Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dubai : ભારતમાં યુએન ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો PM MODI નો પ્રસ્તાવ

પીએમ નરેન્દ્ર મોદીએ 2038માં ભારતમાં યુએન ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. દુબઈમાં આયોજિત COP28 સમિટ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા માટે ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું...
dubai   ભારતમાં યુએન ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો pm modi નો પ્રસ્તાવ

પીએમ નરેન્દ્ર મોદીએ 2038માં ભારતમાં યુએન ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. દુબઈમાં આયોજિત COP28 સમિટ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા માટે ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારત હંમેશા અર્થતંત્ર અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવનાર દેશ રહ્યો છે.

Advertisement

હું ભારતમાં COP 33 નું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂકું છું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (1 ડિસેમ્બર) ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે આજે આ મંચ પરથી હું ભારતમાં COP 33 નું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂકું છું. દુબઈમાં COP28માં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, "ભારતે ઇકોલોજી અને અર્થતંત્ર વચ્ચે સંપૂર્ણ સંતુલન બનાવીને વિશ્વ સમક્ષ વિકાસનું એક મોડેલ રજૂ કર્યું છે."

Advertisement

એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય માટે દરેકની ભાગીદારી જરૂરી

Advertisement

તેમણે કહ્યું, "સૌ પ્રથમ, હું ક્લાઈમેટ જસ્ટિસ, ક્લાઈમેટ ફાઇનાન્સ અને ગ્રીન ક્રેડિટ જેવા મુદ્દાઓ પર તમારા સતત સમર્થન માટે આભાર વ્યક્ત કરવા માંગુ છું." આ દરમિયાન પીએમએ કહ્યું કે એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય માટે દરેકની ભાગીદારી જરૂરી છે.

આ પણ વાંચો----MODI GOVERNMENT : ફેક ન્યૂઝ પર મોદી સરકારની ‘DIGITAL STRIKE’, 120 થી વધુ YOUTUBE ચેનલો બ્લોક

Tags :
Advertisement

.