ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાની ક્રિકેટરની અશ્લીલ ચેટ વાયરલ, તેમા જે શબ્દો છે તે વાંચતા તમે શરમાઈ જશો

ICC ODI વર્લ્ડ કપ 2023 માં ખરાબ રીતે બહાર થયા બાદ પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી શ્રેણીની તૈયારીઓ કરી રહી છે. આ વચ્ચે પાકિસ્તાનનો એક ક્રિકેટર વિવાદોમાં જોવા મળી રહ્યો છે. અહીં અમે ઈમામ ઉલ હકની વાત કરી રહ્યા છીએ...
01:23 PM Nov 21, 2023 IST | Hardik Shah

ICC ODI વર્લ્ડ કપ 2023 માં ખરાબ રીતે બહાર થયા બાદ પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી શ્રેણીની તૈયારીઓ કરી રહી છે. આ વચ્ચે પાકિસ્તાનનો એક ક્રિકેટર વિવાદોમાં જોવા મળી રહ્યો છે. અહીં અમે ઈમામ ઉલ હકની વાત કરી રહ્યા છીએ જેના 25 નવેમ્બરના રોજ લગ્ન છે. સુત્રોની માનીએ તો તેની એક પ્રાઈવેટ ચેટ સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહ્યા છે.

લગ્ન પહેલા પ્રાઇવેટ ચેટ વાયરલ

પાકિસ્તાનની ટીમ માટે તાજેતરમાં પૂર્ણ થયેલો વર્લ્ડ કપ એક ખરાબ સપના બરોબર હતો. ટીમના ખેલાડીઓને પોતાના આવા પ્રદર્શનથી ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા. જોકે, આ વચ્ચે એક એવો પણ પાકિસ્તાની ક્રિકેટર છે જેને કોઇ ફરક પડતો ન હોય તેવું લાગી રહ્યુ છે. તે પોતાની મસ્તીમાં મસ્ત છે. અમે વાત કરી રહ્યા છીએ પાકિસ્તાન ટીમના ઓપનર ઈમામ ઉલ હક વિસે. જે એકવાર ફરી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. જીહા, વર્લ્ડકપ 2023માં ખરાબ પ્રદર્શનને કારણે તેને છેલ્લી મેચોમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને હવે વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ તે નવા વિવાદમાં ફસાઈ ગયો છે. 27 વર્ષીય બેટ્સમેન આવતા શનિવારે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેના એક દિવસ બાદ ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવશે. જો કે તે પહેલા ફરી એકવાર તે વિવાદોમાં ફસાઈ ગયો છે. હવે જોવાનું એ રહે છે કે ભવિષ્યમાં તેની કારકિર્દી પર તેની કેટલી અસર પડે છે.

પહેલા પણ વાયરલ થઇ ચુકી છે ચેટ

ઈમામ ઉલ હક ભારતમાં તાજેતરમાં પૂરા થયેલા ICC ODI વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમનો ભાગ હતો, જ્યાં ટીમ લીગ તબક્કામાં હારી ગઈ હતી. ઈમામ સાથે આ બીજી ઘટના છે, અગાઉ 2019 માં એક મહિલાએ તેના પર તેની અને અન્ય ઘણી મહિલાઓ સાથે એક જ સમયે અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે પોતાની અને ઈમામ વચ્ચેની વોટ્સએપ ચેટ પણ સોશિયલ મીડિયા પર લીક કરી હતી. આ મહિનાની શરૂઆતમાં, પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ પણ આવી જ એક ઘટનાનો ભોગ બન્યા હતા, કારણ કે પીસીબીના ટોચના અધિકારી સાથેની તેમની ચેટ બોર્ડના વડા ઝકા અશરફ દ્વારા લીક કરવામાં આવી હતી. ARY ન્યૂઝના એન્કર શોએબ જટે નેશનલ ટીવી પર બાબર અને PCB ના CEO સલમાન નસીર વચ્ચેની વોટ્સએપ ચેટ લીક કરી હતી. જો કે, ગુજરાત ફર્સ્ટ આ લીક થયેલી ચેટ્સની પુષ્ટિ કરતું નથી.

ઈમામ ઉલ હકની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી

ઈમામની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તે પાકિસ્તાન ટીમ માટે અત્યાર સુધીમાં કુલ 96 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 115 ઇનિંગ્સમાં તેના બેટથી 4633 રન બન્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે 12 સદી અને 28 અડધી સદી છે.

આ પણ વાંચો - જો Rohit Sharma ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડશે તો કોણ સંભાળશે કમાન?

આ પણ વાંચો - સૌથી સફળ બોલર Shami ને કેમ અંતિમ સમયે આપવામાં ન આવી ઓવર? શું રોહિતનો આ નિર્ણય ટીમની હારનું બન્યું કારણ ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Chat Screenshortimam ul haq pakistanImam-Ul-Haq's Private ChatsImam-Ul-Haq's Private Chats Leakedpakistan cricketPakistan Cricket TeamPakistani cricketer'sSocial Media
Next Article