Sunita Williams 16મી વખત અવકાશમાં કરી નવા વર્ષની ઉજવણી, જુઓ તસવીરો
- સુનિતા વિલિયમ્સે અવકાશમાં કરી નવા વર્ષની ઉજવણી
- સુનિતા વિલિયમ્સે 16મી વખત અવકાશમાં કરી ઉજવણી
- સુનિતા વિલિયમ્સના નવા વર્ષના ફોટો આવ્યા સામે
Sunita Williams:સુનિતા વિલિયમ્સ(Sunita Williams) જૂન 2024 થી બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં પર છે. તેઓને આ મિશનના ISS કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ મિશન 8 દિવસનું હતું, પરંતુ વિલિયમ્સ હજુ પણ તેની ટીમ સાથે અવકાશમાં અટવાયેલી છે. એક્સપિડિશન 72 ક્રૂ નવા વર્ષમાં પ્રવેશતાં જ 16 સૂર્યોદય અને સૂર્યાસ્ત જોશે.
સ્પેસ સ્ટેશન (ISS) પર નવા વર્ષની ઉજવણી કરી
ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના ક્રૂ સભ્યોએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર નવા વર્ષની ઉજવણી કરી. એક્સપિડિશન 72 ક્રૂ 16 સૂર્યોદય અને સૂર્યાસ્ત જોશે. કારણ કે, તેઓ 2025 માં લગભગ 400 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની પરિક્રમા કરશે.
Sunita Williams will celebrate New Year 16 times in space https://t.co/AKTgF9H9Mc
— Jolly Mampilly (@jollymampilly) December 31, 2024
આ પણ વાંચો - NASA ના અવકાશયાત્રીઓએ ISS પર ક્રિસમસની ઉજવણી કરતા શરૂ થયો વિવાદ
કનિકલ પડકારોએ ટીમના આ પ્રવાસને લંબાવ્યું છે અને હવે તેવું લાગે છે કે, આ લોકો 2025 સુધી અવકાશમાં રહેશે. આવી સ્થિતિમાં, વિલિયમ્સ અને તેમની ટીમ નવા વર્ષનો અનુભવ કરશે. કેમ કે, ISS દર 90 મિનિટે ગ્રહની પરિક્રમા કરે છે. ક્રૂ વિવિધ પ્રવૃત્તિઓ સાથે નવા વર્ષની ઉજવણી કરશે, તેઓ વિડિયો કોલ દ્વારા પરિવાર અને મિત્રો સાથે પણ વાત કરશે. સુનિતા વિલિયમ્સ આવા અનોખા અનુભવ અગાઉ પણ કરી ચુકી છે અને કહ્યું કે, અંતરિક્ષ જ મારા માટે એક આનંદદાયક સ્થળ છે. તમને જણાવી દઈએ કે આ અવકાશયાત્રીઓએ રજાઓની પરંપરામાં ભાગ લીધો છે. તદુપરાંત ISS પર મહત્વપૂર્ણ