Patan : ગુજરાત ફર્સ્ટના અહેવાલની મોટી ઈમ્પેક્ટ, સોસાયટીના રહિશો 20 દિવસ બાદ થયા આઝાદ...
પાટણ ગુજરાત ફર્સ્ટના અહેવાલની મોટી ઈમ્પેક્ટ જોવા મળી છે. પાટણની રામદેવ પાર્ક સોસાયટીમાં રસ્તો બંધ થઈ જવાને લઈ ગુજરાત ફર્સ્ટ ટીમે વેદના સભર એક અહેવાલ દર્શાવ્યો હતો.
મળતી જાણકારી અનુસાર, 20 વર્ષ જૂનો રસ્તાની બાજુમાં અન્ય સોસાયટીના રહિશોએ બંધ કરી દીધો હતો. જેમાં રહિશો 20 દિવસ સુધી પોતાની સોસાયટીમાં જ કેદ થઈ ગયા હતા. જે બાદ સ્થાનિક મહિલાઓએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ મારફતે વેદના ઠાલવી હતી. મારુતિ પાર્ક સોસાયટીના રહીશોએ કોટ બનાવી રસ્તો બંધ કર્યાના અહેવાલ મળતા 24 કલાકમાં જ પાટણ કલેક્ટર દ્વારા દિવાલ તોડી પાડવાના આદેશ આપી દેવાયા હતા. કલેક્ટરના આદેશને પગલે નગરપાલિકાના ચીફ ઓફિસર JCB તેમજ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી રસ્તો ખૂલ્લો કર્યો હતો.
મહત્વનું છે કે નગરપાલિકાની દબાણ ખાતાની ટીમ મારુતિ પાર્કમાં ન પહોંચે તે માટે રહિશોએ ઝાંપા આગળ તાળું મારી દીધું હતું અને રસ્તામાં બનાવેલો આડો કોટ ના તોડવા દેવા સોસાયટીની મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. જો કે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના અહેવાલ બાદ રામદેવ પાર્ક સોસાયટીના રહિશોને 20 દિવસ બાદ આઝાદી મળી હતી.
આ પણ વાંચો : Surendranagar : પાટડી તાલુકામાં મહિલાઓનું રાજ, દરેક સરકારી કચેરીઓમાં મહિલાઓ ઉચ્ચ જવાબદારી સંભાળી રહી છે…