ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Palanpur : મોલ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો સહિત 250 એકમો સામે નગરપાલિકાની મોટી કાર્યવાહી

પાલનપુર પાલિકાએ 250 એકમોને ફટકારી નોટિસ મોલ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો સહિત અનેક એકમને નોટિસ સરવે દરમિયાન NOC ન હોવાનું સામે આવતા નોટિસ ફટકારાઈ સમયમર્યાદામાં વ્યવસ્થા નહીં કરે તેવા એકમોને સીલ કરાશે પાલનપુર નગરપાલિકા (Palanpur Municipality) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં...
09:20 AM Aug 07, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google
  1. પાલનપુર પાલિકાએ 250 એકમોને ફટકારી નોટિસ
  2. મોલ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો સહિત અનેક એકમને નોટિસ
  3. સરવે દરમિયાન NOC ન હોવાનું સામે આવતા નોટિસ ફટકારાઈ
  4. સમયમર્યાદામાં વ્યવસ્થા નહીં કરે તેવા એકમોને સીલ કરાશે

પાલનપુર નગરપાલિકા (Palanpur Municipality) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નગરપાલિકાએ શહેરમાં આવેલા મોલ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો સહિત 250 એકમોને નોટિસ ફટકારી છે. નગરપાલિકાનાં ફાયર વિભાગ (Fire Department) દ્વારા કરવામાં આવેલા સરવે દરમિયાન ફાયર NOC ના હોવાનું સામે આવતા નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારીને આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો -Anand : પ્લાસ્ટિકની કંપનીમાં ગઈકાલે લાગી ભીષણ આગ, ફાયર વિભાગને લઈને પણ ચોંકાવનારા ખુલાસા

પાલનપુર પાલિકાએ 250 એકમોને ફટકારી નોટિસ

સુરતનાં (Surat) તક્ષશીલા અને રાજકોટ (Rajkot) ગેમઝોન અગ્નિકાંડ સહિતની અનેક ઘટનાઓમાં કેટલાક માસૂમ અને નિર્દોષ નાગરિકોનાં જીવ ગયા હતા. રાજ્યમાં આગ લાગવાની ઘટનામાં નાગરિકોનાં મોત મામલે હાઈકોર્ટે (Gujarat High Court) પણ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારે રાજ્ય સરકારે પણ કોર્પોરેટ બિલ્ડિંગ, મોલ, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ સહિત તમામ એકમોને ફાયર NOC લેવાનું ફરજિયાત કર્યું છે. આ હેઠળ પાલનપુરમાં (Palanpur) નગરપાલિકાનાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવું હતું.

આ પણ વાંચો - Ahmedabad નું વાતાવરણ શહેરવાસીઓ માટે બન્યો મોટો ખતરો! જો આવું રહ્યું તો...

સમયમર્યાદામાં વ્યવસ્થા નહીં કરે તેવા એકમોને સીલ કરાશે

ફાયર વિભાગની (Fire Department) ચેકિંગ કામગીરી દરમિયાન શહેરમાં અનેક મોલ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો પર ફાયર NOC ના હોવાનું સામે આવતા નગરપાલિકા દ્વારા એવા કુલ 250 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. પાલનપુર નગરપાલિકાએ નોટિસ આપીને સમય મર્યાદામાં NOC (Fire NOC) મેળવી લેવા નોટિસમાં તાકીદ કરી છે. સાથે જ જો સમય મર્યાદામાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તેવા એકમોને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.

આ પણ વાંચો - Bharuch: આને બાપ કહેવાય ખરો? પોતાની સગી દીકરીને ગર્ભવતી બનાવી અને...

Tags :
fire departmentFire NOCGujarat FirstGujarat High CourtGujarati NewsPalanpur MunicipalityPMCRajkot Gamezone firesSuratSurat Takshshilla
Next Article