Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal : હાથણી માતા ધોધ પર સહેલાણીઓ ઉમટ્યાં, પહાડની ટોચે યુવાનની જોખમી Reels, જુઓ Video

ચોમાસાની (Monsoon) ઋતુમાં પંચમહાલ જિલ્લામાં કુદરતી નજારો ચોતરફ ખીલી ઉઠતો હોય છે, જેને માણવા માટે માત્ર પંચમહાલ (Panchmahal) જિલ્લામાંથી જ નહીં પરંતુ મધ્ય ગુજરાતમાંથી પણ પર્યટકો મોટી સંખ્યામાં ઊમટતા હોય છે અને પ્રકૃતિનો આનંદ માણતા હોય છે, જેમાં પણ ખાસ...
panchmahal   હાથણી માતા ધોધ પર સહેલાણીઓ ઉમટ્યાં  પહાડની ટોચે યુવાનની જોખમી reels  જુઓ video

ચોમાસાની (Monsoon) ઋતુમાં પંચમહાલ જિલ્લામાં કુદરતી નજારો ચોતરફ ખીલી ઉઠતો હોય છે, જેને માણવા માટે માત્ર પંચમહાલ (Panchmahal) જિલ્લામાંથી જ નહીં પરંતુ મધ્ય ગુજરાતમાંથી પણ પર્યટકો મોટી સંખ્યામાં ઊમટતા હોય છે અને પ્રકૃતિનો આનંદ માણતા હોય છે, જેમાં પણ ખાસ કરીને ઘોઘંબાના સરસવા ગામે આવેલો હાથણી માતાનો ધોધ ચોમાસાનાં વરસાદ દરમિયાન શરૂ થઈ જતો હોય છે, જેથી અહીંયા મધ્ય ગુજરાત (Central Gujarat) સહિત સમગ્ર રાજ્યભરમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી ધોધમાર ધોધમાં સ્નાન કરવા સાથે પ્રકૃતિનો આનંદ માણે છે. શનિવાર અને રવિવારે અહીં ખૂબ જ ભીડ જોવા મળે છે.

Advertisement

મધ્ય ગુજરાતમાં પંચમહાલ (Panchmahal) જિલ્લાનાં ઘોઘંબાના સરસવા ગામે આવેલા ધોધ ખૂબ જ પ્રચલિત છે. તેમ જ ચોમાસાની ઋતુ દરમિયાન અહીં શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. વર્ષોથી આ ધોધ ચોમાસામાં સારો વરસાદ થતાં જીવંત થઈ જાય છે અને પ્રકૃતિનો નજારો ખીલી ઊઠે છે. ઘોઘંબા નજીક આવેલો પોયલી ધોધ ગઈકાલે જ ભારે વરસાદ થતાં શરૂ થઈ ગયો છે અને શરૂ થવાની સાથે જ અહીંયા દૂર-દૂરથી પર્યટકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

Advertisement

હાથણી માતાનાં ધોધ (Hathani Mata Waterfall) ખાતે આવતાં પર્યટકોની માંગણી છે કે સરકાર દ્વારા અહીંયા ઉપરના જવા માટેનો જે રસ્તો છે, જેના પગથિયા તૂટી ગયા છે, જેથી જોખમી રીતે અહીંયા લપસી જવાની સ્થિતિ વચ્ચે પસાર થઈ ઉપર જવું પડતું હોય છે. સાથે-સાથે જ આજુંબાજુંનો જે વિસ્તાર છે ત્યાં પણ સેલ્ફી લેવા માટે કેટલાક યુવક યુવતીઓ જતાં હોય છે જે પણ ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે. ત્યારે યોગ્ય રીતે હિલ સ્ટેશન પર જઈ શકાય એવી રીતે વ્યવસ્થા કરવામાં આવે અને સાથે સાથે જ પર્યટક સ્થળ તરીકે આ જગ્યાનો વિકાસ કરવામાં આવે તો સ્થાનિકોનેને રોજગારી મળવા સાથે પર્યટકોને પણ સુવિધા મળી શકે.

Advertisement

પોયલી ખાતે આવેલો હાથણી માતનાં ધોધની (Hathani Mata Waterfall) મજા માણવા રવિવારે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા હતા અને પર્યટકોએ પ્રકૃતિનો આનંદ માણી ધોધ ના પાણીમાં સ્નાન કરવાના મજા માણી હતી. પરંતુ, અહીં આવેલા કેટલાક પર્યટકો ખૂબ જ જોખમી રીતે નજીકમાં આવેલા બંને ડુંગરો પર જઈ ટોચ પર ઊભા રહીને સોશ્યલ મીડિયા માટે રીલ્સ અને સેલ્ફી મોબાઈલ મારફતે લેતાં જોવા મળે છે. જે ખૂબ જ જોખમી હોય છે. ત્યારે, અહીંયા જોખમી રીતે બંને તરફને ડુંગર પર્યટકો જઈ રહ્યા છે, જેને કારણે ક્યારેક અકસ્માત સર્જાય એ પૂર્વે તંત્ર દ્વારા અહીંયા સિક્યુરિટીની સગવડ કરવામાં આવે એવી પણ માગ ઊઠી છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો - Morbi : CM આવાસ યોજના સાઇટ પર અચાનક પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ, કહ્યું- જેટલું કામ થયું તેમાં પણ..!

આ પણ વાંચો - Surat નાં ડે. મેયર બુટ બચાવવા ફાયર ઓફિસરના ખભે ચઢ્યા, શક્તિસિંહે BJP ને લીધી આડે હાથ!

આ પણ વાંચો - Bharuch : દેત્રાલ ગામે ઘરમાંથી મૃતક શખ્સનો મૃતદેહ મળતા હડકંપ, હત્યા કે આકસ્મિક મોત રહસ્ય યથાવત્

Tags :
Advertisement

.