Kheda : સ્વામિનારાયણની પરંપરા છે કે સેવા વગર કામ આગળ વધતું નથી : PM મોદી
- Kheda નાં વડતાલ ધામ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી
- PM મોદી મહોત્સવમાં વર્ચ્યુઅલ જોડાયા, રૂ. 200 નાં ચાંદીનાં સિક્કાનું અનાવરણ કર્યું
- સ્વામિનારાયણની પરંપરા છે કે સેવા વગર કામ આગળ વધતું નથી : PM
ખેડા જિલ્લાનાં (Kheda) વડતાલ ધામ ખાતે 7 નવેમબરથી 15 નવેમ્બર, 2024 સુધી દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહોત્સવ દરમિયાન અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે દ્વિશતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વર્ચ્યુઅલી જોડાયા હતા અને કહ્યું હતું કે, સ્વામિનારાયણની (Swaminarayan) પરંપરા છે કે સેવા વગર કામ આગળ વધતું નથી. પીએમએ કહ્યું કે, આપણી એકતા દેશનાં વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો - Kheda : વડતાલ ધામનો દ્વિશતાબ્દી મહોત્સવ, આજે PM મોદી જોડાશે, રૂ.200 ના ચાંદીનાં સિક્કાનું કરશે અનાવરણ
Vadtal : શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણી | Gujarat First#vadtal #swaminarayanmandir #narendramodi #gujaratfirst@narendramodi pic.twitter.com/MfcVAGCWHi
— Gujarat First (@GujaratFirst) November 11, 2024
સ્વામિનારાયણની પરંપરા છે કે સેવા વગર કામ આગળ વધતું નથી : PM મોદી
ખેડા જિલ્લાનાં (Kheda) વડતાલ મંદિરને (Vadtal Dham) 200 વર્ષ પૂર્ણ થતાં ધામ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયોનાં માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયા હતા. દરમિયાન, પીએમ મોદીએ રૂ. 200 નાં ચાંદીનાં સિક્કાનું અનાવરણ કર્યું હતું. પૂર્વ CM વિજય રૂપાણીનાં હસ્તે સિક્કાનું અનાવરણ કરાયું હતું. વીડિયોનાં માધ્યમથી PM મોદીએ ઉદબોધનમાં કહ્યું કે, 200 વર્ષ પહેલા વડતાલધામની સ્થાપના થઇ હતી. આજે વડતાલ ધામ સાથે લાખો લોકો જોડાયેલા છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, સ્વામિનારાયણની પરંપરા છે કે સેવા વગર કામ આગળ વધતું નથી. દરેક વ્યક્તિ માટે આ મોટો અવસર છે. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી સંતોનાં આશીર્વાદની તક મળી.
આ પણ વાંચો - Junagadh : 'જય ગિરનારી' ના નાદ સાથે લીલી પરિક્રમા બે દિવસ પહેલા જ શરૂ, જાણો શું છે કારણ ?
'આપણી એકતા દેશનાં વિકાસ માટે ખૂબ જ જરૂરી છે'
પીએમ મોદીએ આગળ કહ્યું કે, દેશ ગુલામી બાદ નબળો પડી ગયો હતો. ભગવાન સ્વામિનારાયણે નવી ઊર્જા આપી. તેમણે કહ્યું કે, વડતાલધામમાં (Vadtal Dham) ઉપસ્થિત રહેવાની મારી ઇચ્છા હતી. આજે આ ઇચ્છા પૂરી થઈ. આ સંપ્રદાયે નશામુક્તિ માટે ઘણા કામ કર્યા. આથી, જે જ્યાં હોય ત્યાં જ યોગદાન આપે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું કે, આપણી એકતા દેશનાં વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આજે સમગ્ર વિશ્વ ભારતનાં યુવાઓથી આકર્ષિત થયું છે.
આ પણ વાંચો - Banaskantha : ખરેખર..! વાકયુદ્ધ કરતાં ભાજપ-કોંગ્રેસનાં નેતા એકબીજાને ભેટી પડ્યા! દ્રશ્યોએ ચર્ચા જગાવી!