Rajkot Game Zone Tragedy: રાજકોટ દુર્ઘટના અંગે PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, આપ્યા તપાસના આદેશ
Rajkot Game Zone Tragedy: રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાથી 25 ના મોત થયા છે. આ ઘટનાને લઈને અત્યારે રાજ્યભરમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને લઈને અત્યારે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે. રાજકોટ ગેમઝોનમાં આગ લાગવાની દુર્ઘટના અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયાની વિગતો સામે આવી છે. નોંધનીય છે કે, આ મામલે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરીને તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરી ઘટના અંગે તાગ મેળવ્યો છે.
Extremely distressed by the fire mishap in Rajkot. My thoughts are with all those who have lost their loved ones. Prayers for the injured. The local administration is working to provide all possible assistance to those affected.
— Narendra Modi (@narendramodi) May 25, 2024
આરોપીઓ સામે કડક પગલાંઓ લેવા નિશાનિર્દેશ આપ્યાં
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પીએમ મોદીએ રાજકોટ દુર્ઘટનાની સંપૂર્ણ વિગત મેળવી છે આ સાથે સાથે આરોપીઓ સામે કડક પગલાંઓ લેવા નિશાનિર્દેશ પણ આપ્યાં છે. નોંધનીય છે કે, આ દુર્ઘટના માં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આખરે આ બાળકોને શું વાંક હતો કે તેમને પોતાના જીવની આહુતી આપવી પડી? નોંધનીય છે કે, અત્યારે રાજકોટની આ દુર્ઘટનામાં સામેલ આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે.
The fire tragedy in Rajkot has saddened us all. In my telephone conversation with him a short while ago, Gujarat CM Bhupendrabhai Patel Ji told me about the efforts underway to ensure all possible assistance is provided to those who have been affected. @Bhupendrapbjp
— Narendra Modi (@narendramodi) May 25, 2024
મોરબી અને વડોદરા બાદ હવે રાજકોટમાં સર્જાયો હત્યાકાંડ
ગુજરાતમાં બાળકોનો જીવ જોખમમાં હોય તેવી ઘટનાઓ બની રહીં છે. થોડા સમય પહેલા જ વડોદરા હરણી હત્યાકાંડ થયા હતો. તેના ઘા તો હજી રૂંઝાયા પણ નથી અને અત્યારે ફરી એક બીજો હત્યાકાંડ સામે આવ્યો છે. ક્રમશઃ વાત કરવામાં આવે તો ગુજરાતમાં સુરત, અમદાવાદ, મોરબી, વડોદરા અને હવે રાજકોટમાં બાળકોનો જીવ લેવાઈ રહ્યા છે. તો શું આના માટે કોઈ જવાબદાર છે કે નહીં? શું આવી રીતે જ બાળકોના જીવ હોમાતા રહેશે? આખરે કેમ તંત્ર કોઈ નક્કર પગલા નથી લઈ રહ્યું? કેમ મોટા માથાઓને બચાવી લેવામાં આવે છે. બાળકોનો જીવ તંત્ર માટે મહત્વનો નથી એમ?