Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paralympics:ભાલા ફેંકમાં આ 2 ખેલાડીઓએ કર્યો કમાલ! ભારતને મળ્યા બે મેડલ

પેરિસ પેરાલિમ્પિક્સ થ્રોની ઇવેન્ટમાં ભારતનો દબદબો સુંદર સિંહ ગુર્જર અને અજીત સિંહેએ મેડલ જીત્યા અજિત ટોક્યોમાં આઠમા સ્થાને હતો Paralympics:પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં (Paralympics)થ્રોની F46 ઇવેન્ટમાં ભારતના સુંદર સિંહ ગુર્જર (Ajeet Singh)અને અજીત સિંહે( Sundar Gurjar) એ ભારત માટે મેડલ...
07:55 AM Sep 04, 2024 IST | Hiren Dave

Paralympics:પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં (Paralympics)થ્રોની F46 ઇવેન્ટમાં ભારતના સુંદર સિંહ ગુર્જર (Ajeet Singh)અને અજીત સિંહે( Sundar Gurjar) એ ભારત માટે મેડલ જીત્યા છે. ભારતને એક જ ઈવેન્ટમાંથી બે મેડલ મળ્યા છે. અજિત સિંહે 65.62 મીટરના વ્યક્તિગત થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે સુંદર સિંહે 64.96 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ(Bronze) જીત્યો.આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ ક્યુબાના વરોના ગોન્ઝાલોએ જીત્યો છે. તેણે 66.14 મીટરનો થ્રો કરીને સીધો જ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

અજિત મોટાભાગે સુંદર ગુર્જરથી પાછળ રહ્યો હતો પરંતુ તેના પાંચમા થ્રો બાદ તે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. આ સાથે ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનને પાછળ છોડી દીધું છે. છઠ્ઠા દિવસના અંતે ભારતના ખાતામાં 20 મેડલ છે જ્યારે ટોક્યોમાં આ સંખ્યા 18 હતી.

આ પણ વાંચો -પેરિસ ઓલિમ્પિકની દોડવીર પર બોયફ્રેન્ડે આગ ચાંપી, 75 % શરીર બળી ગયું

ક્યુબાના ખેલાડીએ ગોલ્ડ જીત્યો હતો

અજિતના છ પ્રયાસોમાં 65.62 મીટરનો થ્રો સર્વશ્રેષ્ઠ હતો જ્યારે સુંદરનો સર્વશ્રેષ્ઠ થ્રો 64.96 મીટર હતો. આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ ક્યુબાના ખેલાડીને મળ્યો હતો. તેણે 66.14 મીટર થ્રો કરીને એરિયા રેકોર્ડ બનાવ્યો હતો. આ ઈવેન્ટમાં ભારત તરફથી રિંકુ સિંહે પણ ભાગ લીધો હતો. તેણે અહીં પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું અને 61.58 મીટર થ્રો કર્યો હતો. આ તેનું સીઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે.

આ પણ વાંચો -Mohammed Shami Birthday: શમી માટે આજનો દિવસ ખાસ, જાણો કેવી રહી કારકિર્દી

અજિત ટોક્યોમાં આઠમા સ્થાને હતો

31 વર્ષીય અજિત ઈટાવાનો રહેવાસી છે અને તેણે ટોક્યો ઓલિમ્પિકમાં આઠમું સ્થાન મેળવ્યું હતું. ગુર્જર હાલમાં વર્લ્ડ રેકોર્ડ ધારક છે. તેણે ટોક્યો પેરાલિમ્પિકમાં 64.96 મીટરનો થ્રો કર્યો હતો. આ દિવસે ભારતે કુલ પાંચ મેડલ જીત્યા હતા. દીપ્તિ જીવનજીના 400 મીટરના મેડલ સિવાય ભારતને ઉંચી કૂદ અને ભાલા ફેંકની વિવિધ ઈવેન્ટ્સમાં કુલ 4 મેડલ મળ્યા હતા.સુંદર સિંહે ટોક્યો ઓલિમ્પિકમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2018 એશિયન ગેમ્સમાં તેણે ભાલા ફેંકમાં સિલ્વર જીત્યો હતો. તેણે 2022ની પેરા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે પંચકુલામાં 16મી પેરા એથ્લેટિક્સ નેશનલ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

 

Tags :
Ajeet SinghbronzeIndiaindian athleteJavelinjavelin throwjavelin throw medalParalympicsparalympics 2024silverSundar GurjarSundar Singh Gurjarwin Silver and Bronze
Next Article