Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pakistan: કરાચી એરપોર્ટની બહાર મોટો વિસ્ફોટ, બેના મોત

કરાચી એરપોર્ટની બહાર થયો બ્લાસ્ટ બ્લાસ્ટમાં બે લોકોના મોત આઠ વધુ લોકો ઘાયલ થયા હોવાની આશંકા   Pakistan: પાકિસ્તાન(Pakistan)ના કરાચી એરપોર્ટ(Karachi Airport)ની બહાર રવિવારે થયેલા બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ...
pakistan  કરાચી એરપોર્ટની બહાર મોટો વિસ્ફોટ  બેના મોત
  • કરાચી એરપોર્ટની બહાર થયો બ્લાસ્ટ
  • બ્લાસ્ટમાં બે લોકોના મોત
  • આઠ વધુ લોકો ઘાયલ થયા હોવાની આશંકા

Advertisement

Pakistan: પાકિસ્તાન(Pakistan)ના કરાચી એરપોર્ટ(Karachi Airport)ની બહાર રવિવારે થયેલા બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસ અને પ્રાંતીય સરકારના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના સૌથી મોટા એરપોર્ટની બહાર એક ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. દરમિયાન પ્રાંતીય ગૃહ મંત્રી ઝિયા ઉલ હસને લોકલ ચેનલ એજન્સીના મધ્યયમાંથી જણાવ્યું કે આ હુમલો વિદેશીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે હુમલો ચીની નાગરિકો પર કરવામાં આવ્યો હતો, જેમાંથી એક ઘાયલ થયો હતો. પાકિસ્તાનમાં હજારો ચીની કામદારો છે, જેમાંથી મોટા ભાગના બેઇજિંગના અબજ ડોલરના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં કામ કરી રહ્યા છે, જે દક્ષિણ અને મધ્ય એશિયાને ચીનની રાજધાની બેઇજિંગ સાથે જોડે છે.

Advertisement

બ્લાસ્ટથી એરપોર્ટની ઇમારતો ધ્રૂજી ઉઠી

બ્લાસ્ટ બાદ બહાર પાડવામાં આવેલા એક વિડિયોમાં કારમાં આગની જ્વાળાઓ જોઈ શકાય છે અને એરપોર્ટની બહારથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઈસ્ટ અઝફર મહેસરે મીડિયાને જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે તે ઓઈલ ટેન્કર વિસ્ફોટ હતો. તેમણે કહ્યું, "અમે વિસ્ફોટની પ્રકૃતિ અને કારણ શોધી રહ્યા છીએ. તેમાં સમય લાગે છે." તેમણે કહ્યું કે ઘાયલોમાં પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. ગૃહમંત્રી અને મહાનિરીક્ષકે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, પરંતુ પ્રેસ સાથે વાત કરી ન હતી. નાગરિક ઉડ્ડયન વિભાગમાં કામ કરતા રાહત હુસૈને જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો મોટો હતો કે એરપોર્ટની ઇમારતો ધ્રૂજી ઉઠી હતી.

Advertisement

આ પણ  વાંચો -Israel માં વધુ એક આતંકી હુમલો, 11 લોકો ઘાયલ અને 1 મહિલાનું મોત

ચીની નાગરિકોની કારને નિશાનો બાનવ્યો

આ બ્લાસ્ટ ચીની નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. વિદેશી નાગરિકોને લઈને એક કાર એરપોર્ટ તરફ જઈ રહી હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. એરપોર્ટ સિગ્નલ પાસે કારના કાફલામાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં વિદેશી નાગરિકોને લઈ જતી પોલીસ વાહનને પણ નુકસાન થયું હતું. સર્વત્ર અરાજકતા હતી. સળગતા વાહનોથી લોકો ભાગવા લાગ્યા હતા. વિસ્ફોટ પછી લાંબા સમય સુધી પણ કોઈ સમજી શક્યું નહીં કે શું થયું. સામે માત્ર વાહનો સળગાવવાનું દ્રશ્ય હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. વિસ્ફોટની સાથે જ કારમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટમાં દસ વાહનોને નુકસાન થયું હતું, જેમાંથી ચાર વાહનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા.

આ પણ  વાંચો -Chinese Spy Balloon થી ચીન કરી રહ્યું છે, ભારત-અમેરિકાની જાસૂસી....

અધિકારીઓ પાસે કોઈ જવાબ ન હતો

અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બ્લાસ્ટ પછી પાકિસ્તાની અધિકારીઓ એ સવાલનો યોગ્ય જવાબ આપી શક્યા ન હતા કે બ્લાસ્ટ કોને નિશાન બનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનના સીઆઈડીના ડાયરેક્ટર જનરલ આસિફ ઈજાઝ શેખે પાકિસ્તાની મીડિયાને જણાવ્યું હતું કે બ્લાસ્ટ કેવી રીતે કરવામાં આવ્યો તે કહેવું મુશ્કેલ છે. પાકિસ્તાની અધિકારીઓ એ કહેવાની કોશિશ કરતા રહ્યા કે હુમલા બાદ કરાચી એરપોર્ટની કામગીરી સરળતાથી ચાલી રહી છે. વિસ્ફોટના લગભગ એક કલાક પછી સિંધના ગવર્નર કામરાન કસૂરી મીડિયા સમક્ષ હાજર થયા, પરંતુ તેઓ એ વાત સ્વીકારવા તૈયાર ન હતા કે આ હુમલો વિદેશી નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. કસુરીએ એમ પણ કહ્યું કે વિસ્ફોટોને કારણે તણાવ જેવી સ્થિતિ નથી.

Tags :
Advertisement

.