Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chandrayaan-3 : આઘાતમાંથી બહાર આવેલા પાકિસ્તાને આખરે ચુપ્પી તોડી, જાણો શું કહ્યું

ભારતના ચંદ્ર મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) ની સફળતા પર મૌન તોડતા પાકિસ્તાને (Pakistan) કહ્યું છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે ભારતીય વૈજ્ઞાનિકો પ્રશંસાને પાત્ર છે. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટના કહેવા મુજબ  બંને દેશો વચ્ચેના વર્તમાન સંબંધોને જોતા પાકિસ્તાને...
01:09 PM Aug 26, 2023 IST | Vipul Pandya
ભારતના ચંદ્ર મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) ની સફળતા પર મૌન તોડતા પાકિસ્તાને (Pakistan) કહ્યું છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે ભારતીય વૈજ્ઞાનિકો પ્રશંસાને પાત્ર છે. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટના કહેવા મુજબ  બંને દેશો વચ્ચેના વર્તમાન સંબંધોને જોતા પાકિસ્તાને જે રીતે ભારતની સિદ્ધિની પ્રશંસા કરી છે તે ભાગ્યે જ જોવા મળે છે.
ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 બુધવારે તેના નિર્ધારિત સમયે સાંજે 6.4 કલાકે સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. સફળ સોફ્ટ લેન્ડિંગ સાથે, ભારત ચંદ્ર પર પગ મૂકનાર ચોથો દેશ બની ગયો છે. તે જ સમયે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બની ગયો છે.
 ઈસરોના વૈજ્ઞાનિકો પ્રશંસાને પાત્ર છે
શુક્રવારે પાકિસ્તાની વિદેશ મંત્રાલયની સાપ્તાહિક ન્યૂઝ બ્રીફિંગ દરમિયાન, પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચને પૂછવામાં આવ્યું કે, "હાલમાં જે આંતરરાષ્ટ્રીય ડેવલપમેન્ટ  થયું છે તે ભારતનું મૂન લેન્ડિંગ છે. પાકિસ્તાન તેને કેવી રીતે જુએ છે?" આના જવાબમાં તેમણે કહ્યું કે આ પ્રશ્નના જવાબમાં હું એટલું જ કહીશ કે આ એક મહાન વૈજ્ઞાનિક સિદ્ધિ છે, જેના માટે ઈસરોના વૈજ્ઞાનિકો પ્રશંસાને પાત્ર છે.

ફવાદ હુસૈન ચૌધરીએ ઈસરોને શુભેચ્છા પાઠવી હતી
બંને દેશો વચ્ચેના વર્તમાન સંબંધોને જોતા પાકિસ્તાને જે રીતે ભારતની સિદ્ધિની પ્રશંસા કરી છે તે ભાગ્યે જ જોવા મળે છે. આ પહેલા પાકિસ્તાનના પૂર્વ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ હુસૈન ચૌધરીએ ઈસરોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે ઈસરો માટે આ ઐતિહાસિક ક્ષણ છે. સપનાઓ ધરાવતી યુવા પેઢી જ દુનિયા બદલી શકે છે.
બ્રિક્સ વિશે શું કહ્યું ?
તાજેતરમાં, દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી BRICS સમિટમાં 6 નવા દેશોને પ્રવેશ મળ્યો છે. 1 જાન્યુઆરી, 2024થી ઈરાન, આર્જેન્ટિના, ઈથોપિયા, ઈજીપ્ત, ઈરાન, યુએઈ અને સાઉદી અરેબિયા બ્રિક્સના સભ્ય બનશે. આ અંગે ટિપ્પણી કરતા મમતા ઝહરા બલોચે કહ્યું કે પાકિસ્તાને હજુ સુધી બ્રિક્સમાં સામેલ થવા માટે કોઈ ઔપચારિક વિનંતી કરી નથી. અમે જે આંતરરાષ્ટ્રીય ડેવલપમેન્ટ થયું છે તેનો અભ્યાસ કરીશું અને ભવિષ્યમાં બ્રિક્સમાં જોડાવાનો નિર્ણય લઈશું.
આ પણ વાંચો---ચંદ્રયાન-3નો લેન્ડિંગ પોઈન્ટ શિવશક્તિ નામથી ઓળખાશે : PM MODI
Tags :
Chandrayaan-3IndiaISROPakistanrover PragyanVikram lander
Next Article