Sunita Williams ને પૃથ્વી પર પરત લાવવાનો માર્ગ મોકળો, જાણો ક્યારે આવશે
- ISS પહોંચી નાસા અને સ્પેસ એક્સની ક્રૂ-10 ટીમ
- આજે સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત આવવા રવાના થશે
- આવતીકાલે અવકાશથી પરત ફરશે સુનિતા વિલિયમ્સ
સુનિતા વિલિયમ્સને પરત લાવવાનો માર્ગ મોકળો થયો છે. જેમાં નાસા અને સ્પેસ એક્સની ક્રૂ-10 ટીમ ISS પહોંચી છે. આજે સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત આવવા રવાના થશે. તેમજ આવતીકાલે અવકાશથી સુનિતા વિલિયમ્સ પરત ફરશે. 9 મહિનાથી સ્પેસમાં એસ્ટ્રોનોટ્સ અટવાયેલા છે. જેમાં સુનિતા અને બૂચ વિલ્મોર ISS પર અટવાયેલા છે. 8 દિવસના મિશન માટે વિલિયમ્સ ISS ગયા હતા.
અવકાશથી Sunita Williams -Buch Vilmor 9 મહિને પરત ફરશે | Gujarat First
જુઓ ન્યૂઝ રિસર્ચમાં
Sunita Williamsનું સૃષ્ટિ પર સ્વાગત
આજે રાત્રે 9-25 કલાકે
માત્ર Gujarat First પર @NASA @SpaceX #SpaceReturn #ButchWilmore #Astronauts #SpaceMission #GujaratFirst pic.twitter.com/UR4BSHbNDh— Gujarat First (@GujaratFirst) March 17, 2025
નાસા અને સ્પેસ એક્સની ક્રૂ-10 ટીમ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી
ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત લાવવાનો માર્ગ મોકળો થયો છે. નાસા અને સ્પેસ એક્સની ક્રૂ-10 ટીમ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી છે. આવતીકાલે સુનિતા વિલિયમ્સને ધરતી પર પરત લાવવામાં આવશે. ઈલોન મસ્કની એજન્સી સ્પેસએક્સ સાથે મળીને નાસાએ આ મિશન હાથ ધર્યુ છે. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ટીમને રવાના કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે માત્ર 8 દિવસ માટે સુનિતા અને તેમના સાથી બૂચ વિલ્મોર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયા હતા. પરંતુ અવકાશયાનમાં ટેક્નિકલ ખામીના કારણે 9 મહિનાથી તેઓ અટવાયેલા છે.
ચાર અવકાશયાત્રી ISS પહોંચ્યા છે અને સુનિતા અને બૂચ વિલ્મોરનું સ્થાન લેશે
ક્રૂ-10ની ટીમમાં નાસાના એન મેકક્લેન અને નિકોલ આયર્સ, જાપાની અવકાશ એજન્સી જાક્સાના ટાકુયા ઓનિસી અને રશિયન અવકાશ એજન્સી રોસકોમ્સોસના અવકાશયાત્રી કિરિલ પેસ્કોવનો સમાવેશ થાય છે. આ ચાર અવકાશયાત્રી ISS પહોંચ્યા છે અને સુનિતા અને બૂચ વિલ્મોરનું સ્થાન લેશે.
જાણો સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર ક્યારે આવશે
અંતરિક્ષમાં ફક્ત માત્ર 8 દિવસ માટે ગયેલા સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર જૂન, 2024થી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. તેમને અંતરિક્ષમાં લઈ જનાર બોઈંગ સ્ટારલાઈનરમાં તકનીકી સમસ્યાઓ સર્જાતા બંને અંતરિક્ષયાત્રીઓ ISSમાં ફસાઈ ગયા હતા. નાસાએ રવિવારે સાંજે જણાવ્યું હતું કે બંને અંતરિક્ષયાત્રીઓને પૃથ્વી પર લાવવામાં હવે વાર નહીં લાગે, ફ્લોરિડાના સમુદ્રમાં મંગળવારે સાંજે 5:57 વાગ્યે (ભારતીય સમય અનુસાર બુધવારે 3:27 વાગ્યે) તેમને ઉતારવામાં આવશે. આશા છે કે, આ કામમાં હવે કોઈ વિઘ્ન આવશે નહિ.