Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાની બહેન અને PM MODI...બંને વચ્ચે શું સંબંધ...?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાનની બહેન રાખડી બાંધશે પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખ આ વખતે 30મી વખત તેમને રાખડી બાંધશે કમર મોહસીન શેખ પાકિસ્તાનની દીકરી અને ભારતની વહુ છે PM MODI Rakhi : આજે રક્ષાબંધનનો તહેવાર છે અને બહેનો પોતાના...
પાકિસ્તાની બહેન અને pm modi   બંને વચ્ચે શું સંબંધ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાનની બહેન રાખડી બાંધશે
  • પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખ આ વખતે 30મી વખત તેમને રાખડી બાંધશે
  • કમર મોહસીન શેખ પાકિસ્તાનની દીકરી અને ભારતની વહુ છે

PM MODI Rakhi : આજે રક્ષાબંધનનો તહેવાર છે અને બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધીને રક્ષા કરવાનું વચન લઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI Rakhi ) પણ નાની બાળકીઓ પાસે રાખડી બાંધતા જોવા મળ્યા હતા. જો કે તેમની એક પાકિસ્તાની બહેન પણ તેને રાખડી બાંધવા આવશે.

Advertisement

પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખ આ વખતે 30મી વખત તેમને રાખડી બાંધશે

પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખ આ વખતે 30મી વખત તેમને રાખડી બાંધશે. કમર શેખ દર વર્ષે વડાપ્રધાન મોદીને રાખડી બાંધે છે અને પોતાના હાથે રાખડી બનાવે છે. રક્ષાબંધનના દિવસે તે વડાપ્રધાન મોદીના હાથ પર તેને સૌથી વધુ ગમતી રાખડી બાંધે છે. ચાલો જાણીએ કોણ છે કમર મોહસીન શેખ?

Advertisement

આ પણ વાંચો----Raksha Bandhan: ભદ્રા કાળ શરુ..બહેનોને રાખડી બાંધવા મળશે આટલો જ સમય

પાકિસ્તાનની દીકરી, ભારતની વહુ

તમને જણાવી દઈએ કે કમર મોહસીન શેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાભી છે. તે પાકિસ્તાનની દીકરી છે, પણ ભારતની વહુ છે. તેમનો જન્મ કરાચીમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો અને વર્ષ 1981માં તેમણે અમદાવાદ, ગુજરાતના રહેવાસી મોહસીન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ તે ભારત આવ્્યા અને અહીં સ્થાયી થયા હતા. મોહસીન ખાન એક ચિત્રકાર છે.

Advertisement

વડાપ્રધાન મોદીને કેવી રીતે મળ્યા?

કમર મોહસીન શેખ જણાવે છે કે જ્યારે પીએમ મોદી સંઘના પ્રચારક હતા ત્યારે તેઓ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. 1990માં ગુજરાતના તત્કાલિન રાજ્યપાલ સ્વર્ગસ્થ ડૉ. સ્વરૂપ સિંહે તેમને વડાપ્રધાન મોદી સાથે ભેટો કરાવ્યો હતો. તેમને જોઈને તેમનામાં પોતાનાપણાનો અહેસાસ થયો અને તેમણે વડાપ્રધાન મોદીને ભાઈ કહીને સંબોધ્યા. અમારી વાતચીત દરમિયાન, તેમણે રાખડી બાંધવાનો પ્રસ્તાવ મૂક્યો, જે નરેન્દ્ર મોદીએ સ્વીકારી લીધો. ત્યારથી આજ સુધી તે તેમને રાખડી બાંધી રહી છે.

તેઓ વડાપ્રધાનને પોતાના ભાઈ બનાવવા ઈચ્છતા હતા

કોરોનાના સમયગાળા દરમિયાન તે 3 વર્ષ સુધી તેને રાખડી ન બાંધી શકી, પરંતુ તેમણે વડાપ્રધાન મોદીને ચોક્કસ રાખડી મોકલી. મોહસીન કહે છે કે તેમનો પોતાનો કોઈ સગો ભાઈ નથી. તેથી તેઓ વડાપ્રધાનને પોતાના ભાઈ બનાવવા ઈચ્છતા હતા અને તેમની ઈચ્છાથી આ શક્ય બન્યું.

આ પણ વાંચો----Raksha Bandhan માં ચમકશે આ 3 રાશિના જાતકોનું કિસ્મત

Tags :
Advertisement

.