Paytm Payment Bank પર મની લોન્ડરિંગની શંકા, RBIએ રિપોર્ટ PM કાર્યાલય મોકલ્યો
Paytm Payment Bank: અત્યારે પેટીએમ પેમેન્ટ બેંક ઘણી ચર્ચામાં ચાલી રહી છે. આરબીઆઈ દ્વારા તેના પર ઘણા બધા પ્રતિબંધ લગાવી દીધા છે. તેનાથી ગ્રાહકોને કોઈ નુકસાન નથી થવાનું પરંતુ પેટીએમ પેમેન્ટ્સ બેંકને ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બધી પરિસ્થિતિ કેમ નિર્માણ પામી છે. કેમ અત્યારે પેટીએમ પેમેન્ટ બેંક આરબીઆઈને ખટકી રહીં છે. મળતી વિગતો પ્રમાણે પેટીએમ પેમેન્ટ બેંકે કોઈ પણ પ્રકારની પહેચાન આપ્યા સિવાય અનેક ખાતા ખોલી દીધા હતાં. આજ કારણને લઈને આરબીઆઈ દ્વારા પેટીએમ પર કાર્યવાહી કરવામાં આવી છે.
કેવાયસી વગર હજારો ખાતાઓ કઈ રીતે ખુલી ગયા?
ઉલ્લેખનીય છે કે, પેટીએમમાં કેવાયસી વિનાના ખાતાઓમાંથી કરોડો રૂપિયાની લેનદેન કરવામાં આવી છે, જેના કારણે પૈસાની અવૈધ હેરફેર થયાની આશંકા પેદા થઈ હતી. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે 1000 થી પણ વધારે યૂજર્સના ખાતા માત્ર એક જ પાન નંબર સાથે જોડાયેલા છે. આટલું જ નહીં, જ્યારે આરબીઆઈ અને ઓડિટરે બેંકના કમ્પ્લાયન્સ રિપોર્ટની તપાસ કરી તો તે પણ ખોટો જણાયો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરબીઆઈ ચિંતિત છે કે કેટલાક ખાતાઓનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થઈ શકે છે.
આરબીઆઈએ રિપોર્ટ પીએમ કાર્યાલય મોકલ્યો
આરબીઆઈએ પોતાની તપાસની વિગતોનો રિપોર્ટ ઈડી, ગૃહ મંત્રાલય અને પ્રધાનમંત્રી કાર્યાયલ સુધી મોકલાવી દીધો છે. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ રોઇટર્સને જણાવ્યું હતું કે, જો ગેરકાયદેસર પ્રવૃત્તિના પુરાવા મળશે તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) Paytm પેમેન્ટ્સ બેંકની તપાસ કરશે.
આ પણ વાંચો: Farzi જોઈને નકલી નોટો છાપવાનો આઈડિયા આવ્યો, આરોપીની કબુલાત
Paytm પેમેન્ટ્સ બેંક વ્યવહારો બંધ કરેઃ આરબીઆઈ
અત્યારે સુત્રો દ્વારા વિગતો મળી રહી છે કે, ગૃપમાં જે પણ પૈસાની લેણદેણ કરવામાાં આવી છે તેમાં પણ પાર્દર્શિતા જોવા નહોતી મળી. કેન્દ્રીય બેંકની તપાસમાં ગવર્નન્સના ધોરણોમાં ક્ષતિઓ પણ બહાર આવી છે, ખાસ કરીને Paytm પેમેન્ટ્સ બેંક અને તેની મૂળ કંપની One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ વચ્ચેના સંબંધોમાં પણ કેટલીય ખામીઓ બહાર આવી છે. Paytm ની મૂળ એપ દ્વારા કરવામાં આવેલા વ્યવહારોએ ડેટા ગોપનીયતાની ચિંતાઓ ઊભી કરી, જેના કારણે RBIએ Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા વ્યવહારો બંધ કરવાનો નિર્ણય લીધો. RBIની નોટિસને પગલે, Paytmના શેરને ભારે ફટકો પડ્યો, બે દિવસમાં 36% ઘટી ગયો અને તેનું માર્કેટ વેલ્યુએશન 2 બિલિયન ડોલર ઘટ્યું.