Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM MODI એ રાધિકા અને અનંતને આપ્યા 'શુભ આશીર્વાદ'; વિશ્વભરમાંથી ઉમટ્યો VVIP નો જમાવડો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો ભવ્ય લગ્ન સમારોહ હાલ મુંબઈમાં ચાલી રહ્યો છે. આ લગ્નમાં દેશ વિદેશમાંથી મોટી મોટી હસ્તીઓ હાજરી આપવા માટે આવી રહી છે. સિનેમા જગત હોય, બિઝનેસ જગત હોય કે પછી રાજનીતિ સાથે જોડાયેલા વ્યક્તિત્વ હોય દરેક...
pm modi એ રાધિકા અને અનંતને આપ્યા  શુભ આશીર્વાદ   વિશ્વભરમાંથી ઉમટ્યો vvip નો જમાવડો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો ભવ્ય લગ્ન સમારોહ હાલ મુંબઈમાં ચાલી રહ્યો છે. આ લગ્નમાં દેશ વિદેશમાંથી મોટી મોટી હસ્તીઓ હાજરી આપવા માટે આવી રહી છે. સિનેમા જગત હોય, બિઝનેસ જગત હોય કે પછી રાજનીતિ સાથે જોડાયેલા વ્યક્તિત્વ હોય દરેક મોટા લોકો આ અતિ ભવ્ય સમારોહમાં હાજરી આપવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે હવે આજરોજ ભારતના વડાપ્રધાન પણ આજે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા હતા.

Advertisement

PM MODI એ આપ્યા અનંત અને રાધિકાને 'શુભ આશીર્વાદ'

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આજના સમારોહનું નામ 'શુભ આશીર્વાદ' આપવામાં આવ્યું છે. આ સમરોહમાં દુનિયાભરના VVIP ઉમટી રહ્યા છે, ત્યારે PM MODI પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા. PM નરેન્દ્ર મોદી રાત્રે 8:30 વાગ્યે પહોંચ્યા હતા.નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. ત્યાર બાદ PM MODI કપલને આશીર્વાદ આપવા માટે સ્ટેજ ઉપર પહોંચ્યા હતા. જ્યાં અનંત અને રાધિકાએ પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા. મોદીએ ત્યાં બેઠેલા શંકરાચાર્યને પણ વંદન કર્યા હતા.વધુમાં PMની હાજરીમાં મુકેશ અંબાણીએ કહ્યું- અનંત અને રાધિકા સાત જન્મના સાથી બની ગયા છે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સમારોહમાં ભાગ લીધો હતો. અનંત-રાધિકાના લગ્ન 12મી જુલાઈના રોજ થયા હતા.

Advertisement

kim kardashian પણ પહોંચી આ સમારોહમાં

TV પર્સનાલિટી kim kardashian જે વિશ્વ વિખ્યાત છે, તે પણ આ સમારોહમાં હાજર રહી હતી.

Advertisement

ધારાસભ્ય ચિરાગ પાસવાન પોતાની માતા રીના પાસવાન સાથે અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં પહોંચ્યા હતા. બ્લેક જોધપુરી કુર્તા પાયજામામાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. જ્યારે માતા રીનાએ પિંક સિલ્વર કલરનો લહેંગા પહેર્યો હતો.

વધુમાં આ સમારોહમાં આંધ્ર પ્રદેશના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પવન કલ્યાણ, ચીફ મિનિસ્ટર ચંદ્રબાબુ નાયડુ જેવા મોટા દિગ્ગજો પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા.

ભારતીય સિનેમા જગતના દિગ્ગજોએ પણ આપી હાજરી

વધુમાં આ કાર્યક્રમમાં બોલીવુડના સિતારાઓએ પણ પોતાની હાજરી આપી હતી. ' અભિનેતા સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડીઝ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 'શુભ આશીર્વાદ' સમારોહમાં હાજરી આપવા મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા હતા.

શુભ આશીર્વાદ' માં અર્જુન કપૂર, કરણ જોહર, માધુરી દીક્ષિત, રજનીકાંત, વેંકટેશ, જેકી શ્રોફ, હેમા માલિની, કાજલ અગ્રવાલ, વિધુ વિનોદ ચોપરા, સુનીલ શેટ્ટી, શાહિદ કપૂર, સારા અલી ખાન, રશ્મિકા મંદન્ના, શનાયા કપૂર, દિશા પટણી, પુનિત મલ્હોત્રા, સંજય દત્ત જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા.

આ સમારોહમાં શાહરુખ ખાન પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : PM MODI એ મુંબઈમાં 29,400 કરોડના પ્રોજેક્ટસનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું – ‘મારું લક્ષ્ય મહારાષ્ટ્રને…’

Tags :
Advertisement

.