ભારતના રમતવીરોએ રચ્યો ઇતિહાસ, એશિયન પેરા ગેમ્સમાં 100 મેડલ જીતી સર્જ્યો વિક્રમ
એશિયન પેરા ગેમ્સ 2023 માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને 100મો મેડલ જીતીને ઇતિહાસમાં પોતાનું નામ હમેશા માટે નામાંકિત કરી દીધું છે. દિલીપ ગાવિતે 400 મીટર રેસ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીતની સાથે જ ભારતની મેડલ સંખ્યા 100 પર પહોંચી ગઈ છે. સુયશ જાધવે ભારત માટે 99મી મેન્સ બટરફ્લાય સ્વિમિંગ જીતી છે. આ પહેલા ભારતે બેડમિન્ટનમાં 3 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા છે. ભારતે 100 મેડલમાંથી 25 ગોલ્ડ મેડલ જીત્યા છે.
ITS A GOLD | 1️⃣0️⃣0️⃣✅
And we finally have it, what more comforting is that its a Gold Medal by Dilip Gavit
He ran exactly like yesterday!! Never gave a chance to anyone#AsianParaGames pic.twitter.com/MaaeJn92ar
— IndiaSportsHub (@IndiaSportsHub) October 28, 2023
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેરા-એથ્લેટ્સને તેમના સમર્પણ અને પ્રતિભાને પ્રકાશિત કરીને અભિનંદન આપ્યા હતા, જે રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે "આ અપ્રતિમ આનંદની ક્ષણ છે. આ સફળતા અમારા રમતવીરોની તીવ્ર પ્રતિભા, સખત મહેનત અને દૃઢ નિશ્ચયનું પરિણામ છે....તેઓ યાદ અપાવે છે કે આપણા યુવાનો માટે કશું જ અશક્ય નથી."
100 MEDALS at the Asian Para Games! A moment of unparalleled joy. This success is a result of the sheer talent, hard work, and determination of our athletes.
This remarkable milestone fills our hearts with immense pride. I extend my deepest appreciation and gratitude to our… pic.twitter.com/UYQD0F9veM
— Narendra Modi (@narendramodi) October 28, 2023
આ પણ વાંચો -- SA vs PAK : World Cup 2023 માં પાકિસ્તાનની સતત ચોથી હાર, રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાએ 1 વિકેટે મેળવી જીત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે