Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pakistan Heat Wave : તાપમાન 52 ડિગ્રીને પાર, કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

Pakistan Heat Wave alert : દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. રાજસ્થાનમાં પણ આ દિવસોમાં કાળઝાળ ગરમી (Scorching Heat) નો અનુભવ થઈ રહ્યો છે. આ ગરમી વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે BSFના જવાનો (BSF Soldiers)...
09:38 AM May 28, 2024 IST | Hardik Shah
Pakistan Heat Wave

Pakistan Heat Wave alert : દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. રાજસ્થાનમાં પણ આ દિવસોમાં કાળઝાળ ગરમી (Scorching Heat) નો અનુભવ થઈ રહ્યો છે. આ ગરમી વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે BSFના જવાનો (BSF Soldiers) આવી ભીષણ ગરમીમાં ભારત-પાકિસ્તાન સરહદ (India-Pakistan Border) ની સુરક્ષા કરી રહ્યા છે. જોકે, આ વચ્ચે આપને જણાવી દઇએ કે, ભારતના પડોશી દેશ પાકિસ્તાન (India's Neighboring Country Pakistan) માં પણ ગરમીના કારણે સ્થિતિ કાબૂ બહાર થઇ રહી છે.

પાકિસ્તાનમાં કાળઝાળ ગરમી

આ વર્ષે ગરમી તેના પાછલા તમામ રેકોર્ડ તોડી રહી છે. ભારત સહિત તેના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે. અહીં ઘણી જગ્યાએ તાપમાન 53 ડિગ્રીને પાર કરી ગયું છે. કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થવાના કારણે પાકિસ્તાનીઓની હાલત કફોડી બની રહી છે. દિવસભર ગરમીના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોની ટીમનું કહેવું છે કે મે મહિનામાં સમગ્ર એશિયામાં ભારે ગરમી જોવા મળી રહી છે. પાકિસ્તાન હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારી શાહિદ અબ્બાસે જણાવ્યું કે સિંધ શહેર મોહેંજો દારોમાં છેલ્લા 24 કલાકમાં તાપમાન 52 ડિગ્રીને પાર કરી ગયું છે. તેમણે રોઇટર્સને જણાવ્યું કે 2500 BC માં બનેલ સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતત્વીય સ્થળો માટે પ્રખ્યાત મોહેંજો દારો સૌથી વધુ ગરમીનો અનુભવ કરી રહ્યું છે.

પાકિસ્તાનના ઘણા ભાગોમાં તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસની નજીક નોંધાયું

આ સિવાય દેશના કેટલાક ભાગોમાં તાપમાન 53.5 ડિગ્રી અને 54 ડિગ્રી સેલ્સિયસની નજીક નોંધાયું હતું. મોહેંજો દરો પાકિસ્તાનનું એક નાનું શહેર છે, જ્યાં તાપમાન ઘણીવાર ખૂબ ગરમ હોય છે. અહીં ઠંડી ઓછી અને વરસાદ ઓછો છે.  પરંતુ, આ વખતે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્થિતિ એવી છે કે ગરમીના કારણે અહીં સ્થાપિત મર્યાદિત બજારો પણ દિવસ દરમિયાન ભાગ્યે જ ખુલતા હોય છે. અહીં બેકરીઓ, ચાની દુકાનો, મિકેનિક્સ, ઈલેક્ટ્રોનિક સમારકામની દુકાનો અને ફળ અને શાકભાજીની દુકાનો છે. સામાન્ય રીતે દરેક સિઝનમાં બજારો વ્યસ્ત રહેતી હોય છે પરંતુ આ વખતે કાળઝાળ ગરમીના કારણે ગ્રાહકોની સંખ્યા નહિવત બની છે.

વીજકાપથી લોકો પરેશાન

આકાશમાંથી આવી રહેલી અગનજ્વાળાના કારણે વીજળીની માંગમાં વધારો થયો છે. પણ દેશના ઘણા વિસ્તારો એવા છે કે જ્યા વીજકાપ મુકવામાં આવ્યો છે. પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમીએ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. તેના ઉપર પાવર ફેલ થવાના કારણે પણ સમસ્યાઓ વધી રહી છે. ચાની સ્ટોલ ચલાવતા એક શખ્સે કહ્યું, "અત્યંત ગરમીને કારણે ગ્રાહકો રેસ્ટોરન્ટમાં આવતા નથી. હું આ રેસ્ટોરન્ટમાં ટેબલ અને ખુરશીઓ સાથે કોઈ ગ્રાહક વગર બેઠો છું. અહીં વીજળી પણ નથી. ગરમીમાં અમને ખૂબ જ નર્વસ કરી દીધા છે. ” ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં 2017માં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. તે સમયે, બલૂચિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંતમાં સ્થિત તુર્બત શહેરમાં રેકોર્ડ તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. પાકિસ્તાન હવામાન વિભાગના મુખ્ય હવામાનશાસ્ત્રી સરદાર સરફરાઝે જણાવ્યું હતું કે, તે એશિયામાં બીજું સૌથી ગરમ અને વિશ્વનું ચોથું સૌથી ગરમ તાપમાન હતું.

આ પણ વાંચો - આ ગામમાં ભૂસ્ખલનથી સર્જાયા ભયાનક દ્રશ્યો, 100 થી વધુ લોકોના મોત

આ પણ વાંચો - Afghanistan માં ભારે વરસાદ અને પૂરે તબાહી મચાવી, 50 લોકોના મોત…

Tags :
Gujarat Firstheat in pakistanheat waveheatwavePakistanPakistan Heat WavePakistan Heat Wave alertPakistan Heat Wave Newspakistan weatherpakistan weather newsReuterssevere heat waveTemperature updateworld news
Next Article