Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pavagadh : નવરાત્રિમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા વાંચી લો આ સમાચાર

નવરાત્રિમાં પાવાગઢ મંદિરે દર્શનનાં સમયમાં ફેરફાર કરાયો એકમ, ત્રીજ, આઠમ, દસમ, પૂનમે વહેલી સવારે 4 કલાકે કપાટ ખુલશે બાકીનાં દિવસોમાં સવારે 5 કલાકે દર્શન માટે મંદિરનાં કપાટ ખુલશે તમામ દિવસોએ રાત્રે 8 કલાકે મંદિરનાં દ્વાર દર્શન માટે બંધ કરાશે...
pavagadh   નવરાત્રિમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો   તો પહેલા વાંચી લો આ સમાચાર
  1. નવરાત્રિમાં પાવાગઢ મંદિરે દર્શનનાં સમયમાં ફેરફાર કરાયો
  2. એકમ, ત્રીજ, આઠમ, દસમ, પૂનમે વહેલી સવારે 4 કલાકે કપાટ ખુલશે
  3. બાકીનાં દિવસોમાં સવારે 5 કલાકે દર્શન માટે મંદિરનાં કપાટ ખુલશે
  4. તમામ દિવસોએ રાત્રે 8 કલાકે મંદિરનાં દ્વાર દર્શન માટે બંધ કરાશે

આવતીકાલથી નવરાત્રિનો (Navratri 2024) મહાપર્વ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે માઈભક્તો માં દુર્ગાની ભક્તિનાં રંગે રંગાવા માટે અને ગરબે ઘૂમવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. નવરાત્રિનાં દિવસો દરમિયાન યાત્રાધામ પાવાગઢમાં (Pavagadh) પણ માઈભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જો કે, નવરાત્રિ પૂર્વે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Gandhi Jayanti : રાજ્યભરમાં પૂરજોશ સાથે 'સ્વચ્છતા અભિયાન', CM, ગૃહ રાજ્યમંત્રી સહિત મંત્રીઓ જોડાયા, જુઓ Video

Advertisement

માતાજીનાં દર્શનનાં સમયમાં ફેરફાર કરાયો

આસો નવરાત્રિ દરમિયાન મા કાલિકાનાં (Maa Kalika Temple) દર્શન કરવા માટે પાવાગઢમાં (Pavagadh) માઈ ભક્તોની મેદની જોવા મળશે. આથી, પાવાગઢ મંદિર ટ્રસ્ટ (Pavagadh Temple Trust) દ્વારા માઈભક્તો સરળતાથી અને કોઈ પણ મુશ્કેલી વગર દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નવરાત્રિ પૂર્વે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્ત્વની જાહેરાત કરતા માતાજીનાં દર્શનનાં સમયમાં ફેરફાર કરાયો હોવાનું જણાવાયું છે. શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમ નવરાત્રીથી પૂનમના દિવસ સુધી દર્શનનાં સમયમાં ફેરફાર કરાયો છે.

આ પણ વાંચો - VADODARA : ગરબા ખેલૈયાઓ માટે ઇન્શ્યોરન્સ લેવાયો, સાપ રેસ્ક્યૂ માટે ટીમ તૈનાત રહેશે

Advertisement

એકમ, ત્રીજ, આઠમ, દસમ, પૂનમે વહેલી સવારે 4 કલાકે કપાટ ખુલશે

માહિતી મુજબ, એકમ, ત્રીજ, આઠમ, દસમ અને પૂનમના દિવસે વહેલી સવારે 4.00 કલાકે મંદિરનાં કપાટ દર્શન માટે ખુલશે. જ્યારે બાકીનાં દિવસોમાં સવારે 5 કલાકે દર્શન માટે મંદિરનાં કપાટ ખુલશે. મંદિર ટ્રસ્ટનાં (Sri Kalika Mandir Trust) જણાવ્યા અનુસાર, તમામ દિવસો એ રાત્રે 8.00 કલાકે મંદિરનાં દ્વાર દર્શન માટે બંધ કરવામાં આવશે. નવરાત્રિને લઈ મંદિરને ખાસ લાઇટિંગ અને ફૂલોથી વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Porbandar : આજે રાષ્ટ્રપિતાની જન્મજયંતી, કીર્તિ મંદિરે CM ની હાજરીમાં સર્વધર્મ પ્રાર્થના સભા, વિવિધ કાર્યક્રમ યોજાશે

Tags :
Advertisement

.