મોદી સરકાર લાવી PAN Card માં ઉત્ક્રાંતિ, જાણો PAN 2.0 ની સંપૂર્ણ માહિતી
- અશ્વની વૈષ્ણવે PAN 2.0 સંબંધિત ઘણી માહિતી શેર કરી
- PAN ડેટા વૉલ્ટ સિસ્ટમ પણ ફરજિયાત બની જશે
- જૂનો PAN નંબર PAN 2.0 માં પણ માન્ય રહેશે
PAN 2.0 Project : ભારતમાં દરેક વ્યક્તિ પાસે PAN Card હોવું જરૂરી છે. ભાકતીય કાયદા પ્રમાણે કોઈપણ નાણાકીય વ્યવહાર માટે આધુનિકતાના આધારે દરેક ભારતીય માટે PAN Card હોવું આવશ્યક છે. ત્યારે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા PAN Card માટે નવા નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. તેના અંતર્ગત નવા PAN Card માટે PAN 2.0 નામથી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટે પણ આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે.
અશ્વની વૈષ્ણવે PAN 2.0 સંબંધિત ઘણી માહિતી શેર કરી
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વની વૈષ્ણવે PAN 2.0 સંબંધિત ઘણી માહિતી શેર કરી છે. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે રૂ. 1,435 કરોડનો ખર્ચ થશે. જોકે, આ પ્રોજેક્ટ પૂરો થવામાં કેટલો સમય લાગશે? આ સંબંધિત માહિતી હજુ સુધી સામે આવી નથી. PAN 2.0 પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના ડિજિટલ ઈન્ડિયાનો એક ભાગ છે. તો વેપારીઓ લાંબા સમયથી સામાન્ય બિઝનેસ ઓળખ કાર્ડની માંગ કરી રહ્યા છે. હાલમાં વેપારીઓએ 3-4 અલગ અલગ ઓળખકર્તાઓ જાળવવા પડે છે, જે નવા PAN Card માં જ મર્જ કરવામાં આવશે.
આ પણ વાંચો: આંધ્રપ્રદેશ સરકાર Adani ને આપી શકે છે મોટો ઝટકો!
🚨 PAN cards to have QR codes.
India has approved the PAN 2.0 Project with a financial outlay of Rs 1,435 crore. This initiative will provide free upgrades to existing PAN cards, including the addition of a QR code, enhancing digital taxpayer services. pic.twitter.com/Ffkq4Z39CA
— Indian Tech & Infra (@IndianTechGuide) November 26, 2024
PAN ડેટા વૉલ્ટ સિસ્ટમ પણ ફરજિયાત બની જશે
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વની વૈષ્ણવના જણાવ્યા અનુસાર નવા PAN Cardમાં QR કોડ લગાવવામાં આવશે. તે સંપૂર્ણપણે પેપરલેસ અને ઓનલાઈન સિસ્ટમ પર આધારિત હશે. લોકોની તમામ મહત્વપૂર્ણ માહિતી આ QR કોડમાં ઉપલબ્ધ હશે. PAN 2.0 લાગુ થયા પછી, PAN ડેટા વૉલ્ટ સિસ્ટમ પણ ફરજિયાત બની જશે.
જૂનો PAN નંબર PAN 2.0 માં પણ માન્ય રહેશે
PAN 2.0 બનાવવા માટે તમારે તમારો PAN નંબર બદલવાની જરૂર રહેશે નહીં. જૂનો PAN નંબર PAN 2.0 માં પણ માન્ય રહેશે. આ પ્રોજેક્ટ હેઠળ લોકોને નવું PAN Card મળશે. જેમાં QR કોડ જેવી ડિજિટલ સુવિધાઓ હશે. નવું PAN Card મેળવવા માટે તમારે કોઈ રકમ ચૂકવવાની રહેશે નહીં. PAN નું અપગ્રેડેશન સંપૂર્ણપણે મફતમાં કરવામાં આવશે અને લોકોના સરનામા પર પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો: Adani Group ને બીજો મોટો ફટકો, ફ્રાન્સની આ કંપનીએ નવું રોકાણ કરવાની ના પાડી!