Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal : ઘોઘંબા ગ્રામ પંચાયતમાં સરકારી મિલકતો ખાનગી માલિકીની બની ગઈ!

સરકારી તંત્રની લાલિયાવાડીનો વધુ એક સૌથી મોટો પુરાવો ઘોઘંબા ગ્રામ પંચાયતમાં સરવે એજન્સીની ગંભીર બેદરકારી બેદરકારીને લીધે સરકારી મિલકતો ખાનગી માલિકીની બની ગઈ! સરકારી શાળા, નદી પર આવેલો બ્રિજ સહિતની જમીન ખાનગી માલિકીની બની! વર્તમાન સરપંચના ધ્યાને આવતા સમગ્ર...
panchmahal   ઘોઘંબા ગ્રામ પંચાયતમાં સરકારી મિલકતો ખાનગી માલિકીની બની ગઈ
  1. સરકારી તંત્રની લાલિયાવાડીનો વધુ એક સૌથી મોટો પુરાવો
  2. ઘોઘંબા ગ્રામ પંચાયતમાં સરવે એજન્સીની ગંભીર બેદરકારી
  3. બેદરકારીને લીધે સરકારી મિલકતો ખાનગી માલિકીની બની ગઈ!
  4. સરકારી શાળા, નદી પર આવેલો બ્રિજ સહિતની જમીન ખાનગી માલિકીની બની!
  5. વર્તમાન સરપંચના ધ્યાને આવતા સમગ્ર મામલો આવ્યો બહાર

Panchmahal : સરકારી તંત્રની લાલિયાવાડીનો વધુ એક સૌથી મોટો પુરાવો સામે આવ્યો છે. ઘોઘંબા ગ્રામ પંચાયતમાં સરવે એજન્સીની (Survey Agency) ગંભીર બેદરકારી છતી થઈ છે. આરોપ છે કે આ ઘોર બેદરકારીને લીધે સરકારી મિલકતો ખાનગી માલિકીની બની ગઈ! સરકારી શાળા, નદી પર આવેલો બ્રિજ સહિતની જમીન ખાનગી બની ગઈ. આ સાથે ગ્રામ પંચાયતની કચેરીની જમીન પણ ખાનગી માલિકીની બની ગઈ હોવાનો આરોપ છે. વર્તમાન સરપંચનાં ધ્યાને આવતા આ સમગ્ર મામલો બહાર આવ્યો છે.

Advertisement

પંચમહાલ (Panchmahal) જિલ્લા સિટી સરવે કચેરીમાં બોગસ પ્રોપર્ટી કાર્ડનો અને ગેરરીતી થતી હોવાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે. ઘોઘંબામાં (Ghoghamba Gram Panchayat) પાયલોટ પ્રોજેકટ હેઠળ સરકાર દ્વારા કરવામાં આવેલી મિલકત સરવે કામગીરીમાં ભારે અને ગંભીર છબરડાં સામે આવ્યા છે. ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા, કરાડ નદીનો બ્રિજ જેવી સરકારી મિલકતોમાં સિટી સરવે (Property Survey) કચેરીમાંથી સરપંચ દ્વારા મેળવવામાં આવેલા દફતર મુજબ, ખાનગી માલિકનાં નામે હાલ આ મિલકતો જોવા મળી રહી છે. આ ગંભીર ભૂલનાં સુધારા માટે છેલ્લા દોઢ વર્ષથી સરપંચ દ્વારા જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક પગલાં ભરવામાં આવ્યા નથી. ત્યારે આગામી દિવસોમાં મિલકત સંબધિત આંતરિક ક્લેશ થવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી.

આ પણ વાંચો - Ahmedabad : ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિ. માટે કોમન એકટ, ડીનનીની મુદ્દત 3 વર્ષ કરાઈ

Advertisement

ઘોઘંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં સરવે કામગીરીમાં થયેલા ગંભીર છબરડા અંગે સરપંચ (Sarpanch) દ્વારા સંલગ્ન અધિકારીઓ અને રાજ્યનાં મુખ્યમંત્રી સહિતને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સિટી સરવે સુપ્રિટેન્ડેન્ટ કચેરી દ્વારા નક્કી કરાયેલી એજન્સીએ બારોબાર કોઈ પણ જાતનો સ્થળ પર પંચો રૂબરૂ સરવે કરવાને બદલે કાગળ પર ખોટો સરવે કરી તેના આધારે હાલ ઘોઘંબા ગ્રામ પંચાયત (Ghoghamba Gram Panchayat) વિસ્તારમાં આવેલી મિલકતોનાં કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં જરૂરી રેકર્ડ સાથે મેળવણી કર્યા વગર મનફાવે તે રીતે ફક્ત આકારણી પત્રકના આધારે મિલકત કાર્ડ બનાવવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - High Court : ભાવનગરનાં કલેક્ટરનો HC એ બરોબરનો ઉધડો લીધો, કહ્યું - જવાબદારોને છોડીશું નહીં..!

હાલ પંચમહાલના (Panchmahal) ઘોઘંબા ગ્રામ પંચાયત (Ghoghamba Gram Panchayat) વિસ્તારમાં અનેક મકાનો ગેરકાયદે દબાણ કરીને બનાવ્યા છે અને ઘણા મકાનો જે તે સમયે ભાડા પટે આપેલી જમીન પર બનેલી છે, જેની ગ્રામ પંચાયત દ્વારા ફક્ત મકાનની આકારણી કરવામાં આવી છે પરંતુ જમીન ગ્રામ પંચાયતની માલિકીની છે એવા અનેક મકાનો ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા છે, જેથી જો આવા મકાનોનું મિલકત કાર્ડ બને અને તેમાં માલિકી હકની સ્પષ્ટતા ના કરવામાં આવે તો ભવિષ્યમાં ગ્રામ પંચાયતની માલિકીની જમીન બાબતે માલિકી માટેની તકરાર થઈ શકે છે. ઉપરાંત, ફક્ત આકારણી પત્રકનાં આધારે મિલકત કાર્ડ બનાવવામાં આવશે. તો ગ્રામ પંચાયત વિસ્તારમાં ગામતળ, સરકારી પડતર જમીનો પર થયેલ ગેરકાયદે દબાણ કરનાર ભવિષ્યમાં માલિકી હક્કના દવા કરી શકે છે અને કોર્ટ કાર્યવાહી પણ કરી શકે છે, જેથી આવા ગેરકાયદે દબાણો મિલકત કાર્ડ થકી કાયદેસરનાં હક દાવા ના કરે એ માટે ફક્ત આકારણી પત્રકનાં આધારે મિલકત કાર્ડ બનાવવાનાં બદલે જે તે મિલકતની જમીનની કાયદેસરની માલિકી માટેનાં પુરાવા પણ ધ્યાનમાં લેવામાં આવે તેમ જ મિલકત સબંધી મહત્ત્વની કામગીરીમાં આટલી ગંભીર બેદરકારી દાખવવા બદલ જવાબદાર તમામ સામે કાર્યવાહી કરી નવેસરથી નિયમ મુજબ પંચો રૂબરૂ સાચો સરવે કરવામાં આવે. ત્યાં સુધી અગાઉ કરેલ ખોટા સરવેના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કામગીરી સ્થગિત કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ 

આ પણ વાંચો - Paralympics Games 2024 : ગુજરાતનાં આ 5 ખેલાડીઓનો જોમ અને જુસ્સો વધારશે ભારતનું ગૌરવ

Tags :
Advertisement

.