Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાનની કોર્ટે પૂર્વ PM Imran Khan ને 10 વર્ષ જેલની સજા સંભળાવી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) ને એક મોટો ઝટકો લાગ્યો છે. આવતા મહિને યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા પાકિસ્તાની કોર્ટે (Pakistan's Court) ઈમરાન ખાનને સત્તાવાર રહસ્યો જાહેર કરવા બદલ 10 વર્ષની જેલની સજા ફટકારી છે. ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ...
02:38 PM Jan 30, 2024 IST | Hardik Shah

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) ને એક મોટો ઝટકો લાગ્યો છે. આવતા મહિને યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા પાકિસ્તાની કોર્ટે (Pakistan's Court) ઈમરાન ખાનને સત્તાવાર રહસ્યો જાહેર કરવા બદલ 10 વર્ષની જેલની સજા ફટકારી છે. ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)એ આ જાણકારી આપી છે.

ઈમરાન ખાનને સાઇફર કેસમાં 10 વર્ષની જેલ

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, PTI ના સંસ્થાપક ઈમરાન ખાન (Imran Khan) અને શાહ મહમૂદ કુરેશી (Shah Mehmood Qureshi) ને સાઇફર કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ કેસની સુનાવણી કરતી વિશેષ અદાલતના ન્યાયાધીશ અબ્દુલ હસનત ઝુલકરનૈ (Abdul Hasnat Zulkarnain) ને મંગળવારે આ નિર્ણય સંભળાવ્યો છે. ઈમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે અને ત્યાં આ કેસનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. પહેલાથી જ જેલમાં રહેલા ઈમરાન ખાન (Imran Khan) માટે આ નિર્ણયને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, જે પહેલા આ સજા ઈમરાનની પાર્ટીની ચૂંટણી તૈયારીઓ માટે કોઈ ઊંડા ફટકાથી ઓછી નથી. કારણ કે આ 10 વર્ષની સજા સાથે ઈમરાન ખાન અને તેમની સરકારમાં વિદેશ મંત્રી રહેલા શાહ મહેમૂદ કુરેશી માટે ચૂંટણી લડવાનો રસ્તો બંધ થઈ ગયો છે. બંને નેતાઓને રાવલપિંડીની હાઈ સિક્યોરિટી જેલમાં રાખવામાં આવ્યા છે. તેમને રાજદ્વારી સ્તરે ઓફિશિયલ સિક્રેટ એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે.

જાણો જજે શું કહ્યું?

સુનાવણી દરમિયાન જજે કહ્યું કે, ઈમરાન ખાનના વકીલો કોર્ટમાં હાજર નથી થઈ રહ્યા. તેમને સરકારી વકીલ આપવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ વિદેશ મંત્રી કુરેશીએ કહ્યું કે જ્યારે તેમના વકીલ હાજર નથી તો તેઓ તેમનું નિવેદન કેવી રીતે નોંધી શકશે. આ સુનાવણી જેલની અંદર જ થઈ હતી. ચૂંટણી પહેલા ઈમરાન ખાનની પાર્ટીમાંથી ચૂંટણી ચિન્હ 'બલ્લા' પણ છીનવી લેવામાં આવ્યું હતું.

આ કેસને મજાક ગણાવ્યો હતો

નોંધનીય છે કે જ્યારે ઈમરાન ખાન વિરુદ્ધ સત્તાવાર રહસ્યો લીક કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારે તેણે આ કેસને મજાક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે પ્રોસિક્યુશન ટીમ અને બચાવ પક્ષના વકીલો બંને સરકારના છે. ઈમરાને તેને ફિક્સ્ડ મેચ ગણાવી હતી. જણાવી દઈએ કે ઈમરાન ખાનને એપ્રિલ 2022માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને હટાવવામાં આવ્યા હતા. ઈમરાન ખાન સત્તા છોડ્યા ત્યારથી પાકિસ્તાનમાં તેમની વિરુદ્ધ 150 થી વધુ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - Sri Lanka માં પ્રથમ વખત અશોક સ્તંભની આધારશિલા રખાઈ, ભારત માટે ખાસ વાત

આ પણ વાંચો - Ayodhya Case : ATS ખાલિસ્તાની આતંકવાદી પન્નુ સામે લુકઆઉટ જારી કરશે, પંજાબ પોલીસ કરશે મદદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Anadolu AjansıasiaBig news from Pakistanformer Pak PM Imran Khanformer PM Imran Khanformer prime minister imran khanImran KhanImran Khan 10 Years Jail NewsImran Khan and Mahmood Qureshi sentenced to 10 yearsImran Khan Cipher CaseImran Khan Cypher CaseImran Khan jailedimran khan newsImran Khan SentenceImran khan sentenced 10 years JailPakistanPakistan courtpakistan newsPakistan Political CrisisPrisonShah Mahmood QureshiShah Mahmood Qureshi jailed
Next Article