Pahalgam terrorist attack: અમદાવાદના પર્યટકનાં વીડિયોમાં મોટો ખુલાસો, ઝીપલાઈન ઓપરેટર શંકાના દાયરામાં
- પહેલગામ હુમલાને લઈ મોટા સમાચાર
- NIA ની ટીમ અમદાવાદ આવી શકે છે
- ઋષિ ભટ્ટની મુલાકાત NIA ની ટીમ કરી શકે છે
- હુમલા સમયે ઋષિ ભટ્ટ પહેલગામ પ્રવાસે હતા
- પ્રવાસીએ સ્થાનિકની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી છે
પહલગામ આતંકી હુમલા(Pahalgam terrarist Attack) ને લઈને મોટો ધડાકો થયો છે. પાકિસ્તાન પ્રેરિત આતંકનો આધાર હવે હાથવેતમાં છે. હુમલામાં લોકલ સપોર્ટ પર મોટો ખુલાસો થઈ શકે છે. પાકિસ્તાને કરાવેલા આતંકવાદી હુમલામાં મોટો ધડાકો થઈ શકે છે. અમદાવાદી પર્યટક (Ahmedabad turist) નો વીડિયો તપાસનાં દાયરામાં આવ્યો છે. ઝીપલાઈન કરતા પર્યટકના વીડિયોમાં શંકાસ્પદ શખ્સ જોવા મળે છે. વીડિયોમાં દેખાતો ઝીપલાઈન ઓપરેટર શંકાના દાયરામાં છે. એક તરફ ફાયરિંગ અને બીજી તરફ ઓપરેટરનું અલ્લાહુ અકબર.... પાકિસ્તાને મોકલેલા આતંકીઓએ ધડાધડ ફાયરિંગ કર્યું હતું. પણ પાકિસ્તાન પ્રેકિત આતંક લોકલ સપોર્ટ વિના કેવી રીતે સંભવ છે.
હુમલામાં લોકલ સપોર્ટ પર થઈ શકે છે ખુલાસો
ત્રણવાર અલ્લાહુ અકબર અને ધડધડ મોતનો ખેલ શરૂ થયો હતો. ફાયરિંગ થતું હોવા છતાં ઝીપલાઈન પર ટૂરિસ્ટરને જવા દીધો હતો. પાકિસ્તાનનાં આતંકનો ખેલ વાયા કાશ્મીર લોકલ સપોર્ટ? વીડિયો વાયરલ થતા ઓપરેટર હવે NIA (NIA Team) ના સકંજામાં છે. ઝીપલાઇન ઓપરેટરની પૂછપરછ કરી શકે છે. પહલગામ આતંકી હુમલા (Pahalgam Attack) ને લઈને મોટો ધડાકો પૂછપરછમાં થઈ શકે છે.
શું કહ્યું ઋષિ ભટ્ટે?
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલા દરમિયાન ઋષિ ભટ્ટે પોતાના પરિવાર સાથે હિંમતભેર જીવ બચાવ્યો. તેમણે ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે, જિપલાઇન પર બેસતાં જ નીચે ફાયરિંગ શરૂ થઇ ગયું હતું, જ્યાં 5-6 લોકોને ગોળી વાગી હતી. તેમની પત્ની અને પુત્ર જિપલાઇન દ્વારા આગળ પહોંચી ગયા હતા, પરંતુ તેમની સામે બે પરિવારોનું ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી. તેમણે આગળ કહ્યું કે, તે સમયે જિપલાઇન પર હતો, જ્યારે મારી પત્નિ અને મારો છોકરો ત્યા હતા પણ તેમ છતા તેઓ બચી ગયા અને હું પણ બચી ગયો. હું જેવો મારી પત્નિ અને પુત્ર પાસે પહોંચ્યો ત્યારે અમે ત્યાથી દોડવાનું શરૂ કર્યું અને એક બ્લાઇન્ડ સ્પોર્ટની અંદર અમે ઉધા સુઇ ગયા હતા. જેવું ફાયરિંગ ઓછું થયું કે અમે મેઇન ગેટ તરફ દોડ્યા. આ દરમિયાન અન્ય ઘણા લોકોને ગોળી વાગી, પરંતુ અમારો પરિવાર હેમખેમ મેઇન ગેટ સુધી પહોંચ્યો હતો. ત્યાં જોયું તો ખબર પડી કે અહીં સુરક્ષાકર્મીઓની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાંથી અમે નીચે જવાનો જે રસ્તો હતો ત્યા દોડ્યા અને થોડું દોડ્યા બાદ ત્યા ઇન્ડિયન આર્મી હતી જેમણે અમને કવર કરી દીધા હતા.તે પછી તેઓ અમને નીચે પાર્કિગ સુધી કવર કરીને લઇ ગયા હતા. જ્યા પહોંચ્યા બાદ અમે વાહનમાં બેસીને શ્રીનગર જતા રહ્યા હતા.
આ પણ વાંચોઃ Gujarat : ઘૂસણખોરો પર સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક, ચંડોળા તળાવ 'દબાણમુક્ત' બનશે
લગભગ 20 સેકન્ડ સુધી ખ્યાલ જ ન આવ્યો
ગુજરાતના અમદાવાદના પ્રવાસી ઋષિ ભટ્ટે આ ઘટનાને યાદ કરતા કહ્યું, 'જ્યારે ગોળીબાર શરૂ થયો ત્યારે હું ઝિપલાઇન કરી રહ્યો હતો. મને લગભગ 20 સેકન્ડ સુધી ખ્યાલ જ ન આવ્યો. મને અચાનક ખ્યાલ આવ્યો કે ગોળીબાર શરૂ થઈ ગયો છે અને જમીન પરના લોકો મરી રહ્યા છે. મેં જોયું કે 5-6 લોકોને ગોળી વાગી હતી. લગભગ 20 સેકન્ડ પછી મને ખ્યાલ આવ્યો કે તે આતંકવાદી હુમલો હતો. વધુમાં ઋષિ ભટ્ટે કહ્યું કે, ઝિપલાઇન ઓપરેટરે ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા. આ પછી ગોળીબાર શરૂ થયો. ભટ્ટે કહ્યું, મને તે વ્યક્તિ પર શંકા છે. તેણે 3 વાર ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા અને ગોળીબાર શરૂ થઈ ગયો. તે એક સામાન્ય કાશ્મીરી જેવો દેખાતો હતો. જંગલો અને નીચાણવાળા વિસ્તારોમાં પણ, બધે જ સૈન્યની હાજરી હતી. પરંતુ મુખ્ય સ્થાન પર કોઈ સૈન્ય અધિકારી નહોતા.
આ પણ વાંચોઃ અમદાવાદના પ્રવાસી દ્વારા રેકોર્ડ થયો પહેલગામની ભયાનક ક્ષણોનો વીડિયો, Gujarat First ને જણાવ્યો પોતાનો અનુભવ