Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાનના કેપ્ટને T20 World Cupમાં રચ્યો ઈતિહાસ, ધોનીનો તોડ્યો આ રેકોર્ડ

T20 World Cup 2024માંથી પાકિસ્તાન (Pakistan) નો સફર ખતમ થઇ ગયો છે. બાબર આઝમ (Babar Azam) ની આગેવાની હેઠળની પાકિસ્તાની ક્રિકેટ ટીમે (Pakistan Cricket Team) આયર્લેન્ડ સામેની જીત સાથે T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં તેમના અભિયાનનો અંત કર્યો...
11:15 AM Jun 17, 2024 IST | Hardik Shah
Babar Azam Runs in T20 World Cup

T20 World Cup 2024માંથી પાકિસ્તાન (Pakistan) નો સફર ખતમ થઇ ગયો છે. બાબર આઝમ (Babar Azam) ની આગેવાની હેઠળની પાકિસ્તાની ક્રિકેટ ટીમે (Pakistan Cricket Team) આયર્લેન્ડ સામેની જીત સાથે T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં તેમના અભિયાનનો અંત કર્યો હતો. આ વર્લ્ડ કપ પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) માટે ખરાબ સ્વપ્નથી ઓછું નથી. આ વખતે પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયું હતું. તેમને ગ્રુપ સ્ટેજ દરમિયાન ભારત અને અમેરિકા (India and America) ના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લે આયર્લેન્ડ સામેની મેચમાં પણ તેઓ મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. જોકે, બાબર આઝમની કેપ્ટનશીપની ઇનિંગ્સના આધારે ટીમે 3 વિકેટે જીત મેળવી હતી. આ દરમિયાન બાબરે T20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ નંબર-1 નું સ્થાન હાંસલ કર્યું છે.

બાબર આઝમે ધોનીને છોડ્યો પાછળ

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન T20 World Cup 2024 માં ખૂબ જ ખરાબ રહ્યું છે. હવે આ ટીમ ટૂર્નામેન્ટમાંથી પણ બહાર થઇ ગઇ છે. ટીમને ગ્રુપ સ્ટેજ દરમિયાન ભારત અને અમેરિકાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને તેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચ આયર્લેન્ડ સામે 16 જૂને રમી હતી. પાકિસ્તાને આ મેચ જીતી લીધી હતી. પાકિસ્તાનની જીત સાથે, T20 વર્લ્ડ કપ 2024માં તેની સફર પણ ખતમ થઈ ગઈ, પરંતુ આ દરમિયાન ટીમના કેપ્ટન બાબર આઝમે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે એક યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. જણાવી દઇએ કે, બાબર આઝમ હવે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. જીહા, તેણે આ મેગા ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી 17 ઇનિંગ્સમાં 36.60ની એવરેજ અને 111.35ની સ્ટ્રાઇક રેટ સાથે સૌથી વધુ 549 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 70 રન રહ્યો છે. જ્યારે ધોનીએ T20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે ભારત માટે 29 ઇનિંગ્સમાં 529 રન બનાવ્યા હતા. બાબર અને ધોની ઉપરાંત ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન, શ્રીલંકાના મહેલા જયવર્દને અને દક્ષિણ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ પણ T20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોપ-5માં છે.

T20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન-

બાબર આઝમ (પાકિસ્તાન) - 17 ઇનિંગ્સમાં 549 રન
એમએસ ધોની (ભારત) - 29 ઇનિંગ્સમાં 529 રન
કેન વિલિયમસન - 19 ઇનિંગ્સમાં 527 રન
મહેલા જયવર્દને (શ્રીલંકા) – 11 ઇનિંગ્સમાં 360 રન
ગ્રીમ સ્મિથ (દક્ષિણ આફ્રિકા) - 16 ઇનિંગ્સમાં 352 રન

T20 વર્લ્ડ કપમાં બાબર કેપ્ટન તરીકે

બાબર આઝમ વર્ષ 2021, 2022 અને હવે 2024માં T20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે પાકિસ્તાન માટે રમી ચૂક્યો છે. બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાનની ટીમ 2021માં સેમીફાઈનલ અને 2022માં ફાઈનલ માટે ક્વોલિફાય થઈ હતી, જોકે આ સિઝનમાં પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજને પણ પાર કરી શકી નથી. પાકિસ્તાનના ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે તેમની ટીમ T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ હોય.

આ પણ વાંચો - IND VS PAK: પાકિસ્તાનની હાર બાદ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યો ખેલાડી, જુઓ VIDEO

આ પણ વાંચો - બાંગ્લાદેશની જીત સાથે T20 World Cup 2024માં સુપર-8ની સ્થિતિ સ્પષ્ટ, જાણો કઇ ટીમો વચ્ચે થશે ટક્કર

Tags :
Babar Azambabar azam runs in t20 world cupCricket NewsGujarat FirstHardik Shahmost runs as a captain in t20 world cupMost runs as captain in T20 World CupMS DhoniPakistan Cricket TeamPakistan Cricket Team NewsPakistan vs Ireland HighlightsT20 World CupT20 World Cup 2024 NewsT20 World Cup NewsT20-World-Cup-2024
Next Article