Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : બાવળામાં ગમખ્વાર દુર્ઘટના મામલે વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

અમદાવાદ નજીક બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોના મોત થયાં છે અને 3 લોકોને ઈજા પહોંચી છે. મીઠાપુર પાસે ટ્રકની પાછળ રિક્ષા ઘુસી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. ચોટીલા દર્શન કરીને તમામ લોકો ઘરે પરત...
ahmedabad   બાવળામાં ગમખ્વાર દુર્ઘટના મામલે વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

અમદાવાદ નજીક બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોના મોત થયાં છે અને 3 લોકોને ઈજા પહોંચી છે. મીઠાપુર પાસે ટ્રકની પાછળ રિક્ષા ઘુસી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. ચોટીલા દર્શન કરીને તમામ લોકો ઘરે પરત ફરી રહ્યા હતા.અકસ્માતમાં 5 મહિલા, 3 બાળકો અને 2 પુરુષના મોત થયા છે. ઘટનામાં ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તોને સોલા અને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

Advertisement

PMO નું ટ્વીટ

દુઘટના અંગે વડાપ્રધાન મોદીએ દુ:ખ વયક્ત કર્યું છે. PMO કાર્યાલય તરફથી ટ્વીટ કરવામાં આવ્યું કે, અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર બનેલી માર્ગ દુર્ઘટનાથી દુઃખી. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. PMNRF તરફથી રૂ. 2 લાખની સહાય દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય આપવામાં આવશે.

મુખ્યમંત્રીનું ટ્વીટ

ઘટના અંગે મુખ્યમંત્રીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું તેમણે ટ્વીટ કર્યું કે, અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.

Advertisement

ગૃહ રાજ્યમંત્રીનું ટ્વીટ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે, બાવળા-બગોદરા હાઈવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે સર્જાયેલી અકસ્માતની દુર્ઘટના અત્યંત દુઃખદ અને હૃદય વિદારક છે. પ્રભુ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સદ્દગતની આત્માઓને શાંતિ અને ઈજાગ્રસ્તોને ત્વરિતપણે સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે તેવી પ્રાર્થના. ૐ શાંતિ...

ભાજપ પ્રદેશ પ્રમુખનું ટ્વીટ

ઘટના પર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કેસ, અમદાવાદનાં બાવળા-બગોદરા હાઇવે પર થયેલી અકસ્માતની ઘટના અત્યંત દુ:ખદ છે. મારી સંવેદનાઓ સર્વ પરિવારજનો સાથે છે. જેમણે આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે એમનાં દિવંગત આત્માને પરમપિતા પરમેશ્વર શાંતિ પ્રદાન કરે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરું છું.

Advertisement

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું ટ્વીટ

ઘટના અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે, મોટા દુઃખદ સમાચાર : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક અકસમાતની વધુ એક ઘટના બની છે. મળતી માહિતી મુજબ અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો છે. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા અકસ્માતની ઘટના બની છે. આ ગંભીર અકસમાતમાં 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સદગતને શ્રદ્ધાંજલિ અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના. અમદાવાદ થી રાજકોર હાઇવે ઉપર બ્રિજ અને રસ્તાના રિપેરીંગના કામો લાંબા સમયથી ચાલી રહ્યા છે જેના કારણે પણ આ હાઇવે જોખમી બનેલ છે . સરકાર આ બાબત ગંભીરતાથી લેશે તેવી વિનંતી.

આ પણ વાંચો : અમદાવાદ બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત : 10ના મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.