોલીસે એક પોલીસ ઈન્સ્પેક્ટર સામે વકીલની ફરિયાદ નોંધી દેતા મામલો ગરમાયો હતો. PI અને Advocate વચ્ચે મામલાને લઈને થયો હતો ઝઘડો. વાંચો આ અહેવાલ...
મધરાતે બબાલ, વહેલી પરોઢે PI સામે FIR
સુરતમાં ત્રણેક વર્ષથી પ્રેકટીસ કરી રહેલા Advocate નરેન્દ્રભાઇ સોરઠીયાએ સરથાણા પોલીસ સ્ટેશન (Sarthana Police Station) ખાતેપીઆઈ અને તેમના સ્ટાફ સામે ફરિયાદ નોંધાવી છે. પીઆઈ મકવાણા અને સ્ટાફે ગાળો આપી માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદમાં જણાવ્યાનુસાર મિત્ર યોગેશ મુજપરાના કહેવાથી સાયબર ક્રાઈમના કેસમાં અમદાવાદથી પોલીસ આવી હોવાથી કેસ લીધો હતો. આથી રાત્રિના અગિયારેક વાગે નરેન્દ્ર સોરઠીયા અને યોગેશ મુજપરા સરથાણા જકાતનાકા પાસે ટાઈમ શોપર્સ બિલ્ડીંગમાં પહોંચતા ત્યાં હાજર અશોક સવાણી મળ્યા હતા. અશોક સવાણીએ કહ્યું કે, મારા પુત્ર દિવ્યેશને બેસાડી દીધોછે. પોલીસ અમને શેનો કેસ છે તે જવાબ આપતી નથી. આથી વકીલ સોરઠીયા ઓફિસમાં પહોંચ્યા હતા. દિવ્યેશ એટલું બોલતાની સાથે જ એક વ્યક્તિએ ઉભા થઈનેવકીલનો હાથ પકડી બહાર કાઢી મુક્યા હતા. બીજા ત્રણેક જણાએ યોગેશને ધક્કો માર્યો હતો અને બોલાચાલી થતાં ગાળો બોલી ઢીક્કો મારી ધક્કો માર્યો હતો. 100 નંબરપર ફોન કરતા સ્થાનિક પોલીસ આવતા ખબર પડી હતી કે, કાર્યવાહી કરી કરેલા વ્યક્તિ પીઆઈ મકવાણા અને તેમનો સ્ટાફ છે.પીઆઈને ફરિયાદ થયાની સવારે ખબર પડીસાયબર ક્રાઈમ (Cyber Crime) ના કેસમાં સર્ચ અને પંચનામાની આખી રાત કાર્યવાહી કરનારા પીઆઈ પી. એચ. મકવાણાને સવારે ખબર પડી હતી કે,તેમની સામે પોલીસ ફરિયાદ થઈ છે. સવાર પડતાની સાથે જ પીઆઈ મકવાણા સામે Advocate એ નોંધાવેલી સોશીયલ મીડિયામાં ફરિયાદ વાયરલ(Viral FIR) થઈ ગઈ હતી. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો -6 કરોડ સટ્ટામાં હાર્યો Honey Trap કેસનો આરોપી, તોડનો હિસાબ FIR માં
પીઆઈએ વકીલ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાવ્યો
અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Cyber Crime Police Station Ahmedabad) માં CBI ના નામે ડરાવી 79.34 લાખરૂપિયાથી વધુ રકમની છેતરપિંડી કરવાના કેસમાં પોલીસ ઈન્સ્પેક્ટર પી. એચ. મકવાણા (P H Makwana PI) ટીમ સાથે તપાસમાં નીકળ્યા હતા. લાખોરૂપિયાની ઑનલાઈન છેતરપિંડી આચરવા માટે જે બેંક એકાઉન્ટ વપરાયા હતા તેની છેડો સુરત શહેરમાં નીકળ્યો હતો. જેના આધારે ગત 19 તારીખે સુરતના સરથાણાજકાત નાકા પાસે આવેલા ટાઈમ શોપર્સ નામના કોમ્પેલક્ષમાં આવેલી ઓફિસમાંથી રવિ સવાણી, સુમિત મોરડીયા અને પિયુષ માલવીયા આરોપીઓને ઝડપી સર્ચ કરીરહ્યાં હતા. સર્ચમાં 266 સીમ કાર્ડ, 24 ATM, જુદીજુદી બેંકની 18 પાસબુક, 69 ચેકબુક, 47 છુટા ચેક અને 10,25,500 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પંચનામાનીકાર્યવાહી ચાલતી હતી તે વખતે બે અજાણ્યા શખ્સો ઓફિસમાં ઘૂસી ગયા હતા અને પીઆઈ મકવાણાને ખાનગીમાં મળવા દબાણ કરી રહ્યાં હતા. પીઆઈ મકવાણાએ નાપાડતા અમે વકીલ છીએ અમારી સાથે વાત કરવા કેમ માગતા નથી તેમ કહી ઉગ્ર દલીલો કરી હતી. બે પૈકી કોઈ એક વ્યક્તિએ 100 નંબર પર ફોન કરતા સરથાણાપોલીસ સ્થળ પર આવી તપાસ કરીને ચાલી ગઈ હતી. આરોપીની બીજી ઓફિસ નજીકમાં રોયલ આર્કેડમાં આવી હોવાથી પંચનામું કરવા મધરાત બાદ 2.15 થી 2.45કલાકે પહોંચતા એકઠાં થયેલા ટોળાએ Advocate ને કોણે માર્યો - ગાળો આપી તેવા આરોપ લગાવી સરકાર કામમાં રૂકાવટ કરી હતી. જેના પગલે નરેન્દ્રસોરઠીયા, યોગેશ મુંજપુરા સહિતના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો -બિલ્ડર કમ નેતાના પુત્રના Honey Trap કેસમાં મોબાઈલ ફોન ગાયબ થયો ?
સરથાણા પોલીસ કેમ ચર્ચામાં આવી છે ?
સરથાણા પોલીસે એક પીઆઈ અને તેમના સ્ટાફ સાથે નોંધેલી ફરિયાદ બાદ ચર્ચાના ચગડોળે ચઢી છે. પીઆઈ સામે ફરિયાદ નોંધાતા તેમણે પણ કાનૂની કાર્યવાહી (Legal Action) કરવાનો નિર્ણય લીધો હતો અને વકીલ નરેન્દ્ર સોરઠીયા (Advocate Narendra Sorathiya) મુજપરા સહિતનાટોળા સામે ફરિયાદ આપી હતી. સમગ્ર મામલામાં સરથાણા પોલીસ અને અધિકારીની ભૂમિકા ચર્ચામાં છે. એક વકીલ અને તેના સાથીઓના દબાણમાં આવી ગણતરીનાસમયમાં જ પોલીસ સામે ફરિયાદ નોંધવાની ઘટનાને લઈને તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ છે. સ્થાનિક રાજકીય નેતાના માણસો હોવાની વાતને લઈને પોલીસદબાણમાં આવી હતી કે શું. પીઆઈ સામે ફરિયાદ ફાડ્યા બાદ તેમને સરથાણા પોલીસે નામ માત્રની પણ જાણ કરી ન હતી.