Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Narendra Modi : આવતીકાલે પીએમ મોદી વારાણસીની મુલાકાતે, આપશે કરોડોની ભેટ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની (Varanasi) બે દિવસની મુલાકાતે છે. અહીં, તેઓ 18 કલાકમાં 60 કિલોમીટરથી વધુની સડક યાત્રા કરશે. વારાણસી પહોંચ્યા બાદ પીએમ મોદી આવતીકાલે રોડ માર્ગે BHU અને સીરગોવર્ધનના કાર્યક્રમોમાં હાજરી આપશે....
pm narendra modi   આવતીકાલે પીએમ મોદી વારાણસીની મુલાકાતે  આપશે કરોડોની ભેટ  જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની (Varanasi) બે દિવસની મુલાકાતે છે. અહીં, તેઓ 18 કલાકમાં 60 કિલોમીટરથી વધુની સડક યાત્રા કરશે. વારાણસી પહોંચ્યા બાદ પીએમ મોદી આવતીકાલે રોડ માર્ગે BHU અને સીરગોવર્ધનના કાર્યક્રમોમાં હાજરી આપશે. તે જ સમયે, વડાપ્રધાન કરખિયાંવ ખાતે જાહેર સભા સ્થળ સુધી પહોંચવા માટે હવાઈ અને માર્ગ બંને માર્ગોનો ઉપયોગ કરશે. પીએમ આર્મીના હેલિકોપ્ટરમાં BHU હેલિપેડથી એરપોર્ટ જશે અને ત્યાંથી રોડ માર્ગે કરખિયાંવ (Karkhianv) પહોંચશે.

Advertisement

વિકાસ પુરુષ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાત બાદ હવે વારાણસીના (Varanasi) પ્રવાસે છે. વારાણસી પ્રવાસ દરમિયાન પીએમ મોદી કાશી અને પૂર્વાંચલને રૂ. 14,316 કરોડની ભેટ આપશે. સાથે જ 36 પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. માહિતી મુજબ, રૂ.14,316 કરોડના 36 પ્રોજેક્ટ્સ અને રૂ.10,972 કરોડના 23 પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે.

Advertisement

વારાણસી પ્રવાસ દરમિયાન PM મોદી બે અલગ-અલગ જનસભાને સંબોધશે. સાથે જ બનારસ લોકોમોટિવ વર્કશોપમાં (Banaras Locomotive Workshop) પણ હાજરી આપશે. વર્કશોપ બાદ કાશી હિન્દુ યુનિવર્સિટીમાં હાજરી આપશે. કાશી સંસદ સ્પર્ધાના વિવિધ વિજેતાઓને પુરસ્કારો આપશે. ત્યારબાદ સીરગોવર્ધન (Sirgovardhan) સ્થિત સંત રવિદાસ મંદિર જશે. દર્શન અને પૂજા બાદ પીએમ મોદી જનસભાને સંબોધશે. ત્યાર બાદ કેન્ટ દક્ષિણ અને ઉત્તર વિધાનસભાના કાર્યકરોને મળશે. ત્યાર બાદ રૂ. 622 કરોડના ખર્ચે બનેલ કાશી સંકુલ ડેરીનું ઉદઘાટન કરશે. સિગરા સ્ટેડિયમના પુનર્જીવિત કાર્યના પ્રથમ તબક્કાની શરૂઆત કરશે. આ સાથે 10,000 કરોડ રૂપિયાના વેસ્ટ ટુ ચારકોલ પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે.

Advertisement

આ પણ વાંચો - Ayodhya : એક મદિનામાં આટલા કરોડોનું મળ્યું દાન, 62 લાખ લોકએ કર્યાં રામલલ્લાના દર્શન

Tags :
Advertisement

.