Patan : સમી-રાધનપુર હાઈવે પર જીવલેણ અકસ્માતમાં 5 ના મોત, હાઈવે પર મોતની ચિચિયારીઓ
- ST બસે રિક્ષાને અડફેટે લેતા 5 લોકોના કરૂણ મોત
- હિમ્મતનગરથી માતાના મઢે જતી બસે સર્જ્યો અકસ્માત
- સમીની વચ્છરાજ હોટલ નજીક સર્જાયો અકસ્માત
પાટણના સમી-રાધનપુર હાઈવે પર જીવલેણ અકસ્માત થયો છે. જેમાં ST બસે રિક્ષાને અડફેટે લેતા 5 લોકોના કરૂણ મોત થયા છે. હિમ્મતનગરથી માતાના મઢે જતી બસે અકસ્માત સર્જ્યો છે. તેમાં ST બસે રીક્ષાને અડફેટે લેતા રિક્ષાનો કચ્ચરઘાણ થયો છે. સમીની વચ્છરાજ હોટલ નજીક અકસ્માત સર્જાયો છે.
અકસ્માતોની વણઝારથી રાજ્યના રસ્તાઓ રક્તરંજીત
અકસ્માતોની વણઝારથી રાજ્યના રસ્તાઓ રક્તરંજીત થઇ રહ્યાં છે. જેમાં આજે પાટણમાં એસટી બસની ટક્કરે રીક્ષા સવાર 5ના મોત થયા છે. સમીની વચ્છરાજ હોટલ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. હિંમતનગર-માતાના મઢ રૂટની બસે રીક્ષાને ટક્કર મારી છે. કેટલાક લોકો ગંભીર હાલતમાં હાલમાં સારવાર હેઠળ છે. બુધવારે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં 11 મોત થયા છે. જેમાં રાજકોટમાં સિટી બસની અડફેટે 4 લોકોના મોત થયા હતા. આદિપુરમાં ST બસની અડફેટે 1 યુવતીનું મોત થયું હતું. તથા અમદાવાદમાં હિટ એન્ડ રનની કુલ 3 ઘટનામાં 2ના મોત થયા છે. તેમજ ઝુંડાલ, સોલા, ઠક્કરનગરમાં હીટ એન્ડ રનની ઘટના બની છે.
અમદાવાદમાં ST બસની ટક્કરે 3 લોકો ઘાયલ થયા
અમદાવાદમાં ST બસની ટક્કરે 3 લોકો ઘાયલ થયા છે. તેમજ જૂનાગઢમાં બોલેરોની અડફેટે બાઈકસવાર 3ના મોત થયા છે. ત્યારે મોરબીના માળીયા-હળવદ હાઈવે પર ગંભીર અકસ્માત થયો છે. બોલેરો પલટી મારી જતા 2 લોકોના મોત થયા છે તથા 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ધાંગધ્રાનો પરિવાર કચ્છમાં કબરાઉ અને અંજાર ગયો હતો. દર્શન કરી પરત ફરતા અણિયાળી ટોલનાકા નજીક અકસ્માત થયો છે. ડ્રાઈવરે કાબુ ગુમાવતા બોલેરો પલટી મારી ગઈ છે. હીરાભાઈ કુડેચા અને લક્ષ્મીબેન કુડેચાનું મોત થયુ છે. ત્યારે માળીયા મિયાણા પોલીસ મથકમાં ડ્રાઈવર સામે નોંધાયો ગુનો છે.
આ પણ વાંચો: Rajkot : સિટી બસે સર્જેલા મોતના તાંડવના વધુ એક CCTV સામે આવ્યા